AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha : દાંતીવાડા ડેમમાં વિદેશી પક્ષીઓનો શિકાર કરતી ટોળકી સક્રિય, શિકારનો Video viral

બનાસકાંઠાના (Banaskantha) દાંતીવાડા ડેમમાં યાયાવર પક્ષીઓનો મોટાપાયે શિકાર થઈ રહ્યો છે. ડેમમાં વિદેશી પક્ષીઓનો શિકાર કરતી એક ખાસ ટોળકી સક્રિય બની છે. શિયાળામાં દાંતીવાડા ડેમના કાંઠા વિસ્તારના છીછરા પાણીમાં રાજહંસ સહિતના વિદેશી પક્ષી મોટાપાયે મહેમાન બન્યા છે.

Banaskantha : દાંતીવાડા ડેમમાં વિદેશી પક્ષીઓનો શિકાર કરતી ટોળકી સક્રિય, શિકારનો Video viral
બનાસકાંઠામાં વિદેશી પક્ષીઓનો શિકાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2023 | 11:18 AM
Share

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં દર વર્ષે શિયાળામાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવતા હોય છે. જેના કારણે દર વર્ષે અહીં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળતો હોય છે. જો કે બીજી તરફ બનાસકાંઠામાં વિદેશી મહેમાન બનેલા આ પક્ષીઓનો શિકાર થતુ હોવાનું સામે આવ્યુ છે. શિકાર કરતી એક ટોળકી અહીં સક્રિય થઇ હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે વિદેશી પક્ષીના શિકારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેના પગલે જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાજહંસ અને હાડ પક્ષીનો શિકાર વધુ થાય છે

બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં યાયાવર પક્ષીઓનો મોટાપાયે શિકાર થઈ રહ્યો છે. ડેમમાં વિદેશી પક્ષીઓનો શિકાર કરતી એક ખાસ ટોળકી સક્રિય બની છે. શિયાળામાં દાંતીવાડા ડેમના કાંઠા વિસ્તારના છીછરા પાણીમાં રાજહંસ સહિતના વિદેશી પક્ષી મોટાપાયે મહેમાન બન્યા છે. આ વિદેશી પક્ષીઓને નિહાળવા દૂર-દૂરથી લોકો મોટી સંખ્યામાં પહોંચે છે. તો બીજી તરફ સુંદર પક્ષીઓના શિકાર અને તેના વેચાણની પ્રવૃત્તિ પણ વધી રહી છે. જેમાં ખાસ કરીને રાજહંસ અને હાડ પક્ષીનો શિકાર થતો હોવાનું સામે આવી રહ્યુ છે.

શિકારી ટોળકી અંગે ડેમના સત્તાવાળા અજાણ

એક વાયરલ થયેલા વીડિયોમાં ડેમમાં હોડી ચલાવતો એક શખ્સ પોતે જ પક્ષીઓના શિકાર કરતો હોવાનું જણાવે છે. શિકારી રોજ ત્રણથી ચાર વિદેશી પક્ષી અને રાજહંસને નિશાન બનાવે છે અને તેનું તાજુ માંસ ડેમમાં ફરવા આવતા લોકોને વહેંચે છે. દાંતીવાડા ડેમમાં ધમધમતી શિકારની પ્રવૃત્તિ અંગે વન વિભાગના કર્મચારીઓ અજાણ છે. વન વિભાગના કર્મચારીઓએ શિકાર અંગે કડક તપાસ કરીને દોષિતોને સજા આપવી જોઈએ. વિદેશી પક્ષીઓના શિકારની પ્રવૃત્તિ પર તાત્કાલિક અંકુશ આવે તે જરૂરી છે.

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">