Bhavnagar: શહેરની શાન બની રહેલા વિવિધ પ્રકારના ગાંઠિયા રોજગારી સર્જનમાં અવ્વલ, તહેવારોમાં વધ્યું વેચાણ

ભાવનગરમાં નાના-મોટા વેપારીઓને ગાંઠિયાના ઉત્પાદકો મળીને 225 થી વધુ વેપારીઓ (Merchant) છે. જેમને ત્યાં લોકોને રોજગારી પણ અપાય છે. જેમાં 25 વર્ષથી લઈને 165 વર્ષ જૂના અને પાંચેક પેઢીથી ગાંઠિયાનો વ્યવસાય કરતા વેપારીઓ પણ સામેલ છે.

Bhavnagar: શહેરની શાન બની રહેલા વિવિધ પ્રકારના ગાંઠિયા રોજગારી સર્જનમાં અવ્વલ, તહેવારોમાં વધ્યું વેચાણ
Employment has increased from ganthiya industry
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Aug 17, 2022 | 8:21 PM

ભાવનગરના (Bhavnagar) ગાંઠીયા એ હવે દેશ-વિદેશમાં ઓળખ બનતા શહેરમાં એક ઉદ્યોગ (Industry) બની ગયો છે. ગાંઠિયાને (Bhavnagari Ganthiya) કારણે ભાવનગર શહેર જાણીતું પણ બની ગયું છે. ભાવનગર શહેરમાં વહેલી સવારથી શરૂ કરીને મોડી રાત સુધી ગાંઠીયા બનતા રહે છે જે અનેક લોકોને રોજગારી આપે છે અને તેના નાના મોટા અનેક કારખાનાઓ પણ ધમધમે છે. એક અંદાજ મુજબ ભાવનગરમાં દરરોજ ગાંઠિયાના વેપારને લઈને એક કરોડનો વકરો થાય છે, જેને લીધે આ ગાંઠીયા એક ઉદ્યોગ બની ગયો છે. નોધનયી છે કે એક સમયે ભાવનગર શહેર ગાંડા, ગાંઠિયા અને ગાયો માટે જાણીતું હતું અને હાલના સમયમાં ભાવનગરી ગાંઠિયા દેશ વિદેશમાં પ્રખ્યાત થયા છે. હાલ સાતમ-આઠમના તહેવારને કારણે ગાંઠિયાનું વેચાણ વધ્યું છે. ગુજરાતના અન્ય શહેરોના લોકો પણ ઓર્ડરથી ભાવનગરના ગાંઠિયા મંગાવતા હોય છે.

ભાવનગરમાં ગાંઠિયા બનાવીને લોકો રળે છે રોજગારી

ફરસાણોની દુકાનો પર દુકાનદારો ઉપરાંત ભાવનગરમાં નાના-મોટા વેપારીઓને ગાંઠિયાના ઉત્પાદકો મળીને 225 થી વધુ વેપારીઓ  છે. જેમને ત્યાં લોકોને રોજગારી પણ અપાય છે. જેમાં 25 વર્ષથી લઈને 165 વર્ષ જૂના અને પાંચેક પેઢીથી ગાંઠિયાનો વ્યવસાય કરતા વેપારીઓ પણ સામેલ છે. જેમણે પોતાની ગાંઠિયાની ગુણવત્તાને લઈને સમગ્ર ભાવનગર શહેરને ઓળખ અપાવી છે. ભાવનગર માટે તેમની ભૂમિકા મહત્વપૂર્ણ છે અહીં દરરોજ 5 ટન ગાંઠિયાનું ઉત્પાદન થાય છે.

ગાંઠિયાના વિવિધ પ્રકાર દેશ વિદેશમાં પ્રખ્યાત

પપૈયા, તળેલા લીલા મરચા, કઢી વગેરે સાથે ગાંઠિયા પીરસવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં કાચી કેરી પણ મળતી હોય છે. એ દરમિયાન પપૈયા છીણમાં કાચી કેરીની છીણ પણ ઉમેરવામાં આવે છે. ફાફડીયા ગાંઠિયા ઉપરાંત પાપડી ગાંઠિયા, મરી ગાંઠિયા, ડબલ મરી ગાંઠિયા, અંગૂઠિયા ગાંઠિયા જેવા વિવિધ જાતના ગાંઠિયાએ મળે છે. વિવિધ પ્રકારના ગાંઠીયાઓના ભાવ કિલોએ રૂપિયા આ પ્રમાણે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઝીણા ગાંઠીયા 280, જાડા મરી મસાલા 280, ગાંઠીયા 180, તીખા ગાંઠીયા 270, લસણીયા ગાંઠીયા 240, પાલક ગાંઠીયા 250, મેથી ગાંઠીયા 280, કુલવળી ગાંઠીયા 270, ટમટમ ગાંઠીયા 160, ચંપાકલી ગાંઠીયા 230, માખણીયા ગાંઠીયા 240, પાપડી 180, તીખી પાપડી 180, જીણા તીખા ગાંઠીયા 200, શાકના ગાંઠીયા 200, નવા જીણા તીખા 190, ફાફડા ગાંઠીયા 340 રૂપિયાના. આમ ભાવનગરના ગાંઠિયા માત્ર ગુજરાત કે ભારત નહિ પણ અમરેકાથી લઈને વિશ્વના અનેક દેશોમાં ભાવનગરના ગાંઠિયા નિયમિત પહોંચે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">