AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: શહેરીજનો માટે રાહતના સમાચાર, શેત્રુંજી, મહિપરીએજ અને બોરતળાવમાં પાણીનો પૂરતો જથ્થો, ઉનાળામાં તંગી નહિ સર્જાય

આગામી 31મી જુલાઈ સુધી એક પણ પાણી કાપ આપ્યા વગર લોકોને નિયમિત પણે પાણી મળી રહેશે, ભાવનગરની 165 એમએલડીની જરૂરિયાત સામે 155 એમએલડી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. તે મુજબ આગામી દિવસોમાં પણ પાણી વિતરણ કરાશે.

Bhavnagar: શહેરીજનો માટે રાહતના સમાચાર,  શેત્રુંજી, મહિપરીએજ અને બોરતળાવમાં પાણીનો પૂરતો જથ્થો, ઉનાળામાં તંગી નહિ સર્જાય
Shetruji Dam
Ajit Gadhavi
| Edited By: | Updated on: Mar 13, 2022 | 11:37 AM
Share

ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે સાથોસાથ ભાવનગર (Bhavnagar) નગરજનોને ઉનાળામાં પીવાના પાણી  (water) ની ચિંતા પણ સતાવતી હોય છે. પરંતુ આ વર્ષે ભાવનગરવાસીઓ માટે સારા સમાચાર એ છે કે ભાવનગર શહેરમાં આ વર્ષે ઉનાળા (summer) માં પીવાના પાણીની જરાય ચિંતા રહેશે નહીં, પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત એવા શેત્રુંજી (Shetrunji) , મહિપરીએજ અને બોરતળાવમાં પૂરતો પાણીનો જથ્થો પડયો છે. જે પ્રમાણે આગામી જુલાઈના અંત સુધી એક પણ પાણીકાપ આપ્યા વગર નિયમિત રીતે ભાવનગરવાસીઓને પીવાનું પાણી મળી રહેશે.

ભાવનગર માટે છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા ખૂબ જ હળવી બની ગઈ છે. એકાંતરા પાણી અને અઠવાડી પાણીકાપ ભૂતકાળ બની ગયો છે. પહેલા જેવી પાણીની સમસ્યા હવે રહી નથી પાણીના નેટવર્ક પણ ડેવલોપ થઈ ગયા છે. સાથોસાથ કુદરતની મહેરથી પાણીના સ્ત્રોતમાં પણ જથ્થો જળવાયેલો રહે છે. ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં 1,55,000 જોડાણ અને નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારો સિવાય ખાસ કોઇ ફરિયાદ રહેતી નથી, પરંતુ આ વર્ષે ઉનાળામાં પણ ખાસ પીવાના પાણીની ફરિયાદ રહેશે નહીં તેઓ તંત્રનો દાવો છે. ભાવનગર શહેરની જરૂરિયાત મુજબ પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત શેત્રુંજી ડેમ, મહિપરીએજ અને બોરતળાવમાં હાલ જે જીવંત જથ્થો તો છે તે પ્રમાણે આગામી ૩૧મી જુલાઈ સુધી એક પણ પાણી કાપ આપ્યા વગર લોકોને નિયમિત પણે પાણી મળી રહેશે, ભાવનગરની 165 એમએલડીની જરૂરિયાત સામે 155 એમએલડી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. તે મુજબ આગામી દિવસોમાં પણ પાણી વિતરણ કરવામાં આવશે.

ભાવનગરના ઘર આંગણે આવેલા પાણીના સ્ત્રોત બોર તળાવમાં પણ હાલમાં 38.6 પાણીનું લેવલ છે. જેમાં 470 એમસીએફટી જીવંત પાણીનો જથ્થો પડયો છે. આ સિવાય વાત કરવી તો શેત્રુંજી ડેમમાં થી ભાવનગર કોર્પોરેશન 55 એમએલડી પાણી મેળવે છે. હાલમાં શેત્રુંજી ડેમમાં 31 ફૂટ નું લેવલ છે ડેમમાં 8000 એમસીએફટી પાણી નો જીવંત જથ્થો પડયો છે. શેત્રુંજી માં થી પાણીનો 90 એમએલડી પાણી નો જથ્થો, બોરતળાવ માંથી 24 એમએલડી પાણી નો જથ્થો અને મહીંપરીએજ માંથી 52 એમએલડી મળીને પાણીનો 155 એમએલડી પાણી નો જથ્થો લેવામાં આવે છે. પાણીની જરૂરિયાત 165 એમએલડી છે. હાલ ભાવનગર શહેરમાં કુલ 1,55,000 કુલ નળ કનેક્શન આવેલા છે.

આ પણ વાંચોઃ સ્માર્ટ સિટી અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટ પણ બનશે સ્માર્ટ, એક મેસેજથી થઈ જશે ચાલુ, આ રીતે કરશે કામ

આ પણ વાંચોઃ Tapi: બાજીપુરામાં આજે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાશે, અમિત શાહ લાખો પશુપાલકોને કરશે સંબોધન

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">