AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Biporjoy: બનાસકાંઠા જિલ્લામાં ‘બિપોરજોય’એ રૂૌદ્ર રૂપ ધારણ કરી મચાવી તબાહી, આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો, મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી

Cyclone Biporjoy Update: બનાસકાંઠા જિલ્લામાં અતિ ભારે નુકશાનનું અનુમાન છે. મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા છે. પતરા વાળા મકાનોના મોટા પ્રમાણમાં મકાનોના છતના પતરા ઉડ્યા છે. આખી રાત ધોધમાર વરસાદ પડ્યો છે.

Cyclone Biporjoy: બનાસકાંઠા જિલ્લામાં 'બિપોરજોય'એ રૂૌદ્ર રૂપ ધારણ કરી મચાવી તબાહી, આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો, મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2023 | 9:46 AM
Share

Banaskantha: બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ભાભર, સૂઈગામ સહિતના તાલુકામાં ભારે નુક્સાન થયું છે. સાંજના સમયે આવેલા ભારે પવને રાત્રે 10 વાગ્યા પછી અતિ ભારે વાવાઝોડાનું રૂદ્ર રૂપ ધારણ કરી તબાહી મચાવી છે. જિલ્લામાં અતિ ભારે નુકશાનનું અનુમાન છે. મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા છે. પતરા વાળા મકાનોના મોટા પ્રમાણમાં મકાનોના છતના પતરા ઉડ્યા છે. આખી રાત ધોધમાર વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો: Gujarat Weather Forecast : જાણો આજે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણમાં, તો અનેક રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના

બનાસકાંઠા જિલ્લાના સવારે 4 વાગ્યા સુધીના આંકડા આંકડા

  • વાવ 39 MM
  • થરાદ 42 MM
  • ધાનેરા 97 MM
  • દાંતીવાડા 24 MM
  • અમીરગઢ 37 MM
  • દાંતા 54 MM
  • વડગામ 76 MM
  • પાલનપુર 63 MM
  • ડીસા 77 MM
  • દિયોદર 71 MM
  • ભાભર 75 MM
  • કાંકરેજ 34 MM
  • લાખણી 23 MM
  • સુઇગામ 65 MM

લાખણી-થરાદ હાઈવે પર ભારે પવનના કારણે વૃક્ષો થયા ધરાશાયી

લાખણી – થરાદ હાઈવે પર ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. લાખણીથી મલુપુર સુઘી ઠેર ઠેર ભારે પવનના કારણે મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા છે. હાઈવે પર વૃક્ષો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પોલીસે રોડ પરથી વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી.

Ambaji માં પણ Cyclone Biparjoyની અસર વર્તાઇ, ભારે વરસાદ બાદ ગબ્બર દર્શન માટે બંધ કરાયો

બિપરજોય વાવાઝોડું ગુરૂવારે મધરાતે જ્યારે લેન્ડફોલ દરમિયાન કચ્છ ઉપર ત્રાટક્યું હતું, જો કે તેની બાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકને લઈને આ આગાહી કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં પણ બિપરજોય વાવાઝોડાની અસરના પગલે વરસાદ પડયો છે.

જેમાં 15 અને 16 જુને બનાસકાંઠામાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી. જો કે વરસાદના પગલે અંબાજીના બજારોમાં પાણી ભરાયા છે. જ્યારે ભારે વરસાદના પગલે હાઈવે માર્ગ પણ પાણીમાં ગરકાવ થયો છે. તેમજ વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે અનેક નાના વેપારીઓ પોતાના ધંધા આટોપ્યા છે. તેમજ બજારમાં પણ પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા છે. તેમજ હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(ઈનપુટ ક્રેડિટ- જગદીશ પ્રજાપતિ, બનાસકાંઠા)

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">