Bhavnagar : માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદ

ભાવનગર જીલ્લો એટલે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન કરતો જિલ્લો છે. ત્યારે આ વર્ષે પણ ડુંગળીનું વાવેતર ખૂબ જ મોટી માત્રામાં થતા હાલમાં ડુંગળીનું ઉત્પાદન નો મબલક પાક ભાવનગર અને મહુવાના યાર્ડમાં વેચાણ માટે આવી રહ્યું છે.

Bhavnagar : માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદ
Bhavnagar Market Yard Onion Income
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Feb 13, 2022 | 6:01 PM

ભાવનગર(Bhavnagar)જિલ્લામાં આ વર્ષે ભારે ડુંગળીના(Onion)વાવેતર ને લઈને હાલમાં ડુંગળીનું ઉત્પાદન થતા મબલખ પાક ભાવનગર માર્કેટિંગ યાર્ડની વેચાણ માટે આવી રહ્યો છે. હાલમાં ડુંગળીની આવક માં વધારો થતાં ભાવનગર યાર્ડ માં જગ્યા ઓછી પડતાં જેને લઇને નારી ચોકડી ખાતે સબ યાર્ડ શરૂ કરી ખેડૂતોની ડુંગળી વેચાણ માટે ત્યાં ઠલવાઈ રહી છે. ત્યારે હાલમાં ખેડૂતોને ડુંગળીના ભાવ ખુબજ સારા મળી રહ્યા છે. જેને લઇને ખેડૂતો(Farmers)અને વેપારીઓ પણ ખુશ છે આવક હજુ વધવાની શક્યતાઓ છે. પરંતુ આવક સતત વધવાની શક્યતાઓ આવનારા દિવસોમાં બહુ ઓછી છે. ત્યારે ખેડૂતો સરકારને ડુંગળીના ભાવ સ્થિર રહે તેવા નિર્ણયો લેવા અપીલ કરી રહ્યા છે.

ડુંગળીની આવક 70 હજાર ગુણી

ભાવનગર જીલ્લો એટલે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન કરતો જિલ્લો છે. ત્યારે આ વર્ષે પણ ડુંગળીનું વાવેતર ખૂબ જ મોટી માત્રામાં થતા હાલમાં ડુંગળીનું ઉત્પાદન નો મબલક પાક ભાવનગર અને મહુવાના યાર્ડમાં વેચાણ માટે આવી રહ્યું છે. હાલની જો વાત કરવામાં આવે તો ડુંગળીના સારા ભાવ મળતા જિલ્લાના તાલુકા મથકો પરથી ડુંગળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને રોજિંદી 60 થી 70 હજાર ગુણીની આવક થઈ રહી છે. જોકે યાર્ડની કેપીસીટિ ઓછી પડતાં નારી ચોકડી પાસે સબ યાર્ડ માં ડુંગળી વેચાણ માટે મુકાઈ રહી છે. આજની ડુંગળી ની આવક 70 હજાર ગુણી થવા પામેલ છે. છેલ્લા પાંચ દિવસથી ડુંગળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવનગર યાર્ડમાં દિવસ દરમિયાન તબક્કાવાર હરાજી કરાય તો પણ માં 50 થી 60 હજાર ગુણીની હરાજી કરી શકાય છે.

350 થી 575 સુધીના ભાવે વીસ કિલો ડુંગળી વેચાઈ રહી છે

જ્યારે સતત ડુંગળીની આવકથી યાર્ડ ખીચોખીચ ભરાઇ જવા પામેલ છે. હાલમાં ડુંગળીના ભાવ ખુબજ સારા મળી રહ્યા છે. 350 થી 575 સુધીના ભાવે વીસ કિલો ડુંગળી વેચાઈ રહી છે. ત્યારે સારા ભાવ મળતા ખેડૂતો ખુશ ખુશાલ છે જોકે આ ભાવ કેટલા દિવસ મળે તે પણ કાઈ નક્કી ના કેહવાય જેમ વધારે ડુંગળી ની આવક જેમ જેમ થશે તેમ ભાવ ઘટવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે જાણકાર ખેડૂતોના કેહવા પ્રમાણે આ વર્ષે ડુંગળી ના પાકમાં રોગચાળો અને પાછોતરા વરસાદને લીધે ડુંગળી નું ઉત્પાદન ઘટશે અને મોટી માત્રામા ડુંગળીની આવક લાંબા દિવસો નહિ થાય.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતો ખેડૂત ભારે ખુશખુશાલ

હાલમાં ડુંગળીનું ઉત્પાદન મબલખ થવા પામેલ છે ત્યારે હાલમાં ખૂબ જ મોટી માત્રામાં ડુંગળીની આવક ભાવનગર અને મહુવા યાર્ડ માં થઇ રહી છે. ત્યારે થોડા સમય પહેલાં જ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીને લઇને સારા ભાવ મળે તે માટે નિકાસ થી લઇને અમુક બાબતોમાં ધ્યાન આપે તો ખેડૂતો ને સારા ભાવ મળવાની શક્યતાઓ રહેલી છે. જોકે હાલમાં ડુંગળીના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા છે. જેને લઇને ડુંગળીની સારી આવક થતાં ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતો ખેડૂત ભારે ખુશખુશાલ છે.

આ પણ વાંચો : Ahmedabad: આવાસ યોજનાના મકાનોના બારોબાર સોદા કરી કરોડો રૂપિયાનું રેકેટ ચલાવનાર મુખ્ય આરોપી યુપીથી પકડાયો

આ પણ વાંચો : બનાસકાંઠા : વારંવાર બદલાતા હવામાનને પગલે બટાકાના પાકમાં સુકારાનો રોગચાળો, ખેડૂતોને નુકસાનની ભીતિ

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">