AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: રખડતાં ઢોરનો આતંક યથાવત્ , આશાસ્પદ યુવાનનો લીધો ભોગ 

ભાવનગર મહાનગરમાં રખડતા ઢોરનો  ત્રાસ ચરમસીમાએ છે. શહેરના લગભગ તમામ રસ્તાઓ પર ઢોર અડિંગો જમાવી બેસેલા જોવા મળે છે. ટ્રાફિકમાં અડચણરૂપ ઢોર ક્યારેક અકસ્માતનું  પણ કારણ બને છે. જ્યભરમાં રખડતા ઢોરનાત્રાસને કારણે અનેક લોકોના જીવ ગયા છે.

Bhavnagar: રખડતાં ઢોરનો આતંક યથાવત્ , આશાસ્પદ યુવાનનો લીધો ભોગ 
Image Credit source: simbolic image
Ajit Gadhavi
| Edited By: | Updated on: Jan 25, 2023 | 12:31 PM
Share

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો હાઈકોર્ટે રાજ્ય સરકારને અનેક નિર્દેશ છતાં તંત્ર તેનો કડક અમલ કરાવવામાં નિષ્ફળ નિવડ્યું હોય તેમ લાગી રહ્યું છે. આવી જ એક ઘટનામાં રખડતા ઢોરે યુવાનનો ભોગ લીધો છે અને ભાવનગરમાં ફરી રખડતા ઢોરને કારણે એક નિર્દોષ યુવાને જીવ ખોવાનો વારો આવ્યો છે. ભાવનગરમાં ત્રાપજ બંગલા પાસે રખડતા ઢોરની અડફેટે એક યુવાનનું મોત થયું છે. બનાવની વાત કરીએ તો ત્રાપજ બંગલા પાસે એક યુવાન કાર લઇને જઇ રહ્યો હતો ત્યારે રસ્તા પર આખલાની અડફેટે આવ્યો હતો. અચાનક રસ્તા વચ્ચે આખલો આવી જતા કારનો અકસ્માત થયો હતો અને યુવાન ઇજાગ્રસ્ત થયો હતો. જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે  સર ટી. હોસ્પિટલ  ખાતે ખસેડવામાં આવ્યો હતો  જ્યાં  સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું.

ભાવનગર મહાનગરમાં રખડતા ઢોરનો  ત્રાસ ચરમસીમાએ છે. શહેરના લગભગ તમામ રસ્તાઓ પર ઢોર અડિંગો જમાવી બેસેલા જોવા મળે છે. ટ્રાફિકમાં અડચણરૂપ ઢોર ક્યારેક અકસ્માતનું  પણ કારણ બને છે. જ્યભરમાં રખડતા ઢોરનાત્રાસને કારણે અનેક લોકોના જીવ ગયા છે.  ભૂતકાળમાં આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક પગલા ભરવાના નિર્દેશ આપ્યા  હતા. આમ છતા હજુ પણ ઘણા મહાનગરોમાં રખડતા ઢોર હજુ પણ અડિંગો જમાવીને બેઠેલા જોવા મળે છે. ભાવનગર જિલ્લામાં પણ રખડતા ઢોરનો ત્રાસ હજુ યથાવત છે. હાઇકોર્ટના કડક આદેશ આપ્યા બાદ પણ નક્કર અમલવારીના અભાવે રખડતાં ઢોરના કારણે ભાવનગરમાં એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો છે.

મહત્વનું છે કે 24 ઓગસ્ટે હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે રખડતા ઢોરને કારણે કોઇના જીવ ન જવા જોઇએ. જો આ મામલે સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. સાથે હાઇકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટે ગતરોજ રાજ્ય સરકારને સીધો પ્રશ્ન કર્યો હતો કે રખડતા ઢોરોના ત્રાસ નિવારણ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વારંવાર જાહેર કરાયેલા મહત્વના આદેશો છતાં રખડતા ઢોરોની ગંભીર સમસ્યાનું નિરાકરણ શા માટે હજુ સુધી આવ્યું નથી? જોકે વિવિધ જિલ્લા તંત્રને આ આદેશની પડી ન હોય તેમ શહેરીજનો  વારંવાર કડતા ઢોરના આતંકનો ભોગ બને છે

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">