AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: વાવ તાલુકાનું ભાટવર ગામ વગર વરસાદે બેટમાં ફેરવાયું

વાવ તાલુકાનું ભાટવર ગામ (Bhatvar village) બેટમાં ફેરવાયું છે, વરસાદે (Rain) તો વિરામ લીધો છે, પરંતુ ગામમાં ભરાયેલું પાણી હજું પણ ઓસર્યું નથી. આખા ગામમાં ગોઠણ ડૂબ પાણી ભરાયેલું છે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા અનાજ સહિત તમામ ઘરવખરી પલળી જતા ભારે નુકસાન પહોંચ્યું છે.

Banaskantha: વાવ તાલુકાનું ભાટવર ગામ વગર વરસાદે બેટમાં ફેરવાયું
Banaskantha: Bhatwar village of Vav taluka turned into bat without rain
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2022 | 10:24 PM
Share

બનાસકાંઠાના (Banaskantha) વાવ તાલુકાનું ભાટવર ગામ (Bhatvar village) બેટમાં ફેરવાયું છે, વરસાદે (Rain) તો વિરામ લીધો છે, પરંતુ ગામમાં ભરાયેલું પાણી હજું પણ ઓસર્યું નથી. આખા ગામમાં ગોઠણસમા પાણી ભરાયેલા છે, લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા અનાજ સહિત તમામ ઘરવખરી પલળી જતા ભારે નુકસાન પહોંચ્યું છે. જેના પગલે સ્થાનિક લોકો કફોડી સ્થિતિમાં મૂકાયા છે અને સ્થાનિકોને કેવી રીતે રસોઈ બનાવી  તેવા પ્રશ્નો ઉભા થયા છે.

જ્યારે ભાટવરથી ડેડાવા, ભાચલી અને માડકા જવાના રસ્તે કેડ સમાણાં પાણી

ભાટવર ગામ પાસેના ડેડવા તરફ જવાનો રસ્તો બિલકુલ બંધ થઈ ગયો છે, ભાચલી અને માડકા જેવા ગામોના તળાવ (lake) ફાટતા તમામ પાણી ભાટવર ગામમાં આવી એકઠું થયું છે, જેથી આખું ગામ બેટમાં ફેરવાયું છે ભાટવર ગામની આ સમસ્યા દર વર્ષે ઉદ્ભવે છે, જેથી ગ્રામજનો તંત્ર પાસે આ સમસ્યાનો અંત લાવવા માગણી કરી રહ્યાં છે

Banaskantha vav

ઘરોમાં પાણી હોવાથી શું રાધવું અને શું જમવું  એ મોટો પ્રશ્ન છે.

સમસ્યા દર વર્ષની, પરંતુ નથી આવતો કઈ ઉકેલ

ભાટવરથી ડેડાવા, ભાચલી અને માડકા જવાના રસ્તાઓ પર કમરસમાં પાણી ભરાતા લોકોને ગામની બહાર કઈ રીતે જવું અને ઘરોમાં પાણી હોવાથી શું રાધવું અને શું જમવું  એ મોટો પ્રશ્ન છે. વાવના ભાટવર ગામમાં કમરસમા પાણી ભરાતા લોકોને 2017ના દ્રશ્યો યાદ આવ્યા છે. પાણીનો કોઈ જ નિકાલ ન હોવાથી સ્થાનિકોની હાલત કફોડી બની છે. ગામના 100થી વધુ ઘર પાણીમાં ગરકાવ હોવાથી ગ્રામજનોનું રોજિંદું જીવન ખોરવાઈ ગયું છે અને ઘરમાં બે ટાઈમ જમવાનું  કેવી રીતે બનાવવું તે અંગેના પણ પ્રશ્ન ઉભા થયા છે.

વરસાદ ગયો પણ સમસ્યા યથાવત્

ભાટવર ગામના સંરપંચે પોતાની તથા ગ્રામજનોની વ્યથા જણાવતા કહ્યું હતું કે વરસાદ નથી, પરંતુ ગામમાં પૂર જેવી સ્થિતિ છે. ગામની અડધોઅડધ જમીન અને ઘર પાણીમાં છે. ગામથી ડેડવા તરફ જવાનો રસ્તો સાવ બંધ છે.

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">