AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: ભાવનગરના ખેડૂતોએ ડુંગળીના ભાવ મુદ્દે પંજાબના CM ભગવંત માનને કરી રજૂઆત, ભગવંત માને ડુંગળીની ખરીદીની તૈયારી દર્શાવી

Bhavnagar News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ખેડૂતોએ ભગવંત માનને જણાવ્યું હતુ કે ડુંગળીના પૂરતા ભાવ ન મળવાને કારણે ખેડૂતો પાકનો નાશ કરવા મજબૂર બન્યા છે.

Gujarati Video: ભાવનગરના ખેડૂતોએ ડુંગળીના ભાવ મુદ્દે પંજાબના CM ભગવંત માનને કરી રજૂઆત, ભગવંત માને ડુંગળીની ખરીદીની તૈયારી દર્શાવી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 6:14 PM
Share

ભાવનગરમાં ડુંગળીના સતત ગગડી રહેલા ભાવને કારણે જગતના તાતની આર્થિક હાલત વધુ કફોડી થઇ છે. ત્યારે ભાવનગરની મુલાકાતે આવેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સમક્ષ ખેડૂતોએ તેમની વ્યથા રજૂ કરી હતી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ખેડૂતોએ ભગવંત માનને જણાવ્યું હતુ કે ડુંગળીના પૂરતા ભાવ ન મળવાને કારણે ખેડૂતો પાકનો નાશ કરવા મજબૂર બન્યા છે.

ભગવંત માને ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદીની તૈયારી બતાવી

ખેડૂતોની રજૂઆતની સામે ભગવંત માને ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદીની તૈયારી બતાવી હતી. ભગવંત માને ખેડૂતોને આગામી 2 સપ્તાહ સુધી ડુંગળીના પાકનો નાશ ન કરવા જણાવ્યું હતુ. ભગવંત માને કહ્યું કે તેઓ તેમના અધિકારીઓ સાથે વાતચીત કરશે. આગામી 10 દિવસમાં પંજાબ અને દિલ્લી સરકાર ડુંગળીની ખરીદી કરશે તેવું આશ્વાસન પણ ભગવંત માને ખેડૂતોને આપ્યું.

આ વર્ષે ડુંગળીનું મબલખ ઉત્પાદન

મહત્વનું છે કે ભાવનગર જિલ્લામાં આ વર્ષે ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું છે, પરંતુ ડુંગળીના ભાવ સાવ તળિયે પહોંચી જતાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. 20 કિલો ડુંગળીના 40 થી 50 રૂપિયા જેવા તળિયાના ભાવ મળી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી કિસાન મોરચા તથા ભાવનગર જિલ્લાના ખેડૂતો સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા ન તો સબસીડી જાહેર કરાઇ છે કે ન તો ટેકાના ભાવ જાહેર કરાયા છે. જેના કારણે અનેક ખેડૂતો પાયમાલ થવાના આરે આવી ગયા છે.

મહુવા માર્કેટ યાર્ડમાં આજે ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક

ભાવનગર મહુવા માર્કેટ યાર્ડમાં આજે ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. સૌરાષ્ટ્રમાં ડુંગળીનું હબ ગણાતા મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની કુલ 6 લાખથી વધુ આવક થઈ છે. મોટી સંખ્યામાં ખેડૂતો ડુંગળી વેચવા યાર્ડમાં આવ્યા હતા, પરંતુ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. ડુંગળીના 50થી 90ના આસપાસ ભાવ મળતા ખેડૂતોને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. મોંઘાભાવના બિયારણ સામે ખેડૂતોનો ખર્ચ પણ નહીં નીકળતા ખેડૂતોએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો.

Follow Us
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
g clip-path="url(#clip0_868_265)">