Bhavnagar: પૂર્વ મંત્રી વિભાવરીબેન દવેના પુત્રએ ક્ષત્રિય આગેવાનના ઘર પર પથ્થરોના ઘા કર્યા, વિવાદ સોશિયલ મીડિયામાં વાયરલ

ભાવનગરમાં ભાજપના આગેવાન અને સરકારના પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે ના 40 વર્ષીય પુત્ર જાબાલ દવે એ બાજુમાં જ રહેતા ભાજપ ના ક્ષત્રિય આગેવાન ના ઘર પર પથ્થરો ના ઘા કર્યા અને બારી ના કાચ ફોડી નાખ્યા છે. આ સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમજ શહેર ભાજપમા ચર્ચાનો મોટો વિષય બન્યો છે

Bhavnagar: પૂર્વ મંત્રી વિભાવરીબેન દવેના પુત્રએ ક્ષત્રિય આગેવાનના ઘર પર પથ્થરોના ઘા કર્યા, વિવાદ સોશિયલ મીડિયામાં વાયરલ
Bhavnagar Bjp Leader Contravorsey
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Mar 11, 2023 | 5:24 PM

ભાવનગરમાં ભાજપના આગેવાન અને સરકારના પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે ના 40 વર્ષીય પુત્ર જાબાલ દવે એ બાજુમાં જ રહેતા ભાજપ ના ક્ષત્રિય આગેવાન ના ઘર પર પથ્થરો ના ઘા કર્યા અને બારી ના કાચ ફોડી નાખ્યા છે. આ સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમજ શહેર ભાજપમા ચર્ચાનો મોટો વિષય બન્યો છે. જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ ભાવનગર શહેર ના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિભાવરી દવે ની બાજુમાં રહેતા અને શહેર ભાજપ ના આગેવાન એવા કૃષ્ણદેવસિંહ ગોહિલ ના ઘરમાં બાળકોની નજીવી બાબતે પૂર્વ મંત્રી ના પુત્રએ પથ્થરમારો કરતા કૃષ્ણદેવસિંહ દ્વારા સમગ્ર ઘટના સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર મુકતા અને ફોટા અને પૂર્વ મંત્રી વિશેના લખાણ સાથે ની પોસ્ટ સમગ્ર ભાજપના ગ્રુપો માં મુકતા શહેર માં અને ભાવનગર ભાજપ માં વિભાવરી દવે વિશે ના વર્તન અને દાદાગીરી ની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બનવા પામેલ છે.

ભાજપના જ આગેવાન દ્વારા ભાજપ ના જ પૂર્વ મંત્રી વિશે આક્ષેપો સાથે લખાયેલી પોસ્ટ આ  મુજબ છે.

મા. સુ.શ્રી વિભાવરીબેન દવે ના 40 વર્ષીય પુત્ર જાબાલ દવે એ મારા ઘર પર પથ્થરો ના ઘા કર્યા અને બારી ના કાચ ફોડી નાખ્યા કારણ, – મારા છઠ્ઠા ધોરણ માં ભણતા નાના દીકરા ના ભાઈબંધ થી રમતા રમતા ભૂલથી એના ફળીયા માં પાણી ભરેલો ફુગ્ગો ફેંકાય ગયો.

આ વાત મારે સોશિયલ મીડિયા માં મુકવી કે પોલીસ ફરિયાદ કરવી? આમ તો બેન કે એમના દીકરા ને આવી ઓછપ ના આવે પરંતુ મને ચોક્કસ આવે કારણ કે હું બિઝનેસમેન, રાજકીય રીતે પાર્ટીનો જવાબદાર કાર્યકર અને સમજેલો અને ભણેલો ગણેલો છું. પણ તો પછી આવી દુર્ઘટનાની અને ત્યારબાદ બેફામ રીતે તું, તાં કરીને અને જોઈ લઈશ, થાય તે કરી લે જે, હજુ વધુ ઘા આવશે આવી ધમકીભરી અને હોદ્દાને તદ્દન ના શોભે તેવી જીભાજોડી મારા પરિવાર સાથે કરી એનો સબક મારે કેમ શિખડાવવો.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

ભાજપના જ આગેવાન દ્વારાલખાયેલી બીજી પોસ્ટ આ મુજબ છે.

