AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણીના પગલે તંત્ર એલર્ટ, જાણો 24 કલાકમાં તમારા વિસ્તારમાં કેટલો વરસ્યો વરસાદ

ઉકાઈ ડેમમાં જળ સપાટી 315.54 ફૂટ છે જેમાં ઈનફ્લો અને આઉટફ્લો 1 હજાર ક્યુસેક છે. જિલ્લામાં સૌથી વધુ ચોર્યાસી તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસાયો હતો જયારે સૌથી ઓછો વરસાદ સુરત શહેરમાં 4 મિમિ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણીના પગલે તંત્ર એલર્ટ, જાણો 24 કલાકમાં તમારા વિસ્તારમાં કેટલો વરસ્યો વરસાદ
Rain in South Gujarat
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2022 | 8:52 AM
Share

હવામાન વિભાગ(IMD) દ્વારા ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આજે તા. 7 જુલાઈથી થી 10 જુલાઇ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવતા NDRF ની ટિમ તૈનાત કરવા સહિતના અગમચેતીના પગલાં ભરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) પણ આકાશી આફતની ચેતવણીના પગલે રાજ્ય સરકારના અને જિલ્લાઓના તંત્રના રાહત બચાવ અને અગમચેતી સંબંધી આગોતરા પગલાંની સમીક્ષઆ કરી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ વઘુમાં તારીખ 07 થી 10 જુલાઇ સુઘી ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે.

હાલ રાજયમાં NDRF ની 9 ટીમો તૈનાત છે તેમાંથી ગીર સોમનાથ-૧, નવસારી-૧, બનાસકાંઠા-1 , રાજકોટ-2, વલસાડ-1 ,સુરત-1 ,ભાવનગર-1 , કચ્છ -1 માં NDRF ની ટીમો ડીપ્લોય કરવામાં આવેલી છે. એસ.ડી.આર.એફ ની 1 – ટીમ પોરબંદર જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવેલ છે.

વલસાડ :

આગાહી વચ્ચે આજે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વલસાડમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે તો સુરત, નવસારી , ડાંગ અને ભરૂચમાં વરસાદની હાજરી નોંધાઈ છે. સવારે 6 વાગ્યા બાદ વલસાડમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાપીમાં બે કલાકમાં 1.6 ઇંચ વરસાદ નોંધાયો હતો જયારે તો પારડી, ઉમરગામ અને વલસાડમાં અડધા થી પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. છેલ્લા ૨૪ કલાકની સ્થિતિ ઉપર નજર કરીએતો સારો વરસાદ વરસાયો હતો. વલસાડ વહીવટીતંત્ર ભારે વરસાદની આગાહીને લઈને એલર્ટ મોડ ઉપર છે.

સુરત :

સુરત  જિલ્લામાં ગઈકાલે સવારે ઓલપાડ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમી હતી. અહીં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સેના ખાડી આસપસના રહીશો માટે ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું હતું. આજે ઉકાઈ ડેમમાં જળ સપાટી 315.54 ફૂટ છે જેમાં ઈનફ્લો અને આઉટફ્લો 1 હજાર ક્યુસેક છે. જિલ્લામાં સૌથી વધુ ચોર્યાસી તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસાયો હતો જયારે સૌથી ઓછો વરસાદ સુરત શહેરમાં 4 મિમિ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં સુરત શહેર જિલ્લામાં નોંધાયેલો વરસાદ  આ મુજબ છે.

  • ઉમરપાડા – 17 mm
  • ઓલપાડ- 23 mm
  • કામરેજ- 10 mm
  • ચોર્યાસી-35 mm
  • મહુવા- 22 mn
  • બારડોલી-15 mm
  • માંગરોળ- 9 mm
  • પલસાણા-12 mm
  • માંડવી-8 mm
  • સુરત સીટી- 4 mm

નવસારી :

નવસારી  જિલ્લામાં વાંસડાને બાદ કરતા તમામ તાલુકાઓમાં વરસાદે હાજરી નોંધાવી છે. જિલ્લામાં સૌથી વધુ નવસારીમાં 23 મિમિ વરસાદ નોંધાયો છે. ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. નવસારીમાં રાત્રે 10 થી સવારે 06 સુધી વરસેલા વરસાદના આંકડા આ મુજબ છે.

  • નવસારી 23 mm,
  • જલાલપોર 14 mm
  • ગણદેવી 04 mm
  • વાંસદા 00 nil
  • ખેરગામ 04 mm
  • ચીખલી 22 mm

ડાંગ :

ડાંગમાં વરસદાએ વિરામ લીધો છે. વનવિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઓછો વરસાદ નોંધાયો છે.

  • આહવા 02 mm
  • વધઈ 08 mm
  • સુબિર 05 mm
  • સાપુતારા 09 mm

ભરૂચ :

ભરૂચ  જિલ્લામાં પણ સરેરાશ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લા કલેકટર દ્વારા ભારે વરસાદની આગાહી દરમ્યાન અધિકારીઓને જિલ્લો ન છોડવા સૂચના આપવામાં આવી છે. ભરૂચમાં ૨૪ કલાકમાં સરેરાશ અડધો ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં હાંસોટ તાલુકામાં ૨ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

  • અંકલેશ્વર 14 mm
  • આમોદ 13 mm
  • જંબુસર 8 mm
  • ઝઘડિયા 12 mm
  • ભરૂચ 17 mm
  • વાગરા 11 mm
  • વાલિયા 6 mm
  • હાંસોટ 50 mm

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">