Breaking News : ભરુચના પાલેજ GIDCમાં આવેલી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની 5 ગાડી ઘટનાસ્થળે, જુઓ Video

ભરુચના પાલેજ GIDCમાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે.

Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jun 21, 2023 | 11:50 AM

Breaking News : રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. તો આવી જ આગ લાગવાની ઘટના સામે આવી છે. ભરુચના પાલેજ GIDCમાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.પાલેજ GIDCમાં આવેલી રુચિકા વેસ્ટિજ કંપનીમાં વિકરાળ આગ લાગવાનો બનાવ બન્યો છે.

આ પણ વાંચો : Breaking News: Bharuch: વાગરાના ગંધાર નજીક સમુદ્ર કિનારે રમતા બાળકો ભરતી સાથે તણાયા, 3 બાળકો સહિત 6 લોકોના મોત

ઘટનાની જાણ થતા જ સ્થાનિકો તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે. જાણ થતાની સાથે જ ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની પ્રયત્ન હાથ ધર્યો છે. હજુ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. જેની તપાસ કરવામાં આવશે. સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનિની માહિતી પ્રાપ્ત થઈ નથી.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

સુરતમાંની મીલમાં લાગી હતી વિકરાળ આગ

તો બીજી તરફ આ અગાઉ સુરત શહેરના પાંડેસરા GIDC વિસ્તારમાં ખાતે આવેલી પ્રતિક મીલમાં વિકરાળ આગ લાગી હતી. મીલમાં કામ કરતા કામદારો આગ લાગતાની સાથે જ મીલ બહાર દોડી આવ્યા હતા અને સાથે જ એક મોટુ ટોળું થઈ ગયુ હતું.

આગ એટલી વિકરાળ હતી કે આગના કાળા ગોટેગોટા ઉપર ઉડતા નજરે જોવા મળ્યા હતા. સાથે જ ત્યાં પાંડેસરા પોલીસનો કાફલો પણ પહોંચી લોકોને મીલથી દુર કર્યા હતા. જોકે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ત્રણ કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગ આગ ઉપર કાબુ કરી શક્યુ હતુ. સદ્દનસીબે આ આગમાં જાનહની થવા પામી ન હતી.

ભરૂચ શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">