ભાવનગર : રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, રિક્ષા ચાલક સહિત ઘટના સ્થળે જ 3 લોકોના મોત

રિક્ષા ચાલકની સાથે બે શિક્ષકો પણ સવાર હતાં જેઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે સંપૂર્ણ ઘટનાની જાણ પોલીસને કરવામા આવી હતી અને અકસ્માતમા મૃત પામેલ ત્રણેય લોકોને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

ભાવનગર : રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, રિક્ષા ચાલક સહિત ઘટના સ્થળે જ 3 લોકોના મોત
Accident between rickshaw and truck
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 1:32 PM

રાજ્યમાં અકસ્માતની ઘટના વારંવાર જોવા મળે છે. ભાવનગરમાં મહુવા નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે નેશનલ હાઈવે-8 પર મહુવાથી વડલી ગામ તરફ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. મળતી માહિતી અનુસાર રિક્ષા મહુવાની આરબીકે હનુમંત હાઈસ્કૂલ શાળાની હતી.

આ પણ વાંચો : Bhavnagar Police Station List: ભાવનગર શહેરમાં કેટલા પોલીસ મથક છે અને ક્યાં આવ્યા છે ? વાંચો આ પોસ્ટ અને વધારો KNOWLEDGE

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

રિક્ષા ચાલકની સાથે બે શિક્ષકો પણ સવાર હતાં જેઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે સંપૂર્ણ ઘટનાની જાણ પોલીસને કરવામા આવી હતી અને અકસ્માતમા મૃત પામેલ ત્રણેય લોકોને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા પરંતુ તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં જીવ ગુમાવનાર રિક્ષા ચાલકના 5 ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા પરંતુ તેના પહેલા જ તેનું અકસ્માતમાં મોત થયું છે. અકસ્માતમાં મૃત પામેલ મૃતકોના ઘરમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું છે.

આજે ભાવનગર ઉપરાંત રાજકોટમાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના ટાગોર રોડ પર અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેના ફુટેઝ સામે આવી રહ્યાં છે. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર શો રૂમમાં ઘુસી હતી અને અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ રોડ નજીક આવેલ ઇન્ટિરિયરના શો રૂમમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું.

આ અગાઉ પણ રાજકોટથી વિસાવદર જતી જાનૈયાઓની ટ્રાવેલ્સ બસ અને યુટીલિટી વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રાવેલ્સ નજીકમાં આવેલી નોનવેજની લારીને અડફેટે લઈને કારખાનાની દિવાલમાં ઘુસી ગઈ હતી. જો કે જાનૈયાઓને કોઈ ઈજા થઈ ન હતી.

સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા. જાનની બસ ગોંડલમાં ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ નજીકથી પસાર થતી હતી, ત્યારે અકસ્માત નડ્યો હતો. રાજકોટથી વિસાવદર લગ્નનો પ્રસંગ પતાવી બસ જાનૈયાઓને લઈને વિસાવદર તરફ જતા બસ ચાલકે કાબુ ગુમાવતા પિકઅપ વાન સાથે અકસ્માત સર્જાયો હતો.

g clip-path="url(#clip0_868_265)">