AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચ : સી ડિવિઝન પોલીસે વાહનચોરને ઝડપી પાડી 3 બાઈક કબ્જે કરી, વેચવાની પેરવી દરમિયાન ધરપકડ કરાઈ

ભરૂચ: ભરૂચ શહેર "સી" ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમે ચોરી  થયેલી ત્રણ મોટર સાયકલ સાથે એક ઈસમને ઝડપી પાડી  ભરૂચ શહેર "સી" ડીવીઝન પોલીસે વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

ભરૂચ : સી ડિવિઝન પોલીસે વાહનચોરને ઝડપી પાડી 3 બાઈક કબ્જે કરી, વેચવાની પેરવી દરમિયાન ધરપકડ કરાઈ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2024 | 9:37 AM

ભરૂચ: ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમે ચોરી  થયેલી ત્રણ મોટર સાયકલ સાથે એક ઈસમને ઝડપી પાડી  ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસે વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની મિલ્કત સંબંધિત ગુનાઓ શોધી કાઢવાની સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એસ.આર.ગાવીતની સુચના આધારે સર્વેલન્સ સ્કોડના પી.એસ.આઈ બી.એસ.શેલાણા તથા સ્ટાફના પોલીસ કર્મચારીઓએ પો.સ્ટે વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ શરૂ કર્યું હતું.

પેટ્રોલિંગ દરમિયાન બાતમીદાર દ્વારા પોલીસને  બાતમી મળેલ કે તવરા રોડ ઉપર આવેલ ઝુલેલાલ હોસ્પીટલના કંપાઉન્ડમાંથી ચોરી થયેલ મોટર સાયકલ લઈને એક ઈસમ ભરૂચ તવરા રોડ ઉપર આવેલ નર્મદા કોલેજના ગેટની નજીક ઉભો છે જેણે શરીરે બ્લ્યુ કલરનું આખી બાયનું શર્ટ તથા કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે જે ચોક્કસ બાતમી આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા વર્ણન અનુસારનો ઇસમને નજરે પડ્યો હતો જેને વાહન સાથે ઝડપી પાડી વાહનના દસ્તાવેજો તેમજ આધાર પુરાવા માંગવામાં આવતા તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. પૂછપરછમાં વધુ બે મોટરસાયકલ અંગેની પણ વિગત મળી આવી હતી. પોલીસે ત્રણ વાહનો કબ્જે કરી શાહનવાઝ શમશુદીન પટેલ ઉ.વ ૨૧ રહેવાસી મકાન નં ૯૮૭ ટાંકી ફળીયું ગનોર નબીપુર તા.જી.ભરૂચની ધરપકડ કરી છે.

Stomach Infection થાય તો શું ખાવું ?
TMKOC : તારક મહેતાના નવા 'અંજલી ભાભી' રિયલ લાઈફમાં છે ખૂબ જ ગ્લેમરસ
સમોસા અને જલેબી કોણે ન ખાવા જોઈએ?
દેવોં કે દેવ...મહાદેવ મોહિત રૈનાના પરિવાર વિશે જાણો
Gopal Italia Salary : ગોપાલ ઈટાલિયાને હવે ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે ?
Plant In Pot : લીંબુની છાલ ફેકીં દો છો ? છોડમાં આ રીતે કરો ઉપયોગ જંતુઓ રહેશે દૂર

શાહનવાઝ શમશુદીન પટેલ પાસેથી સી ડિવિઝન પોલીસ દ્વારા ત્રણ સ્પ્લેન્ડર મોટર સાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર-UP-81-AD-0752 , GJ-16-AR-6677 અને GJ-06-00-1693 કબ્જે કરવામાં આવેલ છે.

ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે. પાર્ટ “એ” – ૦૫૪૮/૨૦૨૪, ઇ.પી.કો. કલમ-૩૭૯ અને ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે. પાર્ટ “એ” – ૦૫૪૯/૨૦૨૪.ઈ.પી.કો.કલમ-૩૭૯ મુજબના ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આરોપીની પૂછપરછ સાથે ગુનાહિત ભૂતકાળ જાણવા પ્રયાસ શરૂ કરાયા છે.

ગુનાઓ ભેદ ઉકેલવામાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.આર.ગાવીત તથા પી.એસ.આઈ બી.એસ. સેલાણા સાથે એ.એસ.આઈ. શૈલેષભાઈ ગોરધનભાઈ, અહેકો રાકેશજી લક્ષ્મણજી, આ પોકો પંકજભાઈ સુરેશભાઇ, આ.પો.કો કમલેશભાઈ કાળુભાઈ,અ.પો.કો.જયંતીભાઈ શંકરભાઈ, અ.પો.કો પિન્ટુભાઈ અમૃતભાઈ, અ.પો.કો વિજયભાઈ ધનાભાઈ.અ.પો.કો વિષ્ણુભાઈ વજાભાઈ નાઓ દ્વારા ટીમ વર્કથી કામગીરી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ભારતીય શેરબજારનું વેલ્યુએશન ફરી 5 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું, 3 ટ્રેડિંગ સેશનમાં રૂપિયા 28.66 લાખ કરોડનો વધારો થયો

g clip-path="url(#clip0_868_265)">