Gujarat Assembly Election 2022 : વિધાનસભા ચૂંટણી પૂર્વે વિપુલ ચૌધરીનું શકિત પ્રદર્શન, અંબાજીમાં અર્બુદા સેનાની શિબિરનું આયોજન
અંબાજીમાં અર્બુદા સેનાની બેઠકમાં વિપુલ ચૌધરીએ(Vipul Chaudhary) જણાવ્યું હતું કે મહેસાણા, પાટણ અને માણસા ઝોનમાં પણ આજ રીતે અર્બુદા સેનાની શિબિરો યોજાશે. ત્યારબાદ દૂધ સાગર સૈનિકોની બેઠકનો દોર શરુ કરાશે. આજે અંબાજી ખાતે યોજાયેલી આ શિબિરને લઈ પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે આ શિબિર સામાજિક છે અને સહકારી ક્ષેત્રમાં જૂની પેઢી બાદ હવે નવી પેઢીને તૈયાર કરવાનું કામ સેના કરી રહી છે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના(Gujarat Assembly Election 2022) પડઘમ વાગી રહ્યા છે. ત્યારે અનેક સમાજો પોતાના વર્ચસ્વને લઈ સમાજની શિબિરોને બેઠકો યોજી રહ્યા છે. જેમાં બનાાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે મોદી સમાજની બેઠક થયા બાદ આજે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની(Vipul Chaudhary) અધ્યક્ષતામાં ચૌધરી સમાજને સંગઠીત કરવા અર્બુદા સેનાની(Arbuda Sena) બે દિવસીય શિબિરની શરૂઆત કરી છે. અર્બુદા સેના 4 બ્લોકમાં વહેંચાયેલી છે જેમાં આજે ત્રણ તાલુકાના 67 ગામોના અર્બુદા સેનાના સૈનિકોની શિબિરનો પ્રારંભ થયો છે.
આગામી સમયમાં મહેસાણા, પાટણ અને માણસા ઝોનમાં પણ આજ રીતે અર્બુદા સેનાની શિબિરો યોજાશે
આ ઉપરાંત આગામી સમયમાં મહેસાણા, પાટણ અને માણસા ઝોનમાં પણ આજ રીતે અર્બુદા સેનાની શિબિરો યોજાશે. ત્યારબાદ દૂધ સાગર સૈનિકોની બેઠકનો દોર શરુ કરાશે. આજે અંબાજી ખાતે યોજાયેલી આ શિબિરને લઈ પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે આ શિબિર સામાજિક છે અને સહકારી ક્ષેત્રમાં જૂની પેઢી બાદ હવે નવી પેઢીને તૈયાર કરવાનું કામ સેના કરી રહી છે.જેના થકી ગામનો અને સમાજનો વિકાસ થશે અને સાથે દૂધ ઉત્પાદકો 100 ટકા સરકારી માળખામાં દૂધ આપે અને એક પણ ટકો ખાનગીમાં ન જાય તેવી કાળજી રાખવાનું કામ અર્બુદા સેનાને સોંપવામાં આવશે.
સરકાર દૂધ સાગર ડેરીની વ્યાજબી અને વ્યવહારુ વાતને સમજે
જોકે વિપુલભાઈ ચૌધરીને મીડિયા દ્વારા રાજકીય પાર્ટી બાબતે કરેલા સવાલ સામે તેમણે જણાવ્યું હતું કે રાજકીય રીતે બીજા બધાની મને ખબર નથી.હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું અને હું ઈચ્છું છું કે મારી પાર્ટીને મારી સરકાર દૂધ સાગર ડેરીની વ્યાજબી અને વ્યવહારુ વાતને સમજે તેમજ અન્યાય અને શોષણ ન થાય તેની કાળજી સરકાર રાખે, પાડોશી રાજ્ય રાજસ્થાનમાં દૂધ ઉત્પાદકોને કિલો ફેટના રૂપિયા 100 વધારે મળતા હોય ત્યારે આપણી સરકાર આ બાબતે ચિંતિત ન હોય તે કેટલું વ્યાજબી છે..
જોકે વિપુલ ચૌધરીએ આગામી વિધાનસભામાં પોતાનો રોલ શું રહેશે તે બાબતે તેમને જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રે ચૂંટણી લાડવા કોઈ ચિન્હની જરૂર નથી અને દોઢ દાયકાથી ચિન્હ વગર જ ચૂંટણી લડી છે.. હાલ અન્ય કોઈ ચૂંટણીની ચર્ચા કે પ્રસંગ ન હોવાનું તેમને ઉમેર્યું હતું.
(With Input, Chirag Agrwal, Ambaji )