Bharuch : જો મંત્રી નવો હોય તો ઉત્સાહ હોય, ધીમેધીમે લાફા પડે ત્યારે ઉત્સાહ ઠરી જાય : CM ભૂપેન્દ્ર પટેલ

આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ એક નિવેદન આપ્યું. તેમણે હાસ્યાસ્પદ શૈલીમાં કહ્યું કે "મંત્રી જો નવો-નવો હોય તો તેને ઉત્સાહ હોય, પણ ધીમેધીમે આજુબાજુથી લાફા પડતા રહે તો તેનો ઉત્સાહ ઓછો થઇ જાય છે" તેમણે લોકોને સંબોધતા એમ પણ કહ્યું કે "મને વિશ્વાસ છેકે તમે અમને લાફો નહીં મારો પણ અમને શીખવાડશો" 

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 3:30 PM

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કેર ફંડમાંથી 80 લાખના ખર્ચે 1.87 મેટ્રીક ટન કેપિસીટીના PSA ઓક્સિજન પ્લાન્ટનું ગુરૂવારે લોકાર્પણ કર્યું. વડાપ્રધાન દ્વારા ભરૂચ સહિત રાજ્યમાં 18 સ્થળે તમામ ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરાયું ત્યારે આ પ્રસંગે રાજ્યના નવા સીએમ ભુપેન્દ્ર પટેલ ભરૂચમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ એક નિવેદન આપ્યું. તેમણે હાસ્યાસ્પદ શૈલીમાં કહ્યું કે “મંત્રી જો નવો-નવો હોય તો તેને ઉત્સાહ હોય, પણ ધીમેધીમે આજુબાજુથી લાફા પડતા રહે તો તેનો ઉત્સાહ ઓછો થઇ જાય છે” તેમણે લોકોને સંબોધતા એમ પણ કહ્યું કે “મને વિશ્વાસ છેકે તમે અમને લાફો નહીં મારો પણ અમને શીખવાડશો” 

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હસ્તે રાષ્ટ્રવ્યાપી સામુહિક ઇ-લોકાર્પણ અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ.કેયર્સ ફંડમાંથી રૂા.80 લાખના ખર્ચે 1.87 મેટ્રીક ટન કેપીસીટીના PSA ઓકસિજન પ્લાન્ટનું લોકાર્પણ થયું છે. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે સવારે 10 કલાકે યોજાનારા આ ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. જેમાં કોરોના વોરિયર્સ અને વેકસિનેશનમાં પોતાનું યોગદાન આપનાર પદાધિકારીઓ – અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનવામાં આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજયના કુલ ૧૮ સ્થળોએ PSA ઓકિસજન પ્લાન્ટનું લોકાર્પણ થયું છે.

ભરૂચમાં આ PSA પ્લાન્ટના લોકાર્પણ અવસરે સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા, નાયબ મુખ્યદંડક શ્રી દુષ્યંતભાઇ પટેલ, પૂર્વ મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ તેમજ ભરૂચ જિલ્લાના વિધાયકો, અગ્રણીઓ, વરિષ્ઠ અધિકારીઓ પણ મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયા હતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">