Bharuch : જીવન રક્ષક દવાની દુકાનોમાંથી ચાલે છે નશાનો કારોબાર, નશો કરવા પ્રિસ્કીપશન વગર દવાઓ આપતા 5 મેડિકલ સ્ટોર સંચાલક ઝડપાયા
Bharuch : ભરૂચમાં પેઇનકિલરના ઓવરડોઝથી નશો કરવાના કૌભાંડનો ભરૂચ પોલીસ(Bharuch Police) તેમજ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ(Food and Drugs Department)ના જોઈન્ટ ઓપરેશનમાં પર્દાફાશ કર્યો છે. પ્રિસ્કીપશન વગર દવાઓ મેળવી નશો કરવાના મામલામાં તંત્રએ 20 મેડિકલ સ્ટોરમાં ડમી ગ્રાહક મોકલ્યા હતા.
Bharuch : ભરૂચમાં પેઇનકિલરના ઓવરડોઝથી નશો કરવાના કૌભાંડનો ભરૂચ પોલીસ(Bharuch Police) તેમજ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ(Food and Drugs Department)ના જોઈન્ટ ઓપરેશનમાં પર્દાફાશ કર્યો છે. પ્રિસ્કીપશન વગર દવાઓ મેળવી નશો કરવાના મામલામાં તંત્રએ 20 મેડિકલ સ્ટોરમાં ડમી ગ્રાહક મોકલ્યા હતા જે પૈકી 5 માં પ્રિસ્કીપશન વગર સંચાલકોએ દવા આપી દીધી હતી.
ચોરીના ગુનાના આરોપીઓ નશાખોર નીકળતા ભાંડો ફૂટ્યો
ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં કેબલ ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ ડ્રગ એડિક્ટ હતા. આ આરોપીઓ નશાની દવાઓ વિના રહી શકતા ન હતા. આરોપીઓની ઉડાણપૂર્વક પુછપરછમાં તેઓ દર ત્રણ -ચાર કલાકે “SEMDX- PLUS” નામની દવાનું સેવાન કરતા હતા. આ દવા પેઇનકિલર છે જેનો ઓવરડોઝ લઈ નશો કરવામાં આવતો હતો.
નશો કરવા મેડિકલ સ્ટોરમાંથી દવા મળતી હતી
ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડા(Mayur Chavda -SP Bharuch) દ્વારા માહિતી સામે આવતા દહેજ વિસ્તારમાં આવેલ મેડીકલ સ્ટોર ઉપર “SEMDX- PLUS” નામની ટેબલેટનું ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરતા મેડીકલ સ્ટોરના સંચાલકોને શોધી કાઢી તેમની સામે કાર્યવાહી કરવા સુચના આપી હતી.
LCB અને SOG એ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે જોઈન્ટ ઓપરેશન કર્યું
આ સુચનાના આધારે 3 સપ્ટેમ્બરના રોજ રોજ પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ એલ.સી.બી. તથા પોલીસ ઈન્સ્પેક્ટર આનંદ ચૌધરી એસ.ઓ.જી. એ અલગ-અલગ ટીમો બનાવી ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ સી.એન. કળથીયા તથા કે.પી.વારલેકર નાઓને સાથે રાખી ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર “SEMDX- PLUS” નામની ટેબલેટ ખરીદ કરવા માટે ડમી ગ્રાહકો મોકલ્યા હતા.
20 દુકાનોમાં ડમી ગ્રાહક મોકલ્યા 5 એ પ્રિસ્ક્રીપ્શન વગર દવા આપી
દહેજ વિસ્તારમાં આવેલ અલગ-અલગ 20 મેડીકલ સ્ટરો ઉપર “SEMDX- PLUS” ટેબલેટ ખરીદવા ગ્રાહકો મોકલાયા હતા જે પૈકી 5 એ પ્રિસ્ક્રીપ્શન વગર આ દવા આપી દીધી હતી.
આ મેડીકલ સ્ટોરો ઉપર ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ દ્વારા સ્થળ પર કાયદેસરની કાર્યવાહી કરી મેડીકલ સ્ટોરોને તાત્કાલીક બંધ કરાવી મેડીકલ સ્ટોરના માલિકો વિરુધ્ધ વડી કચેરીમાં રિપોર્ટ કર્યો હતો. 5 પૈકી 4 મેડિકલ સ્ટોરમાં ફાર્માસીસ્ટ હાજર પણ મળ્યા ન હતા.
પ્રિસ્ક્રીપ્શન વગર દવા આપતા ઝડપાયેલ મેડિકલ સ્ટોરના નામ નીચે મુજબ છે
- ન્યુ મા મેડીકલ સ્ટોર, શોપ નંબર ૫, ઋષિરૂપ કોમ્પલેક્સ દહેજ ચોકડી, તા. વાગરા જી. ભરૂચ
- ભાવના મેડીકલ એન્ડ જનરોલ સ્ટોર, શોપ નંબર 6 અને 7, શાલીગ્રામ કોમ્પલેક્સ પોસ્ટ જોલવા તા. વાગરા જી. ભરૂચ.
- જય ગાયત્રી મેડીલીંક, ભૃગુ કોમ્પલેક્સ રહીયાદ, તા. વાગરા જી. ભરૂચ.
- જય ગાયત્રી મેડીસીન્સ, દુકાન નંબર 1, જાગેશ્વર તા. વાગરા જી. ભરૂચ.
- ગજાનંદ મેડીકલ સ્ટોર, દુકાન નંબર ર, ભેસલી, તા. વાગરા જી. ભરૂચ.