Uttarayan 2023 : કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ અને કલોલમાં ઉત્તરાયણ પર્વ મનાવશે

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે અમદાવાદ અને કલોલમાં ઉત્તરાયણ મનાવશે.અમદાવાદમાં સવારે 9 વાગ્યા પછી જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. જેની બાદમાં અમિત શાહ વેજલપુર અને ઘાટલોડિયામાં ભાજપના કાર્યકરો સાથે પતંગોત્સવ મનાવશે.બપોર પછી કલોલમાં કપીલેશ્વર મહાદેવને શીશ ઝુકાવશે અને પંચવટી વિસ્તારના સ્નેહગ્રીન ફ્લેટના ધાબે કાર્યકરો સાથે પતંગ ચગાવશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 11:24 PM

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આવતી કાલે અમદાવાદ અને કલોલમાં ઉત્તરાયણ મનાવશે.અમદાવાદમાં સવારે 9 વાગ્યા પછી જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. જેની બાદમાં અમિત શાહ વેજલપુર અને ઘાટલોડિયામાં ભાજપના કાર્યકરો સાથે પતંગોત્સવ મનાવશે.બપોર પછી કલોલમાં કપીલેશ્વર મહાદેવને શીશ ઝુકાવશે અને પંચવટી વિસ્તારના સ્નેહગ્રીન ફ્લેટના ધાબે કાર્યકરો સાથે પતંગ ચગાવશે.અમિત શાહના કાર્યક્રમને લઈ કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર સહિત સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો કાર્યક્રમ

1.  અમદાવાદ જગન્નાથ મંદિરમાં પૂજા
સમય- સવારે 9: 45 કલાકે

2.  વેજલપુરમાં કાર્યકરો સાથે પતંગોત્સવ
સમય- સવારે 10:30 કલાકે
વેનસ પાર્કલેન્ડ, બળિયાદેવ મંદિર પાસે

3 . ઘાટલોડિયામાં કાર્યકરો સાથે પતંગોત્સવ
સમય- બપોરે 2:30 કલાકે
સ્થળ- શુકન રેસિડેન્સી વંદે માતરમ ક્રોસ રોડ

4 . કલોલમાં પૌરાણિક કપિલેશ્વર મહાદેવના દર્શન કરશે
સમય-બપોરે 3:30 કલાકે

5 . સ્નેહગ્રીન ફ્લેટના ધાબે પતંગોત્સવ
સમય-3:45 કલાકે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">