ભાવનગરમાં મગફળીનું મબલખ ઉત્પાદન, યાર્ડમાં હાલ મગફળી લાવવા પર પ્રતિબંધ મુકાયો
ભાવનગર જિલ્લામાં છેલ્લો વરસાદ સારો થતાં તેની સારી અસર કપાસ અને મગફળીના પાકને થવા પામેલ છે. જેને લઇને આ વર્ષે કપાસ અને મગફળી માં બમ્પર ઉત્પાદન થવા પામેલ છે.
ભાવનગર(Bhavnagar)માર્કેટિંગ યાર્ડ(APMC)માં લાભ પાંચમ (Labh pancham) ના રોજ યાર્ડ ખુલતાની સાથેજ મગફળી (Groundnut)ની ભારે માત્રા મા આવક થતાં માર્કેટિંગ યાર્ડ માં મગફળી લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ હતો. તેમજ જ્યાં સુધી યાર્ડ દ્વારા જાહેરાત કરવામાં ના આવે ત્યાં સુધી ખેડૂતોને મગફળી યાર્ડ માં ના લાવવા અપીલ કરાઇ છે.
જ્યારે બીજી તરફ રાજ્ય સરકાર લાભ પાંચમ થી ટેકાના ભાવે મગફળી ખરીદવાની ભાવનગર યાર્ડ માં શરૂ કરવાની હતી.પરંતુ કમોસમી વરસાદની આગાહી ને લઇને ટેકાના ભાવે ખરીદી આવતી પંદર તારીખથી યાર્ડ માં શરૂ કરવામાં આવશે ત્યારથી મગફળી ની જાવક શરૂ થતાં સ્થિતિ માં સુધારો આવવાની શક્યતા રહેલી છે.
ભાવનગર જિલ્લામાં છેલ્લો વરસાદ સારો થતાં તેની સારી અસર કપાસ અને મગફળી ના પાકને થવા પામેલ છે. જેને લઇને આ વર્ષે કપાસ અને મગફળી માં બમ્પર ઉત્પાદન થવા પામેલ છે. હાલમાં ભાવનગર જિલ્લામાં મગફળીના સારા ઉત્પાદનને લઇને ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં ડુંગળીની ખુબજ સારી આવક થઈ રહી છે.
દિવાળી ની રજાઓ પછી ગઈ કાલે યાર્ડ ખુલતા મગફળી પુષ્કળ પ્રમાણ માં વેચાણ માટે આવી ગઈ હતી અને મોટી માત્રા મા મગફળી ની આવક થતાં યાર્ડ માં મગફળી લાવવા પર મનાઈ કરવામાં આવેલ છે.
ભાવનગર જિલ્લામાં સૌથી મોટી સમસ્યા એ છે કે શહેર જે જિલ્લામાં કોઈ મોટી ઓઇલ મિલોના હોવાથી મગફળીની ખરીદી જિલ્લામાં નથી થતી જે થાય છે તે આજુબાજુના જિલ્લાઓ માંથી રાજકોટ, અમરેલી અને ગોંડલ ના વેપારીઓ મગફળી ખરીદી કરે છે. અને આંધ્ર પ્રદેશ ના વેપારીઓ ભાવનગર યાર્ડ માં ખરીદી કરવા આવે છે.
તેમજ માર્કેટ યાર્ડમાં આવકની સામે જાવક ઓછી થતાં અને યાર્ડમાં જગ્યા અને સંચાલનના અભાવે મગફળી લાવવા પર બ્રેક મારવામાં આવેલ છે. માર્કેટિંગ યાર્ડ માં આવતી ૧૫ તારીખથી ટેકા ના ભાવે સરકાર મગફળી ખરીદવાની શરૂ કરશે, હાલમાં ૬૦૦૦ જેટલા ખેડૂતો એ મગફળી ટેકા ના ભાવે વેચાણ કરવા રજિસ્ટ્રેશન કરાવેલ છે.
ત્યારે ખેડૂતો ને જો મગફળીના ભાવ સારા મેળવવા હોય તો મગફળી વેચવા માટે ધીરજ રાખે મગફળી નો ભરાવો થતાં વેપારીઓ બે પાંચ રૂપિયા ઓછા મા ખરીદતા હોય અને મગફળીના ભાવ પણ સારા રેહવાના હોય ખેડૂતને મગફળી વેચવામાં ઉતાવળ ના કરવાની ખેડૂત આગેવાનો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના વેક્સિનના બુસ્ટર ડોઝ અંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું
આ પણ વાંચો : કોરોનાથી સાજા થયેલા લોકો બની રહ્યા છે ડાયાબિટીસનો શિકાર, જાણો શું છે તેની પાછળનું કારણ ?