Banaskantha : કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના હાથમાં બંદૂક, વાયરલ થયા ફોટા તો લોકોએ કરી કોમેન્ટ

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દિયોદરના કોતરવાડ ગામે લગ્ન પ્રસંગમાં મામેરા સમયે બંદૂક હાથમાં રાખી હોવાનો ફોટો વાયરલ થયો છે. વાવ ધારાસભ્યોનો પરીવારનો મામેરા પ્રસંગના માહોલમાં ગેનીબેન ઠાકોર બંદૂક સાથે જોવા મળ્યા હતા.

Banaskantha : કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના હાથમાં બંદૂક, વાયરલ થયા ફોટા તો લોકોએ કરી કોમેન્ટ
Congress MLA Geniben Thakor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2023 | 8:56 PM

બનાસકાંઠાના વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (Geniben Thakor) અવારનવાર વિવાદીત નિવેદનોને લઈ ચર્ચામાં રહે છે. તેવામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દિયોદરના કોતરવાડ ગામે લગ્ન પ્રસંગમાં મામેરા સમયે બંદૂક હાથમાં રાખી હોવાનો ફોટો વાયરલ થયો છે. વાવ ધારાસભ્યોનો પરીવારનો મામેરા પ્રસંગના માહોલમાં ગેનીબેન ઠાકોર બંદૂક સાથે જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : Rain Breaking : બનાસકાંઠા પંથકમાં મોડી રાત્રે વરસ્યો કમોસમી વરસાદ, જુઓ Video

ધારાસભ્યનો બંદૂક સાથે ફોટો વાયરલ થતા લોકોમાં ચર્ચાસ્પદ વિષય બન્યો છે. ગેનીબેન ઠાકોરે તેમના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યા છે. જેમાં લોકો અનેક કોમેન્ટ કરી છે. એક યુઝર્સે લખ્યુ છે કે ” બેન આપડે બંડૂક પર લેણુ નથી, મહેરબાની કરજો નહીતર રાહુલજી ના જેવુ થશે” તો અનેક લોકોએ તેમના વખાણ કર્યો છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ગૃહમાં ઉઠાવ્યો મહિલાઓને હથિયાર આપવાની મંજૂરીનો મુદ્દો !

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી મહિલાઓને હથિયાર આપવાની મંજૂરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ગેનીબેન ઠાકોરે સરકારને સવાલ કર્યો કે મહિલાઓને સુરક્ષા આપવા માટે હથિયારની મંજૂરી આપવા માટે સરકારે શું નિર્ણય કર્યો. જો કે ગેનીબેન ઠાકોરના સવાલ પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેનો પ્રત્યુત્તર આપ્યો. હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે મહિલાઓ વિરુદ્ધના ગુનામાં તાત્કાલિક ન્યાય મળે છે. મહિલાઓ પર અત્યાચાર થશે તો આરોપીઓને કડક સજા થશે.

હાલની સ્થિતિમાં કરાટે પૂરતા નથી- ગેનીબેન ઠાકોર

અગાઉ પણ વિધાનસભાના સત્ર દરમિયાન ગેનીબેન ઠાકોરે દીકરીઓને આત્મરક્ષણ માટે સ્વનિર્ભર બને તેવા આશયથી મહિલાઓને બંદુકનું લાયસન્સ આપવાની માગ કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે હાલની સ્થિતિને જોતા કરાટે પૂરતા નથી. જે વિસ્તારમાં બુટલેગરો, અસામાજિક તત્વોને કારણે મહિલાઓ સામે અત્યાચાર થઈ રહ્યા છે પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી.

આથી આવા લોકોનુ મનોબળ વધે છે. આવી ઘટનાઓમાંથી 90 ટકા ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચતી નથી. માત્ર 10 ટકા મહિલાઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે છે. ઉપરાંત ભોગ બનેલી મહિલાઓને સવાલ કરવામાં આવે તો પોતાની સાથે બનેલી ઘટનાનું વર્ણન કરી શક્તી નથી, આવી સ્થિતિમાં મહિલાઓ પાસે લાયસન્સવાળુ હથિયાર હોય તો અસામાજિક તત્વોને પણ ડર રહે છે. તેમ ગેનીબેને જણાવ્યુ હતુ.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">