ભાવનગર : જિલ્લાના અંતરિયાળ ગામોમાં એસટી બસની સુવિધાનો અભાવ, વિદ્યાર્થીઓ છકડા પાછળ લટકી શાળાએ જવા મજબૂર
જિલ્લાના અંતરિયાળ ગામોમાં એસટી બસની સુવિધાનો અભાવ હોવાના કારણે વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. તંત્રની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં ખીચોખચ્ચ બેસવું પડે છે.
દેશભરમાં સરકાર બાળકોને શિક્ષા પ્રાપ્ત થાય તે માટે જુદી-જુદી યોજનાઓ ચલાવી રહી છે. જેથી બાળકોને શિક્ષણ મેળવવાનો પ્રાથમિક હક પ્રાપ્ત થઈ શકે. પરંતુ, ભાવનગર જિલ્લામાં અંતરિયાળ ગામોના શાળાના વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. જિલ્લાના અંતરિયાળ ગામોમાં એસટી બસની સુવિધાનો અભાવ હોવાના કારણે વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે.
તંત્રની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં ખચોખચ બેસવું પડે છે તો કેટલાક વિદ્યાર્થીઓ છકડા પાછળ લટકતા-લટકતા શાળાએ જવુ પડે છે. શાળાના વિદ્યાર્થીઓને રોજ 8 થી 10 કિલોમીટરની મુસાફરી જીવના જોખમે કરવી પડે છે. આ ઉપરાંત ખાનગી વાહનચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને વાહનને બેફામ ચલાવતા જોવા મળે છે સાથે જ વાહનની ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને ઘેટા-બકરાની જેમ વાહનમાં બેસાડવામાં આવે છે.આ બાબતે અત્યાર સુધી નિષ્ફળ રહેલા RTO તંત્રએ હવે કાર્યવાહીનો દાવો કર્યો છે.
આ પણ વાંચો : ભાવનગર : રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, રિક્ષા ચાલક સહિત ઘટના સ્થળે જ 3 લોકોના મોત
આ પહેલા પણ બોટાદના રાજપરા અને હામાપરના ગામની વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે એસટી બસો ઉભી ના રહેતા ખાનગી વાહનોની ડિકીમાં બેસીને જવા માટે મજબૂર થયાની ઘટના સામે આવી હતી. રાજપરા અને હામાપરના 150 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગોરડકા જાય છે. વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ અને ગામના આગેવાનોએ તાત્કાલીક ધોરણે એસટી બસ ફાળવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને શાળા સુધી પહોંચવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. જેથી વાલીઓએ તંત્ર સામે બસ ફાળવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
વિદ્યાર્થિનીઓએ કર્યો આક્ષેપ
અભ્યાસ મેળવવા માટે ગામથી દુર જતા વિદ્યાર્થીઓ આવવા જવા માટે એસટી બસ સહિતના સરકારી સાધનો ન મળતા વિધાર્થીઓને ખાનગી વાહનોનો સહારો લેવો પડતો હતો. તેમાં પણ વાહન ચાલકો વિદ્યાર્થીઓની મજબૂરીનો લાભ ઉઠાવતા હતાં. વાહનમા જગ્યાના અભાવે વિદ્યાર્થિનીઓ કારની ડેકીમાં બેસીને અભ્યાસમાં માટે શાળાએ જવુ પડતું હતું. જ્યારે ST બસ સમયસર ન આવતી હોવાથી આ ઉપરાંત બસના ડ્રાઇવર-કંડકટર મનમાની ચલાવી બસ ઉભી ન રાખતા હોવાનો દિકરીઓએ આરોપ લગાવ્યો હતો.