Bharuch : જમીન ખરીદવા સોદો કરવાના બહાને કરાર કરી કરોડોની લોનનું કૌભાંડ આચરાયું, મામલો પોલીસ ચોપડે ચઢ્યો

અનેકવાર સુબ્રતોએ દંપતીને પૈસા માટે વચનો આપી સમય વેડફ્યો હતો. આ વચ્ચે 2018 માં બેંક ઓફ બરોડાના મેનેજરનો પટેલ દંપતી ઉપર કોલ આવતા તેઓ હચમચી ગયા હતા. તેમની જમીન મોર્ગેઝ કરાવી સુબ્રુતોએ રૂપિયા 2.46 કરોડની લોન લઈ લીધી હતી. જેનો એક પણ હપ્તો ભર્યો ન હતો.

Bharuch : જમીન ખરીદવા સોદો કરવાના બહાને કરાર કરી કરોડોની લોનનું કૌભાંડ આચરાયું, મામલો પોલીસ ચોપડે ચઢ્યો
4.50 crore bank loan scam was committed
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2022 | 8:06 AM

ભરૂચમાં  મિલકતધારકોની મિલકતો વેચાણ લેવાના બહાને મોર્ગેઝ કરાવી રૂપિયા 4.50 કરોડનું બેંક લોનનું કૌભાંડ આચરાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. મામલે ભરૂચ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.  ફલશ્રુતિ એપાર્ટમેન્ટમાં રહેતા માતૃશક્તિ એન્ટરપ્રાઇઝના માલિક સુબ્રતોએ કસકમાં આવેલી 2106 ચો.મી. જમીન સહિત 11 મિલકતધારકોની મિલકતો વેચાણ લેવાના બહાને મોર્ગેજ  કરાવી  હતી. આરોપીએ આદસ્તાવેજોનાં આધારે રૂપિયા 4.50 કરોડનું બેંક લોન કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.બનાવની ફરિયાદ નોંધાતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે તપાસ શરુ કરી છે. મામલે હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

જમીન દલાલો મારફતે સોદો કર્યો

સૂત્રો અનુસાર અંકલેશ્વરના ભડકોદ્રા ખાતે આદિત્યનગરમાં રહેતા 62 વર્ષીય અનુબેન કેતનભાઈ પટેલની ભરૂચના કસક વિસ્તારમાં 2106 ચો.મીટર ખુલ્લી જમીન આવેલી છે. વર્ષ 2017 ની શરૂઆતમાં તેમની પાસે 3 જમીન દલાલો કિરણ ચૌહાણ, ભગવનભાઈ અને જયેશભાઇ પટેલ આવ્યા હતા અને તેમની આ જમીન એક કરોડ ઉપરાંતમાં વેચાણ કરાવી આપવાની લાલચ આપી હતી.

જમીન મલિક મિલ્કત વેચવા તૈયારી બતાવતા ભરૂચના ફ્લાશ્રુતિ એપાર્ટમેન્ટમાં રહેતા અને માતૃશક્તિ એન્ટરપ્રાઇઝના માલિક સુબ્રતો ત્રિલોચન જેના સાથે દલાલોએ સંપર્ક કરાવ્યો હતો. જમીનનો સવા કરોડમાં સોદો નક્કી કરાયો હતો. આ બાદ સુબ્રતો પાસે પૈસાની તાત્કાલિક વ્યવસ્થા  ન હોવાથી જમીન મલિક દંપતીને અંકલેશ્વર અને ભરૂચની બેંકમાં લોન લેવા લઈ જવાય હતો. બાનાખત કરી પ્રક્રિયા શરૂ કરાઈ હતી.

Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ

ટેક્નિકલ કારણોસર કરાર રદ કરાયો

દરમિયાન ટેક્નિકલ કારણોસર કરાર રદ કરાયો હતો. બાદમાં આંતરિક શમતી સાથે 1806 ચો.મીટર જમીન સુબ્રતોને એક કરોડમાં વેચાણ કરવા મૌખિક સોદો થયો હતો.જે અંગે પટેલ દંપતીને 2 લાખનો ચેક આપી વિશ્વાસમાં લેવાયા હતા. સુબ્રતોએ જુલાઈ 2017 માં દંપતીને ચેક દ્વારા રૂપિયા 5 લાખના, 30 લાખનો એક ચેક અને 3 લાખનો એક અને બે કોરા ચેક આપ્યા હતા. બે ચેક 35 લાખના બેંકમાં 17 જુલાઈ 2017 ના રોજ બેંકમાં જમા કરાતા તે રીટર્ન થયા હતા.

લોન કૌભાંડનો ભાંડો ફૂટ્યો

અનેકવાર સુબ્રતોએ દંપતીને પૈસા માટે વચનો આપી સમય વેડફ્યો હતો. આ વચ્ચે 2018 માં બેંક ઓફ બરોડાના મેનેજરનો પટેલ દંપતી ઉપર કોલ આવતા તેઓ હચમચી ગયા હતા. તેમની જમીન મોર્ગેઝ કરાવી સુબ્રુતોએ રૂપિયા 2.46 કરોડની લોન લઈ લીધી હતી. જેનો એક પણ હપ્તો ભર્યો ન હતો.

આખરે બેંક દ્વારા જમીનો હરાજીની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અને દંપતીને તેમની અને બીજા 10 મિલકતધારકો સાથે આવી જ રીતે મિલકત ખરીદવાના નામે રૂપિયા 4.50 કરોડની લોન લઈ ઠગાઈ થઈ હોવાની જાણ થતાં સી ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Latest News Updates

માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
g clip-path="url(#clip0_868_265)">