Bharuch : પંજાબથી રિવોલ્વર લઈ ગુજરાતમાં લૂંટના ગુનાઓની હારમાળા સર્જવા નીકળેલા લૂંટારુઓને ભરૂચ પોલીસે ઝડપી પાડ્યા

બંને ગુનાઓમાં પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. લૂટારુઓ હિન્દી ભાષા બોલતા હતા અને તેમના શરીરનો બાંધો અને મોટરસાઇકલની વિગતો પોલીસને ફૂટેજ ઉપરથી મળી હતી.

Bharuch : પંજાબથી રિવોલ્વર લઈ ગુજરાતમાં લૂંટના ગુનાઓની હારમાળા સર્જવા નીકળેલા લૂંટારુઓને ભરૂચ પોલીસે ઝડપી પાડ્યા
ગણતરીના સમયમાં લૂંટના ગુનાનો ભેદ ઉકેલી નખાયો હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 6:10 PM

ભરૂચ(Bharuch) જિલ્લમાં ૨૪ કલાકમાં પેટ્રોલ પંપ લૂંટ(Petrol Pump Loot )ના પ્રયાસની બે ઘટનાઓને અંજામ આપનાર લૂંટારુઓ આખરે ઝડપાઇ ગયા છે. બેક ટુ બેક (Back to Back)લૂંટની બે ઘટનાઓને અંજામ આપી ભરૂચ જિલ્લામાંથી પલાયન થઇ જવાની પેરવી કરી રહેલા લૂંટારુઓને ભરૂચ પોલીસે ઝડપી પડી ત્રણ પૈકી બે લૂંટારૂઓની ધરપકડ કરી છે. લૂંટારુઓ પંજાબના છે જેમની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ પણ મળી આવી છે. લૂંટારુઓ ભરૂચમાં બે ગુના આચર્યા બાદ વડોદરા જિલ્લા તરફ ગુનાઓને અંજામ આપવાના પ્લાનિંગમાં હતા પણ ભરૂચ પોલીસે તેમના કાવતરાને નિષ્ફ્ળ બનાવી દીધો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

24 કલાકમાં લૂંટની બે ઘટના બની હતી

ગત તારીખ 9 મે ના રોજ મોડી રાત્રે દહેજથી આમોદ જતા રોડ ઉપર ચાંચવેલ ગામ નજીક આવેલ ભારત પેટ્રોલપંપમાં કોઇ બે અજાણ્યા બુકાનીધારી ઇસમોએ મોટરસાઇકલ ઉપર આવી પેટ્રોલપંપની ઓફીસમાં સુતેલ ડીલવરીમેનને રિવોલ્વર બતાવી પેટ્રોલપંપના લોકરમાં મુકેલા રૂપીયા ૩૧,૬૪૭/- ની લુંટ કરી ફરાર થઇ ગયા હતા. આ ઘટનાના ગુનાને દાખલ કરનાર પોલીસના કાગળ ઉપર સહી સુકાય તે પહલે જ વધુ એક ગુનાએ પોલીસતંત્રને દોડતું કરી દીધું હતું.તા.૧૦/૦૫/૨૦૨૨ ના રોજ દયાદરા થી નબીપુર જતા રોડ ઉપર આવેલ રંગ પેટ્રોલપંપના કંપાઉન્ડમાં ત્રણ બુકાનીધારીઓએ પેટ્રોલપંપ ઉપર ત્રણ રાઉન્ડ ફાયરીંગ લૂંટનો પ્રયાસ કર્યો હતો. કર્મચારીની ચપળતાના કારણે લૂંટારુઓ નિષ્ફ્ળ ગયા હતા. આ બન્ને બનાવ સંબંધે વાગરા તથા નબીપુર પો.સ્ટેમાં લુંટ તથા આર્મ્સ એકટની સલંગ્ન કલમો હેઠળ ગુનાઓ દાખલ થયા હતા.

સીસ્ટીવી ફૂટેજ મદદરૂપ સાબિત થયા

બંને ગુનાઓમાં પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. લૂટારુઓ હિન્દી ભાષા બોલતા હતા અને તેમના શરીરનો બાંધો અને મોટરસાઇકલની વિગતો પોલીસને ફૂટેજ ઉપરથી મળી હતી. ભરૂચ પોલીસે બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કર્યું હતું. જેમાં પોલીસને એક મહત્વની માહિતી પણ મળી હતી. બાતમીદારે નબીપુર પોલીસને માહિતી આપી હતી કે બે થી ત્રણ શકશો રાતના સમયે નબીપુર ગુરુદ્વારા નજીક શંકાસ્પદ હિલચાલ કરતા નજરે પડે છે. બાતમીદારને ફૂટેજ બતાવવામાં આવતા મોટરસાઇકલ અને શકમંદોનો શરીરનો બાંધો લૂંટારુઓ સાથે મળતો આવતો હતો. શંકા પ્રબળ બનતા નબીપુર , ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સંયુક્ત ટીમે ગુરુદ્વારા નજીક વોચ ગોઠવી શંકમદ ઇસમોને ઝડપી પાડી દેશી હાથ બનાવટની પિસ્ટલ તથા ૭ જીવતા કારતુસ તેમજ રોકડા રૂપીયા 10 હજાર કબ્જે કરવામાં આવ્યા હતા.

loot accused

ગુનામાં સંડોવાયેલ આરોપીઓ

  •  રવિન્દરસિંગ ઉર્ફે બાજવા S/O બલબીરસિંગ જ્ઞાનસિંગ રહેવાસી રંગળનંગલ તા.બટાલા જી.ગુરૂદાસપુર (પંજાબ)
  •  અમીતકુમાર ઉર્ફે વીકી S/O નીર્મલકુમાર હંસરાજ રહેવાસી- બખ્ખેલાબટાલા થાના-સેવલલાઇન તા.બટાલા જી.ગુરૂદાસપુર (પંજાબ)
  •  એક વોન્ટેડ આરોપી

ગુનાનો ભેદ ઉકેલવામાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.મંડોરા, પો.સ.ઇ. એમ.એચ.વાઢેર તથા પો.સ.ઇ. જે.એન.ભરવાડ ,એસ.ઓ.જી.ના પો.સ.ઇ. પી.એમ.વાળા, પો.સ.ઇ એમ.આર.શકોરીયા અને નબીપુર પો.સ્ટે. ના પો.સ.ઇ. એ.કે.જાડેજા સાથે ટીમે મહત્વની કામગીરી કરી હતી

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">