AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Death : ઉત્તરકાશી ગંગોત્રી હાઈવે પર ગુજરાતી યાત્રિકોને લઈ જઈ રહેલી બસ ખીણમાં ખાબકી, 7 યાત્રિકોના મોત, 28નો બચાવ

Bus Accident News: ઉત્તરકાશી ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની નજીક ગુજરાતના યાત્રિકોને લઈને જઈ રહેલી બસ 50 મીટર ઉંડી ખીણમાં ખાબકી હતી. જેમા 7 યાત્રિકોના મોત થયા છે. જ્યારે 28 યાત્રિકોનો બચાવ થયો છે.

Death : ઉત્તરકાશી ગંગોત્રી હાઈવે પર ગુજરાતી યાત્રિકોને લઈ જઈ રહેલી બસ ખીણમાં ખાબકી, 7 યાત્રિકોના મોત, 28નો બચાવ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 11:15 PM
Share

Uttarkashi Accident ઉત્તરાખંડમાં રવિવારે ગુજરાતી યાત્રિકોને લઈને જઈ રહેલી બસ ઉત્તરકાશી ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની નજીક ખીણમાં ખાબકી હતી. જેમા 7 યાત્રિકોના મોત થયા છે જ્યારે 27 યાત્રિકોનું રેસક્યુ કરવામાં આવ્યુ છે. આપને જણાવી દઈએ કે બસમાં 33 જેટલા ગુજરાતના મુસાફરો સવાર હતા. ઉત્તરાખંડમાં રવિવારે પ્રવાસી બસ ખીણમાં પડી જવાથી સર્જાયેલી દુઘર્ટનામાં ગુજરાતના જે પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે અને ઇજાગ્રસ્ત થયા છે તેમની વિગતો અને જાણકારી માટે રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના રાહત કમિશનરના સતત સંપર્કમાં છે.

7 યાત્રિકોના મોત, 27 યાત્રિકોનું રેસક્યુ

રાહત કમિશનર આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા જણાવ્યુ કે પ્રાથમિક માહિતી પ્રમાણે 7 ગુજરાતી પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે. ઉત્તરાખંડ રાજ્યની SDRFની રાહત બચાવ ટુકડી રેસક્યુ કામગીરીમાં જોડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું છે કે જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્કમાં છે.

દુર્ઘટના પર ગુજરાતના મુખ્યમંત્રીએ ટ્વીટ કરી વ્યક્ત કર્યુ દુ:ખ

ભાવનગરની બસમાં સવાર હતા 33 યાત્રિકો

ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ આ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ 33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઉત્તરાખંડમાં રવિવારે સર્જાયેલી બસ દુર્ઘટનાના ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ના ફોન 079 23251900 પર સંપર્ક કરી શકાશે તેમ રાહત કમિશનર આલોક પાંડે એ જણાવ્યું છે.

આ યાત્રિકોમાં 8 મુસાફરો ભાવનગરના હતા, 3 સુરતના હતા 3 મહુવાના હતા અને તળાજા, ત્રાપજ અને કઠવા ગામના 19 મુસાફરો હતા. શ્રીહોલિડે ટુરના સંચાલકો પણ અકસ્માત સ્થળે જવા રવાના થયા છે.

આ પણ વાંચો: Ambalal Prediction : અંબાલાલ પટેલની આગાહી, આગામી 24 કલાક રાજ્યભરમાં પડશે વરસાદ, જુઓ Video

સરકાર દ્નારા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો ફોન નં. 079 23251900 જાહેર

ઉત્તરાખંડમાં રવિવારે પ્રવાસી બસ ખીણમાં પડી જવાથી સર્જાયેલી દુઘર્ટનામાં ગુજરાતના જે પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે અને ઇજાગ્રસ્ત થયા છે તેમની વિગતો અને જાણકારી માટે રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના રાહત કમિશનરના સતત સંપર્કમાં છે. ઉત્તરાખંડમાં રવિવારે સર્જાયેલી બસ દુર્ઘટનાના ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ફોન 079 23251900 પર સંપર્ક કરી શકાશે. તેમ રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું છે.

બસમાં સવાર મુસાફરોની યાદી

1. કેતન રાજ્યગુરુ, 59 વર્ષ

2. દીપ્તીબેન કે રાજ્યગુરુ, 58 વર્ષ

3. રેખાબેન સેખડીયા, 52 વર્ષ

4. દેવકુરબેન એસ કેવડીયા, 50 વર્ષ

5. મેરલબેન એસ કેવડિયા, 24 વર્ષ

6. સુરેશભાઈ કેવડિયા, 55 વર્ષ

7. કમલેશ ભાઈ ઉપાધ્યાય, 52 વર્ષ

8. મીનાબેન કે ઉપાધ્યાય, 52 વર્ષ

9. હેતલબેન જે રાજ્યગુરુ

10. દીપ્તીબેન વી ત્રિવેદી, 39 વર્ષ

11. મનીશ આર પઢેરિયા, 51 વર્ષ

12. નયના એમ પઢેરિયા, 49 વર્ષ

13. વિવેક પઢેરિયા, 24 વર્ષ

14. ગણપતરાય મેહતા, 61 વર્ષ

15. દક્ષા જી મેહતા, 57 વર્ષ

16. રાજેશ આર મેર, 40 વર્ષ

17. અશોકસિંહ બી ગોહિલ, 43 વર્ષ

18. બ્રિજરાજસિંહ જે ગોહિલ, 41 વર્ષ

19. ભરત પ્રજાપતી, 38 વર્ષ

20. સંજય મંકવાણા, 35 વર્ષ

21. ગીરુભા એ રાઠોડ, 39 વર્ષ

22. હરેન્દ્રસિંહ એમ ઝાલા, 40 વર્ષ

23. ઘનશ્યામ બી જોશી, 54 વર્ષ

24. અનીરૂદ્ધ એચ જોશી, 35 વર્ષ

25. ગીગાભાઈ જી ભમ્મર, 40 વર્ષ

26. ઘોડાભાઈ એમ કામલીયા, 45 વર્ષ

27. જીતેન્દ્રકુમાર પી ગોહિલ, 31 વર્ષ

28. વીજય એ રાઠોડ, 26 વર્ષ

29. કરણજીત પી ભઠી, 29 વર્ષ

30. જતીન ભઠી, 20 વર્ષ

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">