AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: ભાવનગરના તળાજામાં MLA ગૌતમ ચૌહાણના પુત્ર અને કોન્સ્ટેબલ વચ્ચે મારામારીની ઘટનામાં ફરિયાદ, સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ

Bhavnagar: ભાવનગરના તળાજામાં MLA ગૌતમ ચૌહાણના પુત્ર અને કોન્સ્ટેબલ વચ્ચે મારામારીમાં સામસામે ફરિયાદ થઈ છે. સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. કોન્સ્ટેબલનો આક્ષેપ છે કે ધારાસભ્યના પુત્ર ગૌરવ ચૌહાણે અન્ય લોકો સાથે મળીને તેમને માર માર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 6:25 PM
Share

ભાવનગરના તળાજામાં ધારાસભ્યના પુત્ર અને કોન્સ્ટેબલ વચ્ચે થયેલી મારામારીમાં સામ-સામે ફરિયાદ નોંધાઈ છે. ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણ અને કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલિયા વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. કોન્સ્ટેબલનો આક્ષેપ છે કે કેટલાક લોકોએ હુમલો કર્યો. હુમલાખોરો એવું કહેતા હતા કે ગૌરવભાઈને કેમ હેરાન કરે છે? તેમનો આક્ષેપ છે કે ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણે અન્ય લોકો સાથે મળીને તેમને માર માર્યો છે.

હુમલાને લગતા સીસીટીવી આવ્યા સામે

ઘટનાને લગતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં મારામારીના દ્રશ્યો જોઈ શકાય છે. મારામારીમાં કોન્સ્ટેબલને ઈજા પહોંચતા સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે. કોન્સ્ટેબલની પોલીસ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. જ્યારે ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવે કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ધારાસભ્યે દીકરા પર લગાવેલા કોન્સ્ટેબલના આરોપો ફગાવ્યા

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મારામારીના CCTV ફૂટેજમાં ધારાસભ્યનો પુત્ર ગૌરવ ક્યાંય જોવા મળ્યો નથી. પરંતુ ઘટનાને લઈ તપાસ ચાલી રહી છે. બીજીતરફ ધારાસભ્ય ગૌતમ ચૌહાણે પોતાના દીકરા પર લાગેલા તમામ આરોપો ફગાવી દીધા અને રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો દાવો કર્યો.

દીકરા પર લાગેલા આરોપો પાયાવિહોણા- ધારાસભ્ય ગૌતમ ચૌહાણ

ગૌતમ ચૌહાણે દાવો કર્યો કે- તેમના દીકરા પર લાગેલા આરોપો પાયા વિહોણા છે. જે સમયના CCTV ફૂટેજ સામે આવ્યા છે તે સમયે તેમનો દીકરો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા બેઠો હતો. CCTV ફૂટેજમાં દેખાતી મારામારીની ઘટનાને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. તેમનો દાવો છે કે CCTVમાં તેમનો દીકરો ક્યાંય નથી. તેમણે કહ્યું કે- જો તેમના દીકરાનો વાંક હોય તો તેની સામે પણ કાયદાકીય રીતે કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચો: Breaking News : ભાવનગર ડમીકાંડ કેસમાં SOGએ વધુ બે આરોપીની ધરપકડ કરી

બાઈક અથડાવા જેવી બાબતે કોન્સ્ટેબલ અને ધારાસભ્યના પુત્ર વચ્ચે થઈ હતી માથાકૂટ

મળતી માહિતી પ્રમાણે, બે દિવસ પહેલા બાઈક અથડાવાની બાબતમાં કોન્સ્ટેબલ અને ધારાસભ્યના પુત્ર ગૌરવ વચ્ચે માથાકૂટ થઈ હતી. ગૌરવ ચૌહાણ પોતાની કાર લઇને દીપ હોટલથી ફાર્મ ટ્રેક વચ્ચે પહોંચતા પાછળથી કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલિયા કારને ઓવરટેક કરવા જતા હતા. આ દરમિયાન કોન્સ્ટેબલની મોટર સાયકલ રોડ નીચે ખાળિયામાં ઉતરી ગઈ હતી. આ બાબતે ગૌરવ ચૌહાણ અને કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલિયા વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ ગૌરવે શૈલેષ ધાંધલિયાને પાલિતાણા ચોકડી પાસે સતનામ ઢાબા પાસે સમાધાન માટે બોલાવ્યા હતા. જેમાં બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થતા સામસામે બાખડ્યા હતા.

ઈનપુટ ક્રેડિટ- અજીત ગઢવી- ભાવનગર

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">