Rain Breaking : બનાસકાંઠા પંથકમાં મોડી રાત્રે વરસ્યો કમોસમી વરસાદ, જુઓ Video

Rain Breaking : બનાસકાંઠા પંથકમાં મોડી રાત્રે વરસ્યો કમોસમી વરસાદ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 9:16 AM

ગઈકાલે મોડી રાત્રે બનાસકાંઠા પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ વરસતા બાજરીના પાકને નુકસાનની થવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભર ઉનાળે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠામાં ગઈ કાલે મોડી રાત્રે લાખણી તાલુકાના કુંડા, વાસણા, સેકરા સહિત ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, ભાભર, કાંકરેજ અને સૂઇગામ તાલુકા વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો હતો. બનાસકાંઠા પંથકમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. ભારે પવન સાથે પંથકમાં વરસાદ વરસતા બાજરીના પાકને નુકસાન થવાની શક્યતા છે.

આ પણ વાંચો : Banaskantha: હવે લગ્ન પ્રસંગે નહીં વગાડાય DJ, બ્રહ્મ સમાજે ઘડયા નવા નિયમો

અમરેલીમાં પડ્યો ધોધમાર વરસાદ

તો ગઈકાલે અમરેલી જિલ્લાના ધારી તેમજ ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સતત છઠ્ઠા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાના ધારી, તેમજ ગીર પથંકના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. તો ગોપાલ ગ્રામ, ચલાલા , મીઠાપુર, ખીચા, સરસિયા, સાવરકુંડલા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">