ભાવનગર : ડુંગળીની આવક વધવાની સાથે ભાવો તળિયે બેસી જતા ખેડૂતો નિરાશ થયા
હાલમાં ડુંગળીની આવક વધતા ડુંગળીના ભાવ ખેડૂતોને સારા મળવાને બદલે સાવ તળીયે પહોંચી ગયા છે. ડુંગળીના ભાવ સાવ તળીયે પહોંચી જતા ભાવનગર જીલ્લાના ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો પાયમાલ થઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે.
સમગ્ર રાજ્યમાં ભાવનગર જીલ્લામાં સૌથી મોટું ડુંગળીનું (Onion)ઉત્પાદન થાય છે. હાલમાં ડુંગળીના વાવેત્તર બાદ ડુંગળી ખૂબજ મોટા પ્રમાણમાં ભાવનગર (Bhavnagar) અને મહુવા (Mahuva) યાર્ડમાં વેચાવા આવી ગઈ છે. અને હજુ નવી ડુંગળી પણ વેચાણ માટે સતત આવી રહી છે. આ વર્ષે ડુંગળીના ઉત્પાદનમાં ખેડૂતોને ડુંગળીનો ઉતારો ઓછો આવ્યો છે. પરંતુ ભાવનગર જિલ્લામાં ખૂબજ મોટા પ્રમાણમાં વાવેતર થયું હોવાથી ડુંગળીની આવક યાર્ડમાં વેચાણ માટે ખુબજ સારી થઈ રહી છે. શરૂઆતમાં ડુંગળીના ભાવ ખૂબજ સારા હતા. પરંતુ હાલમાં ડુંગળીની આવક વધતા ડુંગળીના ભાવ ખેડૂતોને સારા મળવાને બદલે સાવ તળીયે પહોંચી ગયા છે. ડુંગળીના ભાવ સાવ તળીયે પહોંચી જતા ભાવનગર જીલ્લાના ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો પાયમાલ થઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે.
ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન સૌથી વધારે ભાવનગર જીલ્લામાં થાય છે. મહારાષ્ટ્રમાં નાસિકની જેમ ભાવનગર જીલ્લામાં તળાજા અને મહુવામાં ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને ડુંગળીનો મબલખ પાક આ વિસ્તાર લે છે. ભાવનગર જીલ્લામાં આ વર્ષે 18000થી વધારે હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવેલ છે. આ વર્ષે ડુંગળીના વાવેતર માંટે બિયારણના ભાવ આસમાને રહ્યા હતા. આમ છતા ખેડૂતોએ સારાભાવની આશાએ મોંઘાભાવના બિયારણ લાવી ડુંગળીનું વાવેતર કર્યું હતું, જ્યાં સુધી ડુંગળીનું ઉત્પાદન ખેતીમાંથી માર્કેટિંગ યાર્ડમાં વેચાવા આવ્યું ના હતું. ત્યાં સુધી ડુંગળીના ભાવ 20 કિલોના ભાવ આસમાને પહોંચી ગયા હતા. અને છુટક બજારમાં ડુંગળીના ભાવ કિલોના 40 રૂપિયાથી વધારે થઇ ગયા હતા, અને મણના ભાવ રૂ.600 થી 700 થઇ ગયા હતા, જેને લઈને ખેડૂતોએ આવા ભાવ મળશે તેવી આશાએ ડુંગળીના મોંઘા બિયારણો લાવી વ્યાજે પૈસા લઇ નાના ખેડૂતોએ જોખમ કરી ડુંગળીને પકાવી તો ખરી, પરંતુ હોંશેહોંશે ડુંગળી લઇ ગામડેથી ભાવનગર યાર્ડમાં વેચવા આવી વેચાણના ભાવ સાંભળી ખેડૂત ભારે નિરાશામાં મુકાયો છે. અને ડુંગળીના ઉપજણના પણ ભાવ નથી મળી રહ્યા.
આજે ભાવનગર માર્કેટીંગયાર્ડમાં 20 કિલો ડુંગળી 60 રૂપિયાથી 150 રૂપિયામાં વેચાઇ છે. જેમાં મોટા ભાગની ડુંગળી 100 રૂપિયા નીચેના ભાવમાં વેચાઈ છે. જેને લઈને ડુંગળી પક્વનાર ખેડૂત પાયમાલ થઈ જવા પામેલ છે. અને ડુંગળીના ભાવ એટલા નીચે જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો :ઉત્તર ગુજરાતમાં લોકોને પીવાના પાણીની સમસ્યા નહિ સર્જાય : ઋષિકેશ પટેલ