AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભરૂચમાં ઝનોર નજીક જવેલર્સને લૂંટી લેવાયો, બંદુકની અણીએ 200 તોલા સોનાની લૂંટથી ભરૂચ પોલીસ હલી ઉઠી, જુઓ Video

Breaking News : ભરૂચમાં ઝનોર નજીક જવેલર્સને લૂંટી લેવાયો, બંદુકની અણીએ 200 તોલા સોનાની લૂંટથી ભરૂચ પોલીસ હલી ઉઠી, જુઓ Video

| Updated on: Jun 23, 2023 | 5:50 PM
Share

ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઝનોર વિસ્તારમાં જવેલર્સને આંતરી 1 કરોડની લૂંટ ચલાવાઈ હોવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતા ભરૂચ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

Bharuch : ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઝનોર વિસ્તારમાં અમદાવાદના જવેલર્સ મુકેશ ત્રિલોકચંદ સોનીને આંતરી 1 કરોડની લૂંટ ચલાવાઈ હોવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતા ભરૂચ પોલીસ(Bharuch Police)ના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સૂત્રો અનુસાર સોનાના દાગીનાનો વેપારી ઝણોરમાં દાગીનાની ડિલિવરી આપવા જઈ રહ્યો હતો ત્યારે બે કારમાં આવેલા લૂંટારૃઓએ ઝનોર નજીક તેની કારણે આંતરી ઉભી રખાવી હતી. આ બે કારમાં સવાર 4 થી 5 લોકો પિસ્ટલ જેવા હથિયાર સાથે ઉતર્યા હતા જેણે સોનાના દાગીનાના વેપારીને હથિયાર બતાવી તેની પાસેના 2 કિલો સોનાના દાગીના અને અંદાજિત 5લાખ રૂપિયા લૂંટી લઈ ફરાર થઇ ગયા હતા.

1 કરોડ રૂપિયાના દાગીનાની લૂંટ

અમદાવાદના જવેલર્સ ભરૂચ જિલ્લાના જ્વલર્સ પાસે દાગીનાના ઓર્ડર લઈ તેની સમયાંતરે ડિલિવરી આપવા આવતા હોય છે. આ બાબત લૂંટારૃઓના ધ્યાને આવી જતા આજે અમદાવાદના માણેકચોકના જવેલર્સ મુકેશ ત્રિલોકચંદ સોની ઝનોર તરફ જઈ રહ્યા હતા ત્યારે  બે કાર તેમની કારની આગળ -પાછળ  ચાલવા લાગી હતી. કારમાં સવાર લોકોએ મુકેશભાઈની કાર થોભાવી હતી જે બંદૂક બતાવી મુકેશભાઈની કારમાંથી 1 કરોડ રૂપિયાની કિંમતના 200 તોલા સોનાના દાગીના અને 5 લાખ રોકડ લઈ પલાયન થઇ ગયા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા અધિકારીઓ દોડી આવ્યા હતા.

 ગંભીર ગુનાઓની સંખ્યામાં વધારો

ભરૂચમાં છેલ્લા 1 મહિનામાં આ ત્રીજો ગંભીર ગણી શકાય તે પ્રકારનો ગુનો નોંધાયો છે.

  • 29 મે 2023 – આંગડિયા સંચાલકે 45 લાખની લૂંટનું તરકટ રચ્યું
  • 4 જૂન 2023 – ઝઘડિયામાં ઔદ્યોગિક કોન્ટ્રાકટ મેળવવા આતંક મચાવી 10 રાઉન્ડ ખાનગી ફાયરિંગ કરાયું
  • 23 જૂન 2023 – ઝનોરમાં 200 તોલા સોનાની બંદૂકની અણીએ લૂંટ ચલાવાઈ

ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા

ઝનોર નજીક 200 તોલા સોનાના દાગીનાની લૂંટનો મામલો સામે આવતા પોલીસતંત્ર દોડતું થઈ ગયું છે. ઝનોર અને આસપાસના તમામ એક્ઝિટ પોઇન્ટ ઉપર નાકાબંધી અને પેટ્રોલિંગ વધારી દેવાયું છે તો સાથે સાથે આ માર્ગને જોડતા વિસ્તારોમાં પેટ્રોલ પમ્પ અને હોટલોના સીસીટીવી ફૂટેજની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. લૂંટારુઓ નેશનલ હાઇવે તરફ ફરાર થયા હોવાનો પોલીસને અંદાજ છે જેના આધારે ટોલબુથ ઉપર પણ વોચ ગોઠવવામાં આવી છે. ભરૂચ એસપીના માર્ગર્શન હેઠળ ડીવાયએસપી , ક્રાઇબ્રન્ચ અધિકારીઓ , એસઓજી અધિકારીઓ અને ડિવિઝનની ટીમ તપાસમાં જોતરી દેવાઈ છે.

 

 

Published on: Jun 23, 2023 04:15 PM
g clip-path="url(#clip0_868_265)">