Bharuch : પતંગોત્સવ દરમ્યાન દોરાની ઇજાથી ભરૂચવાસીઓને રક્ષણ આપવા સીટી બસમાં મફત મુસાફરીની ભેટ અપાઈ
ભરૂચ નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વે ખરીદી, કામકાજ, મિત્રો અને સગા સંબંધી સાથે મુલાકાત અને પતંગોત્સવના પર્વની ઉજવણી કરવા નીકળતા શહેરીજનોની સુવિધા તેમજ સલામતી માટે સિટી બસમાં દિવસભર મફત મુસાફરીનોલાભ આપવામાં આવ્યો છે.

ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી દ્વિચક્રી વાહનચાલકોની સલામતી મોટો પ્રશ્ન બને છે. મોપેડ અને બાઈક ઉપરસવાર લોકોના જીવ બચાવી સલામતી પ્રદાન કરવા ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ આજે 14 જાન્યુઆરીએ સિટી બસમાં તમામ શહેરીજનોને નિઃશુલ્ક અને સલામત મુસાફરીની ભેટ આપી છે. ભરૂચ સિટી બસ સેવા બે વર્ષ અગાઉ વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી. આ બાદ શહેરીજનોને સસ્તી અને સુવિધાજનક સવારી મળી રહી છે. ભરૂચ સિટી બસ પરિવહનનું એક સારું માધ્યમ બન્યું છે. આ અગાઉ રક્ષાબંધન પર્વે બહેનો માટે ભરૂચ સિટી બસ સેવાની મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો. એક દિવસમાં 14 હજારથી વધુ બહેનોએ લાભ લીધો હતો. આજે તમામ મુસાફરો માટે નિઃશુલ્ક મુસાફરીની ભેટ આપવામાં આવી છે.
તમામ 12 રૂટ ઉપર નિઃશુલ્ક મુસાફરી
આજે શનિવારે ઉત્તરાયણ પર્વ દરમ્યાન 14 જાન્યુઆરીએ સવારથી શહેરના તમામ 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં મફત મુસાફરીની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે. ભરૂચ નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વે ખરીદી, કામકાજ, મિત્રો અને સગા સંબંધી સાથે મુલાકાત અને પતંગોત્સવના પર્વની ઉજવણી કરવા નીકળતા શહેરીજનોની સુવિધા તેમજ સલામતી માટે સિટી બસમાં દિવસભર મફત મુસાફરીનોલાભ આપવામાં આવ્યો છે. આ નિઃશુલ્ક સેવાનો મુખ્ય હેતુ મોપેડ અને બાઇક ઉપર જતા વાહન ચાલકો ઇજાથી દૂર રહે તે માટે પોતાના વાહનનો ઉપયોગ ઓછોકરે તે જરૂરી છે.આ સામે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની નિઃશુલ્ક સેવા આપવામાં આવી છે.
પક્ષીઓની સલામતીની દરકાર
ઉત્તરાયણ પર્વે લોકો સાથે અબોલ પક્ષી સૌથી વધુ ઘાયલ થતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જીવદયા સંસ્થા દવારા પતંગની દોરીથી ઘાયલ પશુ પક્ષીઓને બચાવવા વિશેષ આયોજન કરાયું. ડૉક્ટરથી લઈને ઓપરેશન ટેબલ અને ICU એરિયા ઉભો કરાયો. તો બે વર્ષ બાદ ઇન્ટરેક્શન એરિયા પર ઉભો કરવામાં આવ્યો છે. ઉત્તરાયણ પર્વ આવતા આકાશમાં કાપ્યો છે લપેટની ગુંજો સંભળાતી હોય છે. જે ગુંજ વચ્ચે અબોલ પક્ષીઓ પતંગની દોરીમાં ગૂંચવાઈ જતા હોય છે. જેમાંથી કેટલાક ઘાયલ તો કેટલાક મોતને ભેટતા હોય છે. જે પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર જાગૃતિ અભિયાન ચલાવતું હોય છે.