છેલ્લા બે વર્ષમાં દેશમાં સ્ટાર્ટઅપ પર્ફોર્મન્સ રેન્કિંગમાં ગુજરાત નંબર 1, સાયન્સ સિટી ખાતે CMના હસ્તે ICAI-2022નું ઉદ્ધઘાટન
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2017થી પાંચ વર્ષ માટે અમલમાં મૂકવામાં આવી હતી. આ પોલીસીનો સમયગાળો તા. 10-01-2022ના રોજ પૂર્ણ થાય છે, જેથી હવે આ નવી સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલીસી (SSIP 2.0)ને વધુ પાંચ વર્ષ માટે એટલે કે જાન્યુઆરી, 2022 થી માર્ચ, 2027 સુધી અમલમાં મુકવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel), શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી (Jitu Waghani) અને રાજ્ય મંત્રી મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં સાયન્સ સીટી (Science City) ખાતે આયોજિત ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમીક ઈન્સ્ટીટ્યુસન્સ (ICAI-2022) ના ઉદઘાટન પ્રસંગે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી (SSIP 2.0) નું અનાવરણ કર્યું છે.
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2017થી પાંચ વર્ષ માટે અમલમાં મૂકવામાં આવી હતી. આ પોલીસીનો સમયગાળો તા. 10-01-2022ના રોજ પૂર્ણ થાય છે, જેથી હવે આ નવી સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલીસી (SSIP 2.0)ને વધુ પાંચ વર્ષ માટે એટલે કે જાન્યુઆરી, 2022 થી માર્ચ, 2027 સુધી અમલમાં મુકવામાં આવી છે.
મુખ્યમંત્રીએ જે પોલિસી લોંચ કરી તેની વિશેષતાઓ અને લાક્ષણિકતાઓ આ મુજબ છે, સ્ટુડન્ટ સ્ટાટર્અપ એન્ડ ઈનોવેશન પોલીસી (SSIP 2.0)ના મુખ્ય લક્ષ્યો
• રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં કાર્યાત્મક ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના • રાજ્યની ઓછામાં ઓછી 1000 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ (HEIs) અને 10,000 શાળાઓને આવરી લેતા 50 લાખ વિદ્યાર્થીઓને ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતા માટે જાગૃત કરવા • વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત 10,000 પ્રૂફ-ઓફ-કન્સેપ્ટ્સ (PoCs/પ્રોટોટાઇપ)ને સહાય • શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવનાર 1000 પ્રૂફ-ઓફ-કન્સેપ્ટ્સ (PoCs/પ્રોટોટાઇપ)ને સહાય • વિદ્યાર્થીઓને 5000 IP ફાઇલિંગ માટે સહાય • રાજ્યમાં ઓછામાં ઓછી 500 શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓની આવરી લઈને લાભાર્થીઓ માટે એક મજબૂત પ્રિ-ઇન્ક્યુબેશન સપોર્ટ સિસ્ટમનું નિર્માણ . • 1500 વિદ્યાર્થી સ્ટાર્ટ-અપ્સ અને હાલના સ્ટાર્ટ-અપ્સને અપસ્કેલ કરવા • i-Hub પર 500 સ્ટાર્ટ-અપ (ભૌતિક અને વર્ચ્યુઅલ) ઇન્ક્યુબેટ કરવા. * i-Hub ખાતે સ્ટાર્ટ-અપ સૃજન સીડ સપોર્ટ હેઠળ 500 સ્ટાર્ટ-અપને સહાય
લક્ષ્ય હાંસલ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા અપાનારા પ્રોત્સાહનો
• રાજ્યની યુનિવર્સિટીઓ ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરવા અને ઇનોવેશન પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આગામી પાંચ વર્ષમાં મહત્તમ રૂ. 5 કરોડ સુધીનો લાભ મેળવી શકે છે. • રાજ્યની સંસ્થાઓ ઈનોવેશન અને સ્ટાર્ટ-અપ પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે આગામી પાંચ વર્ષમાં રૂ. 2 કરોડ સુધીનો લાભ મેળવી શકે છે • ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સ માટે IP ફાઇલિંગ સપોર્ટ. (સ્થાનિક માટે રૂ. 75,000 સુધી અને અન્ય દેશોમાં ફાઇલ કરવા માટે રૂ. 1.5 લાખ સુધી) • સ્ટાર્ટઅપ/ઇનોવેશન માટે મહત્તમ રૂ. 10 લાખ રૂપિયા સુધીના સ્ટાર્ટઅપ્સને સીડ ગ્રાન્ટ • યુનિવર્સિટીઓ/સંસ્થા/ઇન્ક્યુબેટરને જાગૃતિ કાર્યક્રમો/બૂટકેમ્પ/સેમિનાર/કોન્ફરન્સ હોસ્ટ કરવા માટે નાણાકીય સહાય
• ઓપન ઈનોવેશન ચેલેન્જ પ્રોગ્રામ દ્વારા ઈનોવેટર્સ, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સને રૂ. 2.5 લાખ સુધીનો સપોર્ટ.
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી (SSIP)ની ઉપલબ્ધીઓ
• રાજ્યની 186 સંસ્થાઓ/યુનીવર્સીટીઓનો SSIP ગ્રાન્ટી સંસ્થા તરીકે સમાવેશ કરેલ છે. • આજ સુધીમાં વિદ્યાર્થીઓ દ્વારા 2132 સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવેલ છે. • વિદ્યાર્થીઓ દ્વારા 1122 જેટલી પેટન્ટ ફાઈલ કરવામાં આવી છે. • વિદ્યાર્થીઓના 6276 જેટલા પ્રૂફ ઓફ કોન્સેપ્ટ પ્રોજેકટ (PoCs/પ્રોટોટાઇપ)નું નિર્માણ થયેલ છે
• છેલ્લા 5 વર્ષમાં, 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને સમગ્ર રાજ્યમાં ઇનોવેશન પ્રક્રિયા અને સ્ટાર્ટ-અપ વિશે મૂળભૂત જાગરૂકતા માટેની માહિતી આપવામાં આવેલ છે. • રાજયભરમાં SSIP અંતર્ગત 5593 જેટલા અવરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યા છે
SSIP એ સમગ્ર દેશમાં એકમાત્ર પોલીસી છે જેનો ઉદ્દેશ્ય મોટા પાયે વિદ્યાર્થી ઈનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સને પોષણ આપવા અને સમર્થન આપવાનો છે.છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાષ્ટ્રમાં સ્ટાર્ટઅપ પર્ફોર્મન્સ રેન્કિંગમાં ગુજરાત નંબર 1 પર છે. આ રેન્કિંગમાં, ભારત સરકારે શિક્ષણ વિભાગના SSIP દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અને યોગદાનને વિશેષરૂપે સ્વીકાર્યું છે અને પ્રશંસા કરી છે.
આ પણ વાંચો : ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓને રાહત: ગાંધીનગર બાદ પાટણમાં રાજ્યની બીજી ઓમિક્રોન ટેસ્ટિંગ લેબ તૈયાર
આ પણ વાંચો : Rajkot: RMC ઈજનેર પરેશ જોષીના આપઘાત કેસમાં ગુનો દાખલ, 2 વિરુદ્ધ દુષ્પ્રેરણાનો નોંધાયો ગુનો, જાણો વિગત