ભરૂચના સાંસદ મનસુખ વસાવાની મોટી જાહેરાત, ચૂંટણી લડવાની વાત પર કર્યો મોટો ખુલાસો! જુઓ Video
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આગામી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેમણે પાર્ટીને યુવાન અને સમર્પિત કાર્યકરને તક આપવા જણાવ્યું.
ભરૂચના વર્તમાન સાંસદ મનસુખ વસાવાએ આગામી લોકસભા ચૂંટણી નહીં લડવાની મોટી જાહેરાત કરી છે. તેમણે ભારતીય જનતા પાર્ટીને નવા અને યુવાન ઉમેદવારને તક આપવાની ભલામણ કરી છે.
નર્મદા ભાજપ કાર્યાલય ખાતે પક્ષના કાર્યકરો સમક્ષ આ નિવેદન આપતાં વસાવાએ જણાવ્યું હતું કે, તેમને જીતાડવા માટે સેંકડો કાર્યકરોએ રાત-દિવસ મહેનત કરી છે, અને આવા સમર્પિત કાર્યકરોને પણ આગેવાની કરવાની તક મળવી જોઈએ.
વસાવાએ ભારપૂર્વક કહ્યું કે, સંસદમાં તેમના પછી એવા યુવાન નેતા આવવા જોઈએ જેઓ પાર્ટીની વિચારધારા સાથે સુસંગત હોય અને કાર્યકર્તાઓને સાથે લઈને ચાલી શકે. તેમણે સ્વીકાર્યું કે અંતિમ નિર્ણય પક્ષનો હશે, પરંતુ તેમણે ઉમેર્યું કે હવે તેમને બીજા માટે વિચારવું જોઈએ.
ભરૂચ લોકસભા બેઠક માટે ઘણા ઉત્સાહી કાર્યકર્તાઓ છે જેઓ ચૂંટણી લડવા અને જીતવા માટે તત્પર છે. તેમની આ જાહેરાતે રાજકીય વર્તુળોમાં સૌ કોઈને ચોંકાવી દીધા છે અને ભરૂચ બેઠક પર ભાજપના ભાવિ ઉમેદવાર અંગે ચર્ચાઓ તેજ બની છે.
રમકડા વેચી ગુજરાન ચલાવતા મહિલાને ટિકિટ આપી કોંગ્રેસે સૌને ચોંકાવ્યા
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
