ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર, ગુણ દીઠ અપાતી સહાયની મુદતમાં કરાયો વધારો, જાણો સમગ્ર વિગત

રાજ્યમાં વર્ષ 2021-22માં ડુંગળીનું વાવેતર અને ઉત્પાદન બહોળા પ્રમાણમાં થયું હોવાથી ખેડૂતોને ડુંગળીના ભાવ રડાવે નહીં તે માટે સરકારે રાજ્યના ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને એક ગુણ દીઠ 100 રૂપિયાની સહાય એપ્રિલ મહિનામાં આપવા નિર્ણય કર્યો હતો.

ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર, ગુણ દીઠ અપાતી સહાયની મુદતમાં કરાયો વધારો, જાણો સમગ્ર વિગત
Good news for farmers
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Jun 24, 2022 | 1:52 PM

Bhavnagar: રાજ્યમાં વર્ષ 2021-22માં ડુંગળીનું વાવેતર (Onion planting) અને ઉત્પાદન બહોળા પ્રમાણમાં થયું હોવાથી ખેડૂતોને ડુંગળીના ભાવ રડાવે નહીં તે માટે સરકારે રાજ્યના ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને એક ગુણ દીઠ 100 રૂપિયાની સહાય એપ્રિલ મહિનામાં આપવા નિર્ણય કર્યો હતો. પરંતુ મે મહિનામાં ડુંગળીના ભાવ ગગડતા કિસાન મોરચા દ્વારા પણ રજૂઆત કરાઇ હતી અંતે સહાયની મુદત વધારી 31 મે સુધી આર્થિક વળતર આપવા સરકારે નિર્ણય કર્યો છે.

ગુજરાત રાજ્યમાં ખરીફ – રવિ ઋતુમાં ડુંગળીનું વાવેતર થાય છે રાજ્યમાં આ સમયગાળામાં વાવેતર હોય ડુંગળીની બજારમાં આવક ઓકટોબર માસથી શરૂ થાય છે. જેથી રાજ્ય સરકાર દ્વારા ડુંગળી ઉત્પાદન કરતાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ખેડૂતોને એક ગુણી દીઠ રૂપિયા 100 એટલે એક કિલોગ્રામ દીઠ 2 રૂપિયા અને વધારે માં વધારે ખેડૂતોને 500 ગુણીની મર્યાદામાં આર્થિક સહાય આપવા માટે 30મી એપ્રીલ સુધી સમય મર્યાદા નિયત કરી હતી, પરંતુ મેં મહિનાથી ડુંગળીના ભાવ નીચા રહેલા છે. ડુંગળીના પાકના ઉત્પાદન ખર્ચની સરખામણીમાં બજાર ભાવ કરતા ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને આર્થિક વળતર મળી રહે તે માટે ભાવનગર, સિહોર કિસાન મોરચા દ્વારા પણ મંત્રીને રજૂઆત કરી હતી જે વાત સરકાર ને ગળે ઉતરતા 1લી એપ્રિલથી 31 મેં સુધી આર્થિક વળતર મળી રહેતે માટે ડુંગળીના ઉત્પાદન કરતા ખેડૂતોને અપાતી સહાયની મુદતમાં વધારો કર્યો છે જેથી ખેડૂતોને મહદ અંશે રાહત થશે.

રથયાત્રાની સુરક્ષા માટે 12થી વધુ Dysp સહિત 5 હજાર પોલીસનો કાફલો સજજ

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ભાવનગરમાં આ  વર્ષે  37મી  રથયાત્રા નીકળશે. જેની સુરક્ષા માટે   રેન્જ આઈજી, એસ.પી., 2 એ.એસ.પી., 15 ડી.વાય.એસ.પી.(Dysp), 35 પી.આઈ., 107 પી.એસ.આઈ. ફરજ પર સજજ રહેશે તો ભાવનગર પોલીસની સાથોસાથ જૂનાગઢ, જામનગર સહિતના પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, મહિલા પોલીસ કર્મચારી એલ.આર.ડી. ટ્રાફીક પોલીસ, ઘોડેસવાર, એસ.આર.પી.એફ, બી.એસ.એફ. પેરા મિલિટરી ફોર્સ સહિત 5000 ઉપરાંત પોલીસ જવાનો ફરજ બજાવશે. રથયાત્રા ઉપર સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવશે. બે વર્ષ બાદ નીકળી રહેલી આ રથયાત્રા માટે નગરજનો પણ ઉત્સાહમાં છે સાથે સાથે જિલ્લા તંત્ર પણ રથયાત્રા માટે સજજ થઈ ગયું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">