AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Organ Donation : સુરતના બ્રેઈન ડેડ યુવાનના અંગદાનથી 4 દર્દીઓને નવજીવન મળ્યુ, જુઓ Video

Organ Donation : સુરત જિલ્લાના માંડવી ગામ ના રેહવાસી જયેશભાઇ પ્રજાપતિ જેમની ઉમર 42 વર્ષ છે અને પોતે મિકેનિક ગેરેજ ચલાવતા હતા. જયેશ પ્રજાપતિનું અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાંથી અંગદાન કરાયું છે. જયેશભાઇ તાજેતરમાં દેવમોગરા માતાજીનાં દર્શન માટે ગયા હતા. અહીં ડુંગર ઉપરથી પડી જતાં તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Organ Donation : સુરતના બ્રેઈન ડેડ યુવાનના અંગદાનથી 4 દર્દીઓને નવજીવન મળ્યુ, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 4:47 PM
Share

Organ Donation : અંગદાનએ સૌથી મોટું જીવનદાન કહેવાય છે. અકસ્માતની એક ઘટનામાં ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયેલા માંડવી ગામના જયેશ પ્રજાપતિ બ્રેઈન ડેડ થયા બાદ પરિવારે તેમના અંગદાન થકી અન્ય  લોકોને જીવનદાન આપવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. જયેશ પ્રજાપતિના અંગદાનમાં લીવર, કિડની, લંગ્સ તેમજ કોર્નિયાનું દાન આપવામાં આવ્યું હતું. અંગદાન બાદ અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદ ની ઝાઈડસ હોસ્પિટલ તેમહ હૈદ્રાબાદ ની કે.આઈ.એમ.એસ. હોસ્પિટલની ટીમની ઉપસ્થિતીમાં મહાદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં આખી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. હોસ્પિટલ દ્વારા સ્વ.જયેશભાઇ પટેલને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી અંગદાનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી સાથે આ મહત્વનો નિર્ણય લેવા બદલ પરિવારજનોને બિરદાવવામાં આવ્યા હતા.

સુરત જિલ્લાના માંડવી ગામ ના રેહવાસી જયેશભાઇ પ્રજાપતિ જેમની ઉમર 42 વર્ષ છે અને પોતે મિકેનિક ગેરેજ ચલાવતા હતા. જયેશ પ્રજાપતિનું અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાંથી અંગદાન કરાયું છે. જયેશભાઇ તાજેતરમાં દેવમોગરા માતાજીનાં દર્શન માટે ગયા હતા. અહીં ડુંગર ઉપરથી પડી જતાં તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયેશભાઈને સ્થાનિકો દ્વારા તાત્કાલિક ડેડીયાપાડાના CHC સેન્ટર પર લઈ જવામાં આવ્યા હતા. ઈજાઓ ગંભીર હોવા સાથે વધુ સારવારની જરૂર હોવાથી ડોક્ટરની સલાહ મુજબ ગંભીર પરિસ્થિતિમાં અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં આગળની સારવાર શરૂ કરવામાં આવી હતી. ડોક્ટર દ્વારા તપાસ કરતાં ખબર પડી કે જયેશભાઇ પ્રજાપતિ બ્રેઇન ડેડ છે.

organ donation (2)

22 માર્ચ બપોરે 1 કલાકે આ જાણ થતાં હોસ્પિટલ દ્વારા ડોનેટ લાઈફ સંસ્થાને જાણ કરવામાં આવી હતી. હોસ્પિટલના ન્યૂરોસર્જન ડો.જયપાલસિંહ ગોહિલ તેમજ આઇ.સી.યુ ના ડોક્ટરોની ટીમ દ્વારા જયેશભાઇ પ્રજાપતિના કુટુંબીજનોનું કાઉન્સિલિંગ કરી અંગદાન માટે તૈયાર કરવામાં આવ્યા હતા. આ વ્યક્તિના અંગદાન બીજા ત્રણ થી ચાર લોકોને નવું જીવન પ્રદાન કરી શકે તેમ હોવાની સમજ આપવામાં આવી હતી. પરિવારે હકીકતને સ્વીકારી જયેશ પ્રજાપતિના મૃત્યુ બાદ પણ અન્ય લોકોમાં તેને જીવિત રાખવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અંગદાનમાં લીવર, કિડની, લંગ્સ તેમજ કોર્નિયાનું દાન આપવામાં આવ્યું હતું. અંગદાન બાદ અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદ ની ઝાઈડસ હોસ્પિટલ તેમહ હૈદ્રાબાદ ની કે.આઈ.એમ.એસ. હોસ્પિટલની ટીમની ઉપસ્થિતીમાં મહાદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટલના ડે.મેડિકલ સુપ્રિટેંડેંટ ડો.આત્મી ડેલિવાલાના માર્ગદર્શન તેમજ દેખરેખમાં આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટલ દ્વારા સ્વ.જયેશભાઇ પટેલને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી અંગદાનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી સાથે આ મહત્વનો નિર્ણય લેવા બદલ પરિવારજનોને બિરદાવવામાં આવ્યા હતા.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">