Bhavnagar: માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, ભાવ સારા મળતા જગતનો તાત ખુશખુશાલ
શનિવારે યાર્ડમાં ડુંગળીની 70 હજાર ગુણીની આવક થઈ હતી. છેલ્લા પાંચ દિવસથી ડુંગળીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ભાવનગર યાર્ડમાં દિવસ દરમિયાન તબક્કાવાર હરાજી કરાય તો પણ માંડ 50થી 60 હજાર ગુણીની હરાજી કરી શકાય તેવી સ્થિતિ છે.
ભાવનગર (Bhavnagar)જિલ્લામાં આ વર્ષે ડુંગળી (Onion)ના પાકનું મબલખ ઉત્પાદન થયુ છે. જેના પગલે ભાવનગર માર્કેટિંગ યાર્ડ (Marketing Yard)માં મોટા પ્રમાણમાં ડુંગળીનો જથ્થો વેચાણ માટે આવી રહ્યો છે. હાલમાં ડુંગળીની આવકમાં વધારો થતાં ભાવનગર યાર્ડમાં જગ્યા પણ ઓછી પડી રહી છે. ખેડૂતોને ડુંગળીના ભાવ ખુબ જ સારા મળી રહ્યા છે. જેને લઈને ખેડૂતો (Farmers) અને વેપારીઓ પણ ખુશ છે. ત્યારે આવનારા દિવસોમાં ડુંગળીના ભાવ આ જ પ્રમાણે સ્થિર રહે તેવી ખેડૂતો સરકારને અપીલ કરી રહ્યા છે.
ભાવનગર જીલ્લો એટલે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન કરતો જિલ્લો છે. ત્યારે આ વર્ષે પણ ડુંગળીનું વાવેતર ખૂબ જ મોટી માત્રામાં થતા હાલમાં ડુંગળીનું ઉત્પાદનનો મબલક પાક ભાવનગર અને મહુવાના યાર્ડમાં વેચાણ માટે આવી રહ્યો છે. ડુંગળીના સારા ભાવ મળતા જિલ્લાના તાલુકા મથકો પરથી ડુંગળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લાના યાર્ડમાં દૈનિક 60થી 70 હજાર ગુણીની આવક થઈ રહી છે. જોકે યાર્ડની કેપીસિટી ઓછી પડતાં નારી ચોકડી પાસે સબ યાર્ડમાં ડુંગળી વેચાણ માટે મુકાઈ રહી છે.
શનિવારે યાર્ડમાં ડુંગળીની 70 હજાર ગુણીની આવક થઈ હતી. છેલ્લા પાંચ દિવસથી ડુંગળીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ભાવનગર યાર્ડમાં દિવસ દરમિયાન તબક્કાવાર હરાજી કરાય તો પણ માંડ 50થી 60 હજાર ગુણીની હરાજી કરી શકાય તેવી સ્થિતિ છે. સતત ડુંગળીની આવકથી યાર્ડ ખીચોખીચ ભરાઈ ગયા છે.
થોડા સમય પહેલાં જ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીને લઈને સારા ભાવ મળે તે માટે નિકાસથી લઈને અમુક બાબતોમાં ધ્યાન આપે તેવી સૂચન કરવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં ખેડૂતોને ડુંગળીના ભાવ ખુબ જ સારા મળી રહ્યા છે. 350થી 575 સુધીના ભાવે વીસ કિલો ડુંગળી વેચાઈ રહી છે. સારા ભાવ મળતા ખેડૂતો ખુશ ખુશાલ છે જોકે આ ભાવ કેટલા દિવસ મળે તે પણ કંઈ નક્કી ના કેહવાય, જેમ વધારે ડુંગળીની આવક થશે તેમ ભાવ ઘટવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે જાણકાર ખેડૂતોના કેહવા પ્રમાણે આ વર્ષે ડુંગળીના પાકમાં રોગચાળો અને પાછોતરા વરસાદને લીધે ડુંગળીનું ઉત્પાદન ઘટશે અને મોટી માત્રામા ડુંગળીની આવક લાંબા દિવસો નહીં થાય.
આ પણ વાંચો- ડાંગ : નવા બની રહેલા ડેમોને લઇને સ્થાનિકોમાં ચિંતા, વાંસદા-ચીખલીના ધારાસભ્યની આગેવાનીમાં બેઠક યોજાઇ
આ પણ વાંચો- Mandi: અમરેલીની રાજુલા APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 3,210 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