AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અંકલેશ્વરમાં બનાવટી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, અંદાજિત 1000 કિલો કેમિકલ સાથે કેમીકલ એન્જીનીયરની ધરપકડ કરાઈ

Bharuch : અંકલેશ્વરમાં ખેડૂતો સાથે છેતરપિંડીના મોટા કાવતરાનો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch -Bharuch) એ પર્દાફાશ કર્યો છે. બનાવતી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરીને ઝડપી પાડી કેમિકલ અને મશીનરી સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 

Breaking News : અંકલેશ્વરમાં બનાવટી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, અંદાજિત 1000 કિલો કેમિકલ સાથે કેમીકલ એન્જીનીયરની ધરપકડ કરાઈ
| Updated on: Sep 05, 2023 | 2:58 PM
Share

Bharuch : અંકલેશ્વરમાં ખેડૂતો(Farmer) સાથે છેતરપિંડીના મોટા કાવતરાનો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch -Bharuch) એ પર્દાફાશ કર્યો છે. બનાવટી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરીને ઝડપી પાડી કેમિકલ અને મશીનરી સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

બંધ કંપનીઓ અને ગોડાઉનમાં ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા પોલીસની કવાયત

ભરૂચ જિલ્લા પોલીસને મહાનિરીક્ષક સંદિપ સિંઘ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાતરફથી જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા આ પ્રકારના ગુનાઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અક્લેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ઘણી બંધ કંપનીઓ અને ગોડાઉનમાં ગેરકાયદેસર ચીજવસ્તુનું ઉત્પાદન થતુ હોવાની બાતમી મેળવી કાયદેસર કાર્યવાહી કરવા જણાવવામાં આવતા પોલીસની ટુકડીઓ એલર્ટ બની છે.

દઢાલ નજીક જંતુનાશક દવા બનવવાની ફેક્ટરી ઝડપાઇ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટને મળેલી બાતમીના આધારે PSI  આર.કે.ટોરાણીની  ટીમ દ્વારા અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં પેટ્રોલીંગ શરૂ કરાયું હતું. ક્રાઇમ બ્રાન્ચને હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે “અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં દઢાલ ગામની સીમમાં આવેલ સુદામા એસ્ટેટમાં આવેલ પ્લોટ નં-એલ-૧૫ માં આવેલ એસ્ટ્રો કેમ ફાર્મા બીલ્ડીંગમાં આવેલ ગોડાઉનમાં નયનભાઇ ધીરૂભાઇ ઉમરેઠીયા ગેરકાયદેસર રીતે અલગ-અલગ કંપનીઓનું રજીસ્ટ્રેશન કરાવડાવ્યા વગર પોતાની તથા બીજાની જીંદગી જોખમમાં મુકાય તે રીતે બેદરકારી ભર્યું આચરણ કરી જંતુનાશક દવા બનાવી, ઇલેક્ટ્રોનિક મશીન વડે પેકીંગ કરી, કંપનીના લેબલ મારી જાતે સીલકરે છે અને જે તેના ગોડાઉનમાં હાલ કામ ચાલુ છે.

બાતમીના આધારે ટીમના માણસો સાથે રેઇડ કરવામાં આવી હતી. દરોડામાં ગોડાઉનમાંથી અલગ- અલગ ઇલેક્ટ્રોનિક મશીન તથા અલગ-અલગ જંતુનાશક દવાઓના બોટલ તથા પ્લાસ્ટીકની થેલીમાં જંતુનાશક દવાઓ બનાવવાનું કેમિકલ તથા અલગ-અલગ કંપનીના સૂપલિકેટ સ્ટીકરો મળી આવ્યા હતા.

પોલીસ 8.53 લાખના  ના મુદ્દામાલ સાથે નયનભાઇ ધીરૂભાઇ ઉમરેઠીયા ઉ.વ.૨૭ રહે ૪૦૩ સ્વર્ણ રેસીડન્સ ગોલ્ડન પોઇન્ટ ચોકડી અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. તા-અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે મોટા વડાળા તા-કાલાવાડ જી-જામનગર નાને ઝડપી પાડી CRPC કલમ 41(1)D  મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે.મા સોંપવામા આવેલ છે.

ફેક્ટરીમાંથી શું મળી આવ્યું?

  •  અલગ અલગ કંપનીની પેસ્ટીસાઇઝ દવાઓ કુલ બોટલ નંગ-310
  •  અલગ અલગ કંપનીના પેસ્ટીસાઇઝ પાવડર 0220 કિગ્રા
  •  એસીડ – 125 કિગ્રા
  •  અલગ અલગ કંપનીના સ્ટીકર – 13200 નંગ
  • ઇન્ડકશન મશીન
  •  પાઉચ સીલ મશીન
  • બોટલ ફીલીંગ મશીન
  • સ્કેનર પ્રીન્ટીંગ મશીન
  • ઇલેક્ટ્રીક વજન કાંટો
  • પ્લાસ્ટીકના લીક્વીડ પંપ

બનાવતી જંતુનાશક દવાઓનું ઉત્પાદન કઈ રીતે થતું હતું?

ધરપકડ કરાયેલ નયનભાઇ ધીરૂભાઇ ઉમરેઠીયા BE  કેમીકલ એન્જીનીયર છે.  કેમીકલ, પેસ્ટીસાઇઝ દવાઓથી માહીતગાર હોય જે પોતાની રીતે અલગ-અલગ પેસ્ટીસાઇઝ દવાઓ તથા પાવડરનું રો મીરીયલ અલગ-અલગ જગ્યાએથી ખરીદી કરી ઉપરોક્ત પકડાયેલ મશીનો વડે પોતાના અનુભવથી ખોટી એગ્રીકલ્ચર પ્રોડક્ટ બનાવી લીકવીડ બોટલમાં ફીલીંગ કરી તથા પાવડર પાઉચમાં પેકીંગ કરી અલગ-અલગ કંપનીઓના સ્ટીકરો લગાવી જેની પર અલગ-અલગ ખોટા બેચ નંબર તથા તારીખ તથા પ્રિન્ટ કીમત છાપી બજારમાં ખેડુતોને તથા એજન્સીઓમાં વેચાણ કરતો હતો

ગુનાનો ભેદ ઉકેલવામાં પો.સ.ઇ. આર.કે.ટોરાણી સાથે અ.હે.કો. પરેશભાઇ, ધનજયસિંહ , મેહુલભાઇ,  મનહરસિંહએ ટીમવર્કથી કામગીરી કરી હતી. પોલીસ આગામી દિવસોમાં આજંતુનાશક દવાના ખરીદાર વિક્રેતાઓ સુધી પહોંચી શકે છે.

IPC ની કલમો હેઠળ ગુનો દાખલ કરાઈ શકે છે

સૂત્રો અનુસાર પોલીસ હાલમાં CRPC 41(1)(D)હેઠળ કાર્યવાહી કરી છે. આ હેઠળ સીલ કરાયેલ સમાનની વિગતો અને આધાર માંગવામાં આવે છે જે આપી ન શકનાર સામે IPC હેઠળ ગુણ દાખલ કરવામાં આવતા હોય છે. આ મામલામાં પોલીસની કાર્યવાહી ક્યાં સુધી આગળ ધપે છે અને ખરીદાર અને ખેડૂતોને કેમિકલ વેચનાર વિક્રેતાઓ સુધી પોલીસ પહોંચે છે કે કેમ? તે જોવું રહ્યું

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">