ગુજરાતમાં અંબાજી પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

અંબાજીમાં આંચકો રાત્રે 2.27 કલાકે અનુભવાયો હતો. જેની અસર અંબાજી અને આબુરોડ તથા મા઼ઉન્ટઆબુ(Mount Abu) વિસ્તારમાં અનુભવાઇ હતી. તેમજ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 92 કિલોમીટર દુર ભીનામાલ પાસે હોવાનું અનુમાન છે.

ગુજરાતમાં અંબાજી પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
Ambaji Earthquake (File Photo)

ગુજરાતમાં(Gujarat)  અંબાજી (Ambaji) પંથકમાં ભુકંપનો(Earthquake) આંચકો અનુભવાયો છે. જેમાં મળતી માહિતી મુજબ 2.6 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. આ આંચકો રાત્રે 2.27 કલાકે અનુભવાયો હતો. જેની અસર અંબાજી અને આબુરોડ તથા મા઼ઉન્ટઆબુ(Mount Abu) વિસ્તારમાં અનુભવાઇ હતી.

તેમજ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 92 કિલોમીટર દુર ભીનામાલ પાસે હોવાનું અનુમાન છે. જો કે આ અંગે બનાસકાંઠા ડિઝાસ્ટર મેનેજમેન્ટે આ બાબતે કોઈ પુષ્ટી કરી નથી

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના(rajasthans) જાલોરમાં શુક્રવારે મોડી રાતે લગભગ 2.26 વાગ્યે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 હતી.

આ પૂર્વે 16 નવેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાની રાજસ્થાન સરહદે 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગુજરાતના બનાસકાંઠામાં  પણ આંચકા અનુભવાયા હતા. જેમાં પાલનપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ISR) દ્વારા ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર નજીક 10 કિલોમીટરની ઉંડાઈએ હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભૂકંપના પાંચ ઝોન છે, જે પૈકી બનાસકાંઠા જિલ્લો ભૂકંપના ઝોન-3માં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં અવાર-નવાર હળવા આંચકા નોંધાતાં હોય છે. ગુજરાતમાં ભૂકંપ માટે સૌથી સંવેદનશીલ વિસ્તાર કચ્છ છે. જે ભૂકંપ ઝોન-5માં આવે છે.

ભૂકંપ ઝોન 4માં સૌરાષ્ટ્ર સહિતનો વિસ્તાર તેમજ ઝોન-3માં બનાસકાંઠા જિલ્લો આવે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારની સરખામણીએ બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપની તીવ્રતા ઓછી હોઇ શકે છે.

ગુજરાતમાં સામાન્ય રીતે કચ્છમાં ભૂકંપના અનેક આંચકા આવી રહ્યા છે. તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને અન્ય વિસ્તારોના ભૂકંપના હળવા આંચકા સમયાંતરે નોંધાય રહ્યા છે. તેમજ આ અંગે ગુજરાત સિસ્મોલોજી સેન્ટર તેની પર સતત ધ્યાન રાખી રહ્યું છે, તેમજ ભૂકંપના આ આંકડાઓનો અભ્યાસ કરીને સાવચેત રહેવા માટે સૂચના પણ આપે છે.

ભૂકંપ શા માટે આવે છે ?  પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટો વધુ અથડાય છે, તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે, પ્લેટોના ખૂણાઓ વળી જાય છે. જ્યારે વધુ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.

આ પણ વાંચો :  ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ શનિવારે કરશે અમદાવાદમાં ઉમિયાધામનું ભૂમિપૂજન

આ પણ વાંચો : દેવ દિવાળીએ વિરમગામ શહેરનું ઐતિહાસિક મુનસર તળાવ 1111 દિવડાઓથી ઝળહળી ઉઠ્યું

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati