Banaskantha: ધાનેરામાં બે દિવસથી વરસેલા અવિરત વરસાદે 2017ના પૂરની અપાવી યાદ, અનેક વિસ્તારો બન્યા જળમગ્ન

Banaskantha: જિલ્લામાં બિપરજોય વાવાઝોડા બાદ છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદે બનાસકાંઠાવાસીઓને 2017ના પૂરની યાદ અપાવી દીધી છે. ધાનેરામાં વિનાશક પૂરની સ્થિતિમાં અનેક લોકો મકાનવિહોણા બન્યા છે. કુદરત સામે લાચાર લોકોની આંખોમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા.

Banaskantha: ધાનેરામાં બે દિવસથી વરસેલા અવિરત વરસાદે 2017ના પૂરની અપાવી યાદ, અનેક વિસ્તારો બન્યા જળમગ્ન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2023 | 11:51 PM

બિપરજોય વાવાઝોડા બાદ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. સતત 8-9 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. અનેક તાલુકાઓમા પૂરની સ્થિતિ સર્જાઈ છે તો નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘુસા ગયા છે. આ વરસાદે ધાનેરાવાસીઓને ફરીએકવાર 2017ના પૂરની યાદ અપાવી દીધી છે. શનિવારે મધરાતે ધાનેરા તાલુકાના જડિયા ગામે રેલ નદીના પાણી ઘૂસ્યા જેણે તબાહી સર્જી દીધી. અનેક લોકો મકાન વિહોણા થયા. અનેક પશુઓ મોતને ભેટ્યા. રોડ તૂટવાથી સંપર્ક કપાયો. ખેતરો બેટમાં ફેરવાયા. લોકોના દર દાગીના અને રોકડ પણ પાણીમાં તણાયા. હવે જડિયા ગામના લોકો પાસે આંખોમાં આંસુ અને મદદની અપેક્ષા સિવાય કંઈ નથી.

ભેગી કરેલી પાઈ-પાઈ તણાઈ ગઈ

બીપોરજોય વાવાઝોડાની અસર બનાસકાંઠામાં તબાહી સર્જીને ગઈ છે. જિલ્લામાં ચારેતરફ નુકસાન અને બરબાદીના દ્રશ્યો છે. સૌથી વધુ પ્રભાવિત થયું છે. ધાનેરા તાલુકાનું જડિયા ગામ કે જ્યાં રાત્રે 12:00 વાગે રેલ નદીના પાણી ઘૂસતા જ જડિયા ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા અને આખું ગામ કાદવ કિચડથી ભરાયું. પાણીનું વહેણ એ પ્રકારે હતું કે ગામમાં દુકાનો હોય, શાળા હોય કે દૂધ મંડળી તમામ જગ્યાએ નુકસાની વેરતું ગયું. જડિયા ગામમાં અનેક પશુઓના મોત થયા અને ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા. બે દિવસ જડિયા ગામ વીજળી વિહોણું રહ્યું અને લોકો પણ ઘરબાર વગરના થયા.

રાત્રે અચાનક આવેલા પૂરે વેર્યો વિનાશ

લોકો રાત્રે બાર વાગ્યે ભર ઉંઘમાં હતાં અને નદીના પાણી ઘસમસતા આવી મકાનની દિવાલ તોડી અને અંદર ઘૂસી ગયા લોકો સફાળા જાગી દોડ્યા. પ્રાથમિકતા તો પોતાના બાળકોને બચાવવાની હતી એટલે બાળકોને છાપરા પર ચડાવી તેમનો તો બચાવ કર્યો પરંતુ ઘરમાં રહેલું અનાજ પલળી ગયું. વાડામાં બાંધેલા પશુઓ તણાઈ ગયા, કેટલાક તો મોતને ભેટ્યા.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

આ પણ વાંચો : Banaskantha : થરાદ અને ધાનેરામાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી, વાવાઝોડા પછીની તબાહીનાં આકાશી દ્રશ્યો, જુઓ Video

આંખમાંથી આંસુ સુકાતા નથી

ભારે વરસાદનું પાણી, ઉપરથી ઉમેરાયું નદીનું પાણી .અને આ બેઉ પાણીએ જડિયા ગામના લોકોની આંખમાં પાણી લાવી દીધા છે. લોકોની વેદના એ છે કે અત્યારે તેમની પાસે ખાવા માટે અનાજ નથી, ચારે તરફ પાણી છે પણ પીવા માટે પાણી નથી. રૂપિયા પણ પાણીમાં તણાઈ જતાં લોકો સાવ લાચાર થઈ ગયા છે. બધી બાજુથી ઘેરાયેલા લોકોને હવે સરકાર અને તંત્ર પાસે મદદની અપેક્ષા છે.

બનાસકાંઠા સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો   

g clip-path="url(#clip0_868_265)">