Bharuch : આંગડિયાકર્મીને લૂંટી લૂંટારુઓ જિલ્લાની બહાર પહોંચે તે પહેલા દબોચી લેવાયા, વાંચો વિગતવાર અહેવાલ
ગઇકાલે તા.14 સપ્ટેમ્બર 2023ના રોજ એચ.રમેશચંન્દ્ર આંગડીયા પેઢીનો કર્મચારી વડોદરા(Vadodara)થી જંબુસર પાર્સલ લઇ જંબુસર એસ.ટી.ડેપોથી આંગડીયા પેઢીએ જતો હતો દરમિયાન અજાણ્યા લુંટારૂઓએ છરો બતાવી બેગની લુંટ કરી હતી.

ગઇકાલે તા.14 સપ્ટેમ્બર 2023ના રોજ એચ.રમેશચંન્દ્ર આંગડીયા પેઢીનો કર્મચારી વડોદરા(Vadodara)થી જંબુસર પાર્સલ લઇ જંબુસર એસ.ટી.ડેપોથી આંગડીયા પેઢી તરફ રવાના થયો હતો.બપોરના અગીયારેક વાગ્યાની આસપાસ જંબુસર મેઇન બજારની ગલીમાંથી પસાર થતી વેળા બે અજાણ્યા લુંટારૂઓએ છરો બતાવી બેગની લુંટ કરી ભાગ્યા હતા.
અગાઉથી પ્લસર બાઈક ઉપર ઇંતેજાર કરી રહેલા ત્રીજા વ્યકતિ સાથે ફરાર થઇ ગયા હતા. તપાસ દરમિયાન બેગમાં 11.25 લાખના દાગીના અને રોકડ હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ પોલીસને કરાતા નાકાબંધી કરાઈ હતી.

પોલીસે તાત્કાલિક નાકાબંધી ગોઠવી દીધી
પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ લોકલ ક્રાઇમ બ્રાંચ ભરૂચના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ટીમ દ્વારા ફરીયાદીનો તાત્કાલિક સંપર્ક કરી વર્ણન મેળવી એલ.સી.બી. તથા આસપાસના પોલીસ સ્ટેશનના થાણાની ટીમોને ભરૂચ થી જંબુસર રોડ ઉપર તથા આસપાસના ગામોના અંતરિયાળ રસ્તાઓ ઉપર સતત પેટ્રોલીંગ ચાલુ રાખી લૂટારૂરો નજરે પડે તો તાત્કાલિક ઝડપી પાડવા સૂચના આપી હતી.

ઝાડીઓમાં સર્ચ દરમિયાન PSI ઉપર ચપ્પુથી હુમલો કરાયો
એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એમ.વાળા તથા આર.કે.ટોરાણીની ટીમો આરોપીઓને શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતી ત્યારે જંબુસરમાં લુંટ કરી ત્રણ ઈસમો મોટર સાયકલ ઉપર કાસદ ગામથી થામ તરફ નહેરના રસ્તે જોવા મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને આવતી જોઈ લૂંટારુઓ નજીકની ઝાડીઓમાં સંતાઈ ગયા હતા. આ વિસ્તારમાં સર્ચ દરમિયાન મુસ્તુફા ઉર્ફે હજામ ઉર્ફે મસ્તાક શેખ મળી આવ્યો હતો. આ લૂંટારુએ પોલીસની ધરપકડથી બચવા પો.સ.ઇ.આર.કે.ટોરાણી તથા તેમની સાથેના પોલીસ માણસોને પથ્થરમારો કરી PSI આર કે ટોરાની ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો. આ દરમિયાન બીજી ટીમે વધુ બે આરોપીઓને શોધી કાઢ્યા હતા. ગણતરીના સમયમાં પોલીસે ત્રણેય લૂંટારુ અને લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો હતો.
આ ત્રણેય લુંટારૂઓ પૈકી આરોપી મુસ્તુફા ઉર્ફે હજામ ઉર્ફે મસ્તાક સલીમ શેખ પોતાની ધરપકડ ટાળવા પોલીસ ફોર્સ સામે પ્રતિકાર કરેલ હોય તેના વિરૂધ્ધ પો.સ.ઇ.આર.કે.ટોરાણી નાઓએ સરકારી કામમાં રૂકાવટ તથા હથીયાર સાથે હુમલો કર્યા અંગે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અલગથી ફરીયાદ આપેલ છે.

ઝડપાયેલ લૂંટારુઓ
- યામીન S/O અલતાફ ગુલામ પટેલ ઉ.વ. ૨૨ રહેવાસી સરનાર નવીનગરી તા.જી. ભરૂચ
- સાહિલ S/O જોસેફ ઉર્ફે યુસુફ ઈસ્માઈલ પટેલ ઉ.વ. ૨૭ રહેવાસી, સરનાર ગામ દુકાન ફળીયુ તા.જી. ભરૂચ
- મુસ્તુફા ઉર્ફે હજામ ઉર્ફે મસ્તાક S/O સલીમ અમીર શેખ ઉ.વ. ૨૦ રહેવાસી, કોસાડ આવાસ H-2 મકાન નંબર બી/૧૬, અમરોલી સુરત
ગુનાનો ભેદ ઉકેલવામાં PI ઉત્સવ બારોટ સાથે પો.સ.ઈ. પી.એમ.વાળા , પો.સ.ઈ. આર.કે.ટોરાણી , એ.એસ.આઇ. ચન્દ્રકાંતભાઇ, અ.હે.કો.અજયભાઇ,અ.હે.કો.મયંકકુમાર, અ.હે.કો.ગણપતસિંહ, અ.હે.કો.જયરાજભાઇ, અ.હે.કો.સંજયભાઇ, અ.હે.કો.ધનજયસિંહ, અ.હે.કો.ઈરફાનભાઇ, હે.કો.જયેશભાઇ મીસ્ત્રી, અ.હે.કો. કિશોરસિંહ, અ.હે.કો. રજનીકાંતભાઇ, અ.હે.કો. ધર્મેન્દ્રસિંહ તથા પો.કો.ગુલાબભાઇ, પો.કો. કુંદનભાઇ પો.કો. જયેશભાઇ ચાવડા, પો.કો.દિપકભાઇ,પો.કો.નરેશભાઇ,પો.કો. વિજયભાઇ, પો.કો.ધર્મેન્દ્રસિંહ ઘરીયા, પો.કો. નિમેષભાઇ, પો.કો. વીપીનભાઇ તમામ એલ.સી.બી.ભરૂચ તથા પો.કો.યતીનભાઇ ભરૂચ તાલુકા પો.સ્ટે. સંયુક્ત ટીમવર્કથીફરજ નિભાવી હતી.
ભરૂચ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
