ઉત્તર ગુજરાતમાં લોકોને પીવાના પાણીની સમસ્યા નહિ સર્જાય : ઋષિકેશ પટેલ
ઉત્તર ગુજરાતના(North Gujarat) વિવિધ ડેમોમાં પાણીનો પૂરવઠો ઘટ્યો છે. જો કે તેમ છતાં લોકોને પીવાના પાણીની તકલીફ નહિ પડે તેવી હૈયાધારણ રાજ્યના કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલે આપી છે. જેમાં તેમણે કહ્યું છે કે જે ડેમમાં પાણી નથી તેવા વિસ્તારો માટે પણ અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેમજ લોકોને કોઇપણ જાતની મુશ્કેલી નહિ પડે.
ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં વિવિધ ડેમોમાં પાણીના(Drinking Water) જથ્થો ઘટી રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતના(North Gujarat) વિવિધ ડેમોમાં પાણીનો પૂરવઠો ઘટ્યો છે. જો કે તેમ છતાં લોકોને પીવાના પાણીની તકલીફ નહિ પડે તેવી હૈયાધારણ રાજ્યના કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) આપી છે. જેમાં તેમણે કહ્યું છે કે જે ડેમમાં પાણી નથી તેવા વિસ્તારો માટે પણ અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેમજ લોકોને કોઇપણ જાતની મુશ્કેલી નહિ પડે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાંથી જરૂર મુજબ પાણી લેવાઇ રહ્યું છે. તેમજ હાલ નર્મદા ડેમ અડધો જ ભરેલો છે.રાજ્યના જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 17.19 ટકા પાણીનો જથ્થો છે.મધ્ય ગુજરાતના 17 ડેમમાં 55.14 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.51 ટકા પાણીનો જથ્થો છે.જ્યારે કચ્છના 20 ડેમમાં 22.49 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 52.67 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.આમ રાજ્યના 206 ડેમમાં સરેરાશ 50 ટકા પાણી ઉપલબ્ધ છે.એક રિપોર્ટ મુજબ હાલ રાજ્યના જળાશયોમાં 9 હજાર 858.74 MCM પાણીનો જથ્થો છે જે 31 મે સુધીમાં 6,435.56 MCM રહેવાનો અંદાજ છે .જોકે સૌથી કફોડી સ્થિતિ ઉત્તર ગુજરાતના વિસ્તારોની છે. જળાશયોમાં જળની સ્થિતિના આંકડા ચિંતાનું કારણ બની શકે છે.
આ પણ વાંચો : સુરતમાં 20 લાખની ચોરીના કેસમાં પોલીસે 12 લાખ રોકડ સાથે એક યુવકને ઝડપાયો, મુખ્ય આરોપી હજુ ફરાર
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
નર્મદામાં 75 લાખના તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો
