Bhavnagar Talati Exam: ભાવનગરમાં 92 કેન્દ્રો પર તલાટીની પરીક્ષાનું આયોજન, 26000 ઉમેદવારોની કસોટી- Video
Bhavnagar Talati Exam: ભાવનગરમાં બહુ ગૂંજેલા ડમીકાંડ બાદ હાલ તલાટીની પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે ઉમેદવારોની સાથે તંત્રની પણ કસોટી છે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેનુ પૂરતુ ધ્યાન રખાઈ રહ્યુ છે.
ભાવનગરના બહુચર્ચિત અને ટોક ઓફ ધ ટાઉન બનેલા ડમીકાંડ બાદ આજે તંત્રની ખરી કસોટી છે. આજે રાજ્યભરમાં તલાટીની પરીક્ષા લેવાઈ રહી છે. જેમા ભાવનગર જિલ્લામાં 92 કેન્દ્રો પર 978 વર્ગખંડોમાં 26000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આ તમામ પરીક્ષા આપનારા ઉમેદવારો માટે ફુલપ્રુફ વ્યવસ્થા કરવામાં આવી છે અને ગેરરીતિ ન થાય તેના માટે પણ કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
પરીક્ષા કેન્દ્રો પર ફુલપ્રુફ સુરક્ષા વ્યવસ્થા
પરીક્ષાના બંદોબસ્તમાં 2300થી વધુ કર્મચારીઓને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. 12 ઉમેદવારો પૈકી એક કર્મચારી દ્વારા નજર રખાઈ રહી છે. તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યુ છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પેપર ન ફુટે તેને લઈને ફુલપ્રુફ પ્લાનિંગ કરવામાં આવ્યુ છે બોડી વોર્ન કેમેરા દ્વારા પણ ઉમેદવારો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. તો બીજી તરફ ઉમેદવારો પણ કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેવી આશા સેવી રહ્યા છે.
ઈનપુટ ક્રેડિટ- અજીત ગઢવી- ભાવનગર
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…