AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામો માટે 104 કરોડ રૂપિયાની ફાળવણીને CMની મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર મહાનગરપાલિકાને વિવિધ વિકાસ કામો માટે 104.06 કરોડ રૂપિયાની ફાળવણી માટે મંજૂરી આપી છે. ભાવનગર મહાપાલિકાએ આ કામો માટે શહેરી વિકાસ વિભાગને કરેલી દરખાસ્તોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામો માટે 104 કરોડ રૂપિયાની ફાળવણીને CMની મંજૂરી
CM Bhupendra Patel
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 12:24 PM
Share

ભાવનગર મહાનગરપાલિકાના (Bhavnagar Municipal Corporation) વિવિધ વિકાસ કામો (development works )માટે 104 કરોડ રૂપિયાની ફાળવણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) મંજૂરી આપવામાં આવી છે. મહાનગરના આઉટગ્રોથ વિસ્તારમાં રસ્તાના 13 કામો માટે રૂ. 10.07 કરોડ તથા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે રૂ. 11.53 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ભાવનગર મહાનગરપાલિકાને (Bhavnagar Municipal Corporation)  વિવિધ વિકાસ કામો માટે 104.06 કરોડ રૂપિયાની ફાળવણી માટે મંજૂરી આપી છે. ભાવનગર મહાપાલિકાએ આ કામો માટે શહેરી વિકાસ વિભાગને કરેલી દરખાસ્તોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

(CM Bhupendra Patel)  મુખ્યમંત્રીએ ભાવનગર મહાનગરપાલિકામાં (Bhavnagar Municipal Corporation) રસ્તાઓના આર.સી.સી કામો, પેવર તથા રિકાર્પેટ કરવાના અને પેવીંગ બ્લોક નાખવાના કામો સાથોસાથ ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોના રિપેરીંગ એમ કુલ 7 કામો માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી રૂપિયા 11.53 કરોડની ફાળવણી માટે અનુમોદન આપ્યું છે. ભાવનગર મહાનગરના (Bhavnagar Municipal Corporation)  આઉટગ્રોથ વિસ્તારોના 13 જેટલા માર્ગોના કામો માટે રૂ. 10.07 કરોડ ફાળવવાની પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

એટલું જ નહિ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (Urban Development Plan )અંતર્ગત ભૌતિક આંતર માળખાકીય સુવિધાના 64 કામો જેમાં પાણી પુરવઠા, શહેરી પરિવહન, પેવર રોડ વગેરે માટે અને સામાજિક માળખાકીય સુવિધાઓના 20 કામો માટે એમ કુલ 84 વિકાસ કામો માટે કુલ 82.46 કરોડ રૂપિયા ફાળવવાની પણ તેમણે મંજૂરી આપી છે. આ વિકાસ કામોનો સમગ્ર ભાવનગર મહાનગરની 6.49 લાખની જનસંખ્યાને લાભ મળશે.

આ પણ વાંચો : છેલ્લા બે વર્ષમાં દેશમાં સ્ટાર્ટઅપ પર્ફોર્મન્સ રેન્કિંગમાં ગુજરાત નંબર 1, સાયન્સ સિટી ખાતે CMના હસ્તે ICAI-2022નું ઉદ્ધઘાટન

આ પણ વાંચો : ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓને રાહત: ગાંધીનગર બાદ પાટણમાં રાજ્યની બીજી ઓમિક્રોન ટેસ્ટિંગ લેબ તૈયાર

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">