Banaskantha : યાત્રાધામ અંબાજી નજીક ચિખલા ગામે યુવકની હત્યા કરી દેવાતા સમગ્ર પંથકમાં ચકચાર

યાત્રાધામ અંબાજી (Ambaji) નજીક ચિખલાના રાણપુરના સુરમાભાઇ પરમાર તેના પરીવાર સાથે તેના પિતરાઇ બહેનના લગ્નમાં ચિખલા ગામે આવ્યા હતા. જ્યાં સુરમાભાઇ પરમારના પિતરાઇ ભાઇઓએ ચપ્પાનાં ઘા સુરમાભાઈને મારી હત્યા કરી દેવાતા સમગ્ર લગ્નપ્રંસગ માતમમાં ફેરવાયો હતો

Banaskantha : યાત્રાધામ અંબાજી નજીક ચિખલા ગામે યુવકની હત્યા કરી દેવાતા સમગ્ર પંથકમાં ચકચાર
Murder
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 8:05 PM

ગુજરાતમાં યાત્રાધામ અંબાજી(Ambaji)નજીક ચિખલા ગામે એક 22 વર્ષીય યુવકની(Youth)હત્યા(Murder)કરી દેવાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં બનાવની હકીકત મુજબ ગતરાત્રિએ રાણપુરના સુરમાભાઇ પરમાર તેના પરીવાર સાથે તેના પિતરાઇ બહેનના લગ્નમાં ચિખલા ગામે આવ્યા હતા. જ્યાં સુરમાભાઇ પરમારના પિતરાઇ ભાઇઓએ ચપ્પાનાં ઘા સુરમાભાઈને મારી હત્યા કરી દેવાતા સમગ્ર લગ્નપ્રંસગ માતમમાં ફેરવાયો હતો. જ્યાં ચિખલા ગામે લગ્નમાં સુરમાભાઇ તેના પિતરાઇ ભાઇ ખીમાભાઇ પરમારને મળ્યો હતો. પણ તેને પિતરાઇ ભાઇ હોવા છતાં ઓળખવાનો ઇન્કાર કરી તેનું ગળું પકડી લેતાં મામલો બિચક્યો હતો. જ્યાં એક તરફ લગ્નનાં ગીતો ગવાતા હતા ત્યાં સુરમાભાઇનાં ત્રણ પિતરાઇ ભાઇઓ સુરમાભાઇને ફોસલાવી પોતાના ઘરની પાછળ લઇ જઇ સુરમાભાઇને પીઠનાં ભાગે ચપ્પાનાં ઘા મારી તેની હત્યા કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

જ્યાં ચપ્પાનાં ઘાથી ઇજાગ્રસ્ત બનેલો સુરમાભાઇ તરફડીયા મારતો ઘર આગળ જ તેનું મોંત નિપજ્યુ હતુ. જ્યાં સમગ્ર લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાતાં દોડધામ મચી હતી.આ બાબતની જાણ અંબાજી પોલીસને થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને મરનાર સુરમાભાઇ પરમારના મૃતદેહને અંબાજીની જનરલ હોસ્પિટલમાં લાવી તેનાં પોસ્ટમાર્ટમની તજવીજ હાથ ધરી હતી. આજે આદીવાસી સમાજના અનેક લોકો મહીલાઓ સહીત અંબાજીની જનરલ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો ને સમગ્ર મામલે અંબાજી પોલીસમાં ફરીયાદ આપતાં મરનારની માતા અને બહેનોએ પોતાના નિવેદન નોંધાવતા જણાવ્યુ હતુ કે આ હત્યા જમીન મામલે કરાઇ હોવાનું જણાવી આરોપીઓને સજા કરવાની માંગ કરી હતી.

જોકે આ સમગ્ર મામલે અંબાજી પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરીયાદ નોંધાતા પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડવાં શોધખોળ હાથ ધરી છે. એટલુંજ નહીં આ હત્યાનાં ગુના બાબતે પોલીસ અધિકારીએ મીડિયા સમક્ષ  કશું પણ  કહેવાનનો  ઇન્કાર કર્યો હતો. તેમજ આ સમગ્ર હત્યાની પણ ઝીણવટથી તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ આ હત્યા થવા પાછળનું  કારણ જાળવવાની પણ પોલીસે શરૂઆત કરી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

(With Input Chirag Agarwal, Ambaji) 

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">