આજે તમામ હદ વટી ગઈ એટલે ના છૂટકે આ લખવું પડે છે…મન માં થોડી એવી વાત પણ આવે છે કે લોકો કહેશે એ તો એવાજ છે તમે તો સમજુ છો ને! પણ આ વખતે મર્યાદા તૂટી છે, મારા ઘરના મેમ્બરો ને નુકશાન થયું છે, મારા બાળકો ને પથ્થર વાગતા રહી ગયો છે, મારા ઘરના કાચ ફૂટ્યા છે અને સૌથી વધુ અમારા સ્વમાન પર ઘા થયો છે અને સહન ન થાય તેવા શબ્દો સાંભળવા પડ્યા છે.

 પુત્ર ને ટપાર વાને બદલે સાથ આપે રાખ્યો.

વાત એમ થઈ કે ઘરની અગાસી માં બેઠી બાળકો પરીક્ષા હોવાથી વાંચતા હતા, ઘડીક ફ્રેશ થવા માટે કે બાળસહજ ગમ્મત કરતા હોળી ના પાણી ભરેલા ફુગ્ગા ઓ ઉલાળીને રમતા હતા તેમાંથી એક ફુગ્ગો છટકી બાજુ ના ઘરમાં ગયો જે નેતાપુત્ર જાબાલ ને ધ્યાને ચડ્યું અને અત્યંત ગુસ્સે થઈ ઘરમાં પડેલા કપચા ના માંડ્યો ઘા કરવા, જેનાથી બારીનો કાચ પણ ફૂટ્યો અને અમે અવાઝ સાંભળતા દોડતા ઘરની બહાર આવ્યા છતાં 40 વર્ષ ના બાબાભાઈ એ રાડો નાખવાનું, પથ્થર ફેકવાનું અને મારા ઘરના સ્ત્રી સભ્યો સાથે અસભ્યતા ચાલુ રાખી અને સુશ્રી બહેને પણ પૂરતા ભારે શબ્દો સાથે એમનો ગુસ્સો ઠાલવે રાખ્યો અને વ્હાલા પુત્ર ને ટપાર વાને બદલે સાથ આપે રાખ્યો.

મારા પરિવારના સન્માનના ભોગે નહીં પરવડે

મેં કહ્યું પણ ખરું કે નાના બાળકો છે- બોલવામાં સભ્યતા રાખો- બહેન આપના હોદ્દાની મર્યાદા તો રાખો પણ ના. સત્તા ના મદ માં બધીજ મર્યાદાઓ ચુક્યા.( લાગે છે આવા સ્વભાવ ને કારણે જ એમના મતવિસ્તાર ના લગભગ બધાજ કાર્યકર્તાઓ એ મોવડી મંડળ ને એકસુરે રજુઆત કરેલી કે કોઈપણ ચાલશે – આ બહેન ના જોઈએ) એટલે નાછૂટકે મારે પણ તેમને યોગ્ય શબ્દો માં કહેવું પડ્યું કે આ બરાબર નથી અને આ હવે સહન નહીં થાય. આનો જવાબ હું ચોક્કસ આપીશ. જેના ભાગ રૂપે આ વાત હું રાખું છું.

મને ખ્યાલ છે કે આમાં મારી બાજુ પણ લોકો ને અંદરખાને થોડા વિચારો આવશે પણ એ મને મારા અને મારા પરિવારના સન્માનના ભોગે નહીં પરવડે

આ પણ વાંચો : Gujarati Video : અમદાવાદમાં વાયરલ કેસમાં થયો વધારો, સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">