Bhavanagar : રજીસ્ટ્રેશન બાદ પણ રસીકરણમાં લોકો નિરુત્સાહી, 12 દિવસમાં આટલા લોકોનું થયું જ રસીકરણ

Charmi Katira
| Edited By: | Updated on: Jun 02, 2021 | 12:29 PM

Bhavanagar : કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. કોરોના સામેની એક માત્ર હથિયાર હોય તો તે છે રસીકરણ.( Corona Vaccination)

Bhavanagar :કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. કોરોના સામે એક માત્ર હથિયાર છે તો તે છે રસીકરણ.( Corona Vaccination) કેન્દ્ર સરકાર કોરોના સામેનો જંગ જીતવા માટે 1 મેથી 18 વર્ષથી વધુ વયના લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. 18 વર્ષથી વધુ વયના લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવતા યુવા વર્ગમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોને રસીકરણ માટે સ્લોટ મળતા ના હતા.

તો બીજી તરફ ભાવનગર શહેરમાં રોજના 1000 લોકોને રસીકરણ આપવાની લિમિટ રહેતા લોકો રસી માટે ઓનલાઇનમાં કાગડોળે રાહ જોઈ બેઠા હતા. છેલ્લા 12 દિવસથી શહેરના 20 કેન્દ્ર પર 4000 લોકો વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

પરંતુ આ 12 દિવસમાં 15476 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ રસી મુકાવી ના હતી. આરોગ્ય વિભાગ દ્વારા રસીનો વેડફાટ ના થાય તેની તકેદારી રાખવામાં આવે છ. પરંતુ લોકો રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ લોકો રસી લેવા ન જતા રસીનો વેડફાટ થઇ રહ્યો છે.

પહેલી મેથી ભાવનગર શહેરના 10 કેન્દ્રો પર એક એક કેન્દ્રમાં 100 વ્યક્તિઓને રસી આપવાની મંજૂરી સાથે રોજના 1000 જેટલા જ 18 થી 44 વર્ષના લોકોને રસી અપાતી હતી. પરંતુ 20મી મે બાદ 20 કેન્દ્રો પર દરેક કેન્દ્રમાં 200 લેખે રોજના 18 થી 44 વર્ષના 4,000 લોકોને રસીકરણ આપવાનું શરૂ કર્યું.

પરંતુ આજ સુધી એક પણ દિવસ 4,000 લોકોને રસીકરણ થયું નથી. 20મી મે થી 31મી મે દરમિયાન 12 દિવસમાં 18 થી 44 વર્ષના 48,000 લોકોને રસીકરણ આપી શકવાની ક્ષમતા સામે માત્ર 32,524 લોકોએ જ રસીકરણ કરાવ્યું હતું. જે દર્શાવે છે કે ભાવનગરમાં લોકોને રસીકરણમાં ઉત્સાહ નથી.

31 મે ના રોજ ગુજરાતમાં દૈનિક રસીકરણનો આંકડો 2 લાખને પાર થયો હતો અને આજે 1 જૂનના રોજ 1,96,793 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રસીકરણ અભિયાનમાં છેલ્લા પાંચ દિવસના આ આંકડાઓ સીમાચિહ્નરૂપ છે.

g clip-path="url(#clip0_868_265)">