Banaskantha : લેન્ડ ગ્રેબિંગ એકટ અમલમાં આવતા ભૂ માફિયાઓ ભૂગર્ભમાં ઉતર્યા

લેન્ડ ગ્રેબિંગ એકટનો(Land Grabbing Act) કાયદો અમલમાં આવતા બનાસકાંઠામાં (Banaskantha) વર્ષોથી પચાવી પાડેલી જમીન મૂળ માલિકને આપવા મજબૂર બન્યા છે.

Banaskantha : લેન્ડ ગ્રેબિંગ એકટ અમલમાં આવતા ભૂ માફિયાઓ ભૂગર્ભમાં ઉતર્યા
Land Grabbing Act
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: Jul 31, 2021 | 1:17 PM

ગુજરાત સરકારે સરકારી તેમજ ખાનગી જમીન ઉપર થયેલા અનઅધિકૃત દબાણઓ દૂર થાય તેમજ મૂળ માલિકને જમીન પરત મળે તે માટે લેન્ડ ગ્રેબિંગ એકટનો(Land Grabbing Act) કાયદો અમલમાં લાવ્યો. જે કાયદો ઓગસ્ટ 2020 થી ગુજરાતમાં અમલમાં આવતાં જ અનેક ભૂમાફિયાઓ આ કાયદાના કારણે વર્ષોથી પચાવી પાડેલી જમીન મૂળ માલિકને આપવા મજબૂર બન્યા છે.

બનાસકાંઠા(Banaskantha) જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ 373 અરજીઓ બનાસકાંઠા (Banskantha) જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સરકારી તેમજ ખાનગી માલિકીની અનેક જમીનો પર વર્ષોથી પોતાનું કબજો જમાવી રાખનાર લોકો સામે કલેકટરે લાલ આંખ કરી છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 373 જેટલી અરજીઓ નોંધાઈ છે. જેમાંથી 224 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. મોટાભાગની અરજીઓમાં વર્ષોથી પોતાની જમીન માટે સરકારી કચેરીઓમાં ધક્કા ખાતા અરજદારોની લેન્ડ ગ્રેબિંગ એક્ટની અમલવારી થતા જ પોતાની જમીનો પરત મળી છે.

જીલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એકટ ની સ્થિતિ :-

આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video

– 113 એકર જમીન મુક્ત થઈ

– લેન્ડ ગ્રેબિંગ એકટ થી ખુલ્લી થયેલી જમીનની જંત્રી કિંમત 17 કરોડ

– 43 અરજીઓ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ મંજૂર

– 22 અરજીઓ મામલે પોલીસ ફરીયાદ

– લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ 91 લોકો સામે ફરિયાદ

– 14 કેસમાં પક્ષકારો વચ્ચે સમાધાન

લેન્ડ ગ્રેબિંગ એકટના કાયદાથી મૂળ માલિકોને જમીન પરત મળી : કલેકટર લેન્ડ ગ્રેબિંગ એક્ટ મામલે જિલ્લા કલેકટર આનંદ પટેલનું કહેવું છે કે આ કાયદાથી વર્ષો જૂની જમીન ઉપરના દબાણો દૂર થયા છે. અગાઉ જમીનો પર કબજો મેળવ્યા બાદ મૂળ માલિકને તેની જમીન મળતી ન હતી. પરંતુ હવે ઓનલાઇન લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ અરજી કરવાથી જો તથ્ય જણાય તો તેમાં કાર્યવાહી થતાં પહેલાં જ લોકો સમાધાનકારી વલણ અપનાવી પોલીસ ફરીયાદ થવાના ડર થી મૂળ માલિકને જમીન પરત કરે છે.

લેન્ડ ગ્રેબિંગ એકટ થી 15 વર્ષ બાદ જગાણાના ખેડૂતને જમીન પરત મળી લેન્ડ ગ્રેબિંગ એકટના કારણે અનેક ખેડૂતોની જમીન પરત મળી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જગાણા ગામના ખેડૂત રણછોડભાઈ મગનભાઈ પટેલ કે જેમના પૈતૃક જમીન અસામાજિક તત્વો દ્વારા બચાવવા પચાવી પાડવામાં આવી હતી. જે બાદ નવો કાયદો આવતા જ તેઓએ જિલ્લા કલેક્ટર ઓફિસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ અરજી કરતા અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. 15 વર્ષથી જે જમીન પર અસામાજિક તત્વોનો કબજો હતો. તે જમીન પર અસામાજીકતત્વોએ જમીનનો કબજો ખાલી કરી અને મૂળ માલિકને જમીન પરત કરી છે.

આ પણ વાંચો :Banaskantha : પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં વિપક્ષ નેતાએ કેમ પ્રમુખ અને ચીફ ઓફિસરને આપી અત્તરની ભેટ

આ પણ વાંચો :Banaskantha : અમીરગઢના આંતરિયાળ ગામોમાં પીવાના પાણીની અછત, મહિલાઓએ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

g clip-path="url(#clip0_868_265)">