surat : હજીરામાં બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો, 29 ડિસેમ્બરે સજા સંભાળાવાશે
એપ્રીલ 2020 માં હજીરા ગામમાં પાંચ વર્ષની બાળાનું અપહરણ કરીને તેની સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરીને તેણીની કરપીણ હત્યા કરી હતી. આ દુષ્કર્મની ઘટના બહાર ન આવે તે માટે આરોપી સુજીત મુન્નીલાલ સાકેતે માસુમ બાળકીને માથામાં ઇંટ મારીને કરપીણ હત્યા કરી નાંખી હતી .
સુરતના હજીરા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો છે.અગાઉ પણ આરોપીએ એક બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.જો કે એ બાળકીએ ઈંટ મારીને પ્રતિકાર કર્યો હતો.જેથી તે બચી ગઈ હતી.પરંતુ આ બાળકી સાથે આરોપીએ ક્રુર અને જઘન્ય કૃત્ય આચર્યુ છે.
જેથી તેને કેપિટલ પનિશમેન્ટની સજા થાય તેવી માગ કરાશે. મહત્વનું છે કે એપ્રિલ મહિનામાં હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર પાંચ વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે મધ્યપ્રદેશના વતની સુજીત સાકેત બદકામ કરવાના ઈરાદે પોતાની સાથે લઈ ગયો હતો.આરોપીએ ભોગ બનનાર બાળકી સાથે સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય આચરી તેની હત્યા કરી નાસી છુટયો હતો.
સુરતના હજીરા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં દોષિત 29 ડિસેમ્બરે સજા સંભાળાવાશે. સરકારી વકીલે દોષિત સુજીત સાકેતને ફાંસીની સજાની માગણી કરી છે. દોષિત વિરુદ્ધ કોર્ટમાં અલગ અલગ 26 સાક્ષીઓની તપાસ રજૂ કરાઇ હતી ઉપરાંત 53 જેટલા દસ્તાવેજી પુરાવા પણ રજૂ કરવામાં આવ્યાં હતા. અગાઉની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીએ અન્ય એક બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.જો કે, તે બાળકીએ ઈંટ મારીને પ્રતિકાર કર્યો હતો. જેથી તે બચી ગઈ હતી.પરંતુ આ બાળકી સાથે આરોપીએ ક્રુર અને જઘન્ય કૃત્ય આચર્યુ છે.
મહત્વનું છે કે એપ્રિલ મહિનામાં હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર પાંચ વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે મધ્યપ્રદેશના વતની સુજીત સાકેત બદકામ કરવાના ઈરાદે પોતાની સાથે લઈ ગયો હતો.આરોપીએ ભોગ બનનાર બાળકી સાથે સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય આચરી તેની હત્યા કરી નાસી છુટયો હતો.
આ પણ વાંચો : 1983 World Cup:’मार के मरने का है’, જ્યારે કપિલ દેવે સૈયદ કિરમાણીના કહેવા પર 175 રન ફટકાર્યા