Ambalal Prediction : અંબાલાલ પટેલની આગાહી, આગામી 24 કલાક રાજ્યભરમાં પડશે વરસાદ, જુઓ Video
મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં 1થી 4 ઈંચ વરસાદ પડવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણમાં મધ્યમથી ભારે વરસાદ રહેશે. બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટાછવાયા ઝાપટાં પડે તેવી શક્યતા છે.
Gujarat Rain : રાજ્યમાં આગામી 24 કલાક વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા કરવામાં આવી છે. આગાહી મુજબ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વધુ વરસાદ નોંધાશે. અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે. તો સાબરકાંઠા, બનાસકાંઠા, અવલ્લી, પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો Gujarat Weather Forecast: આજે ભાવનગર સહિત રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના, જુઓ Video
આગામી સમયમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. દક્ષિણમાં સુરત, વલસાડ, નવસારી અને તાપીમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. તો ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટમાં છૂટો છવાયો વરસાદ રહેશે. જ્યારે, દાહોદ, ગોધરા, પંચમહાલ, સાપુતારામાં અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો