AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સપનાના ઘરનું સ્વપ્ન બતાવી કરોડોની છેતરપિંડી! ચીફ સેક્રેટરી સુધી મામલો પહોંચતા નબીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો

ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનમાં કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો છે. 'શ્રી વલ્લભ રેસીડન્સી' નામે બિન-ખેતી પ્લોટો વેચી નિર્દોષ લોકોની પરસેવાની કમાણીની મૂડી પડાવી લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.

Breaking News : સપનાના ઘરનું સ્વપ્ન બતાવી કરોડોની છેતરપિંડી! ચીફ સેક્રેટરી સુધી મામલો પહોંચતા નબીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો
| Updated on: Jun 23, 2026 | 5:36 PM
Share

ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનમાં કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો છે. ‘શ્રી વલ્લભ રેસીડન્સી’ નામે બિન-ખેતી પ્લોટો વેચી નિર્દોષ લોકોની પરસેવાની કમાણીની મૂડી પડાવી લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.

પ્લોટ વેચાણમાં કરોડોની છેતરપિંડીનો આક્ષેપ

આ મામલે પંજાબ નેશનલ બેંકના નિવૃત્ત કર્મચારી અલ્કેશભાઈ ભાનુપ્રસાદ દવે દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ આરોપીઓ બંસીભાઈ વલ્લભભાઈ લુણાગરીયા અને ભાવેશભાઈ ધનજીભાઈ ડોંગાએ હલદરવા ગામની સીમમાં આવેલા પ્લોટો પોતાના નામે ન હોવા છતાં લોકો સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ફરિયાદી અને અન્ય પ્લોટ ધારકો પાસેથી આશરે કુલ રૂપિયા ૯૭,૧૫,૪૯૯ પડાવી લઈ કોઈ કાયદેસરના વેચાણ દસ્તાવેજ કરી આપ્યા ન હતા.

97 લાખથી વધુની રકમ પડાવ્યાનો આરોપ

ન્યાય માટે ભોગ બનનારા સિનિયર સિટીઝન અને મધ્યમ વર્ગના લોકોએ છેક મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સુધી દરવાજા ખટખટાવતા ગુજરાતના ચીફ સેક્રેટરી એક્શનમાં આવ્યા અને આખરે નબીપુર પોલીસે ગુનો દાખલ કરાવાયો હતો આ સમગ્ર કૌભાંડમાં કૃષ્ણકાંત વલ્લભ લુણાગરીયા સામે ગંભીર આક્ષેપ કરાયા છે જેને કેસમાં આરોપી તરીકે જોડવા માટે કોર્ટમાં કાનૂની રજૂઆત કરવામાં આવી છે. આ બિલ્ડરોએ વર્ષ 2015 થી બેંક ખાતાઓ ખોલાવી, પાવર ઓફ એટર્ની અને બાનાખત બનાવીને કરોડો રૂપિયા સેરવી લીધા હોવાના ગંભીર આક્ષેપ કરાયા છે.

SIT તપાસ અને સ્પેશિયલ સરકારી વકીલની માંગ

ભોગ બનનારા નાગરિકો હવે આ મામલે SIT ની રચના કરવાની અને સ્પેશિયલ સરકારી વકીલ મારફતે સરકારી પક્ષનો કેસ લડવા માંગ કરી રહ્યા છે જેથી કરીને તેમની જિંદગીની કમાણી પાછી મળી શકે. સામાન્ય જનતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે કે કોઈપણ જમીન કે પ્લોટની ખરીદી કરતા પહેલાં તેના દસ્તાવેજોની પૂરેપૂરી તપાસ કરવી કેટલી જરૂરી છે.

પોલીસ એક્શનમાં: આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ

નબીપુર પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈ ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને કેસમાં સંડોવાયેલા તમામ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પીડિતોને હવે આશા છે કે તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડના તથ્યો બહાર આવશે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે.

Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
g clip-path="url(#clip0_868_265)">