BHARUCH : ગ્રામ પંચાયતોનાં ચૂંટણી પરિણામ બાદ હારજીતના હિસાબ! ચૂંટણીની અદાવતે મારામારીની 7 ઘટનામાં 32 ઘવાયા, 50 સામે ગુનો દાખલ થયો
ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ હવે હારજીત હિસાબકિતાબ અને ચૂંટણી અદાવતને લઈ મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે.
ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીનો સંગ્રામ તો પૂરો થઈ ગયો છે જોકે હારજીતને લઈ હવે હિંસક અથડામણો, મારામારી અને હુમલાઓની ઘટનાની હારમાળા ફાટી નીકળી છે. ચૂંટણી અદાવતે મારમારીની 7 ઘટનામાં 32 ઘવાયા, 50 સામે ગુનો દાખલ થયો છે.
ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ હવે હારજીત હિસાબકિતાબ અને ચૂંટણી અદાવતને લઈ મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે. વાલિયા તાલુકાના લુણા ગામે ચૂંટણીની અદાવતમાં બે ટોળા સામસામે આવી ગયા હતા અથડામણમાં વાહનોની તોડફોડ સાથે 9 લોકોને ઇજા પોહચી હતી. વાલિયા પોલીસ મથકે ઇજાગ્રસ્ત વિજય વસાવાએ ઘટનામાં મનહર વસાવા, જગદીશ વસાવા, મિતેષ વસાવા સહિત 10 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટનાના વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તેના આધારે હુમલાખોરોને ઝબ્બે કરવા કવાયત હાથ ધરી છે.
વાલિયાના બાંડાબેડા ગામે પણ ચૂંટણીની અદાવત રાખી મહિલા સરપંચના પતિ રાજેશ વસાવા સહિત 5 સમર્થકો ઉપર મહેશ વસાવા અને પ્રકાશ વસાવા સહિત 7 આરોપીઓએ મારક હથિયારો સાથે હુમલો કરી ઇજા પોહચાડતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ત્રીજી ઘટનામાં ચમારીયા ગમે પણ ચૂંટણીમાં હરિફને સમર્થનને લઈ અજિત ડોડીયા સહિત 4 લોકો ઉપર ઘાતક હથિયારો સાથે પ્રતીક વસાવા, રોશન સહિત મળી 8 આરોપીઓએ હુમલો કરતા મામલો વાલિયા પોલીસ મથકે પોહચ્યો હતો.
નેત્રંગના ધોલેખામ ગામે વિજય સરઘસને લઈ થયેલી બબાલમાં મુન્નાભાઈ વસાવા સહિત 2 લોકો ઉપર પ્રિયંકા વસાવા, પ્રદીપ વસાવા મળી 5 લોકોએ બાઇક ઉભી રાખી માર માર્યો હતો. જે અંગે ઉમલ્લા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉમલ્લા ગામે જ ચૂંટણીને લઈ થયેલા ધીંગાણામાં વિજય વસાવા સહિત 5 લોકોને અશ્વિન વસાવા અને તેના 10 સાગરીતોએ ગંભીર ઇજાઓ પોહચાડી હતી.
ઝઘડિયાના હિંગોરીયા ગામેબપન ગ્રામ પંચાયતની ચૂંટણીનું ઉપરાણું લઈ મહિલા સરપંચની ઉમેદવારી કરનાર આઠુંબેન વસાવા અને તેમના દીકરાને મેહુલ વસાવા, હેનશન વસાવા સહિત 7 લોકોએ મારમારતા રાજપારડી પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો.
જંબુસરના ટંકારી ગામે ધારાસભ્ય સંજય સોલંકીના ભાઈ રણજીતસિંહ સોલંકી સરપંચ તરીકે ઉભા હતા. ધારાસભ્યના ડ્રાઈવર યુનુસ પટેલ તેમના સમર્થનમાં જતા પંકજ મકવાણા, બળવંત ચૌહાણ અને ફિરોજ પટેલે ગળા ચપ્પુના બે ઘા ઝીંકી દીધા હતા.
આ પણ વાંચો : surat : હજીરામાં બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો, 29 ડિસેમ્બરે સજા સંભાળાવાશે
આ પણ વાંચો : અમરેલીમાં વાહન અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત