બનાસકાંઠાઃ વડગામના માહી ગામે વિદ્યાર્થીઓ માટે બનાવાઈ અદ્યતન લાઈબ્રેરી, વિદ્યાર્થી લાઈબ્રેરીમાં પહોંચતાં જ વાલીને થશે જાણ
વડગામ તાલુકાના માહી મહેંદીપુરા નજીક ચૌધરી સમાજની વાડીમાં સમાજના વિદ્યાર્થી-વિદ્યાર્થિની અભ્યાસ કરી ઉચ્ચ કક્ષાએ સરકારી નોકરી મેળવે તે હેતુથી લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે.
રાજ્યના અંતરિયાળ ગામડાં પણ આધુનિક બની રહ્યાં છે. આવું જ એક ગામ બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં વડગામ તાલુકાનું માહી ગામ છે. આ ગામના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે એક અત્યાધુનિક લાયબ્રેરી (library) બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ (students) લાઈબ્રેરીમાં પહોંચશે તેવો જ પિતાના મોબાઈલમાં મેસેજ આવશે અને પિતાને ખબર પડશે કે તેમનો દીકરો અથવા દીકરી સુરક્ષિત પહોંચી ગયા છે. વડગામ તાલુકાના માહી ગામે યુવાનોએ વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી અને પંદર ગામ આંજણા ચૌધરી સંચાલિત આદર્શ લાઈબ્રેરી શરૂ કરવામાં આવેલી છે. ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ GPSC અને UPSC ની તૈયારી શાંત વાતાવરણમાં કરી શકશે.
વડગામ તાલુકાના માહી મહેંદીપુરા નજીક ચૌધરી સમાજની વાડીમાં સમાજના વિદ્યાર્થી-વિદ્યાર્થિની અભ્યાસ કરી ઉચ્ચ કક્ષાએ સરકારી નોકરી મેળવે તે હેતુથી લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે. લાઈબ્રરીમાં બાયોમેટ્રિક્સ સિસ્ટમ લગાવાવમાં આવી છે જેના કારણે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીના પિતાના મોબાઈલમાં મેસેજ જાય છે કે આજે તમારું બાળક લાઈબ્રેરીમાં આવી ગયું છે જેને લઈ વાલી તેમજ સંચાલકોની જવાબદારી ઓછી રહે છે વડગામ તાલુકાના માહી-મહેંદીપુરા ખાતે આવેલ પંદરગામ આંજણા ચૌધરી સમાજવાડી છાપી જલા દ્વારા સમાજના ભડોળ દ્વારા આશરે બાર લાખના ખર્ચે સમાજનાને વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને નજીવા ખર્ચે અને યોગ્ય વાતાવરણમાં અભ્યાસ કરે તે માટે થઈ આદર્શ વાંચનાલય બનાવવામાં આવી છે જેમાં સમાજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ વાંચન માટે આવે છે સમાજના બુધ્ધિજીવો દ્વારા શરૂ કરવામાં આવી છે. સમગ્ર લાઈબ્રેરી સી.સી.ટીવીથી સજ્જ કરવામાં આવી છે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ યુ.પી.એસ.સી અને જી.પી.એસ.સી ની તૈયારી કરતાં વિદ્યાર્થી-વિદ્યાર્થીની લાભ લઈ રહ્યા છે
વિદ્યાર્થીઓના હિત માટે ક્યાંથી આવ્યો વિચાર
માહી ગામના કામરાજભાઈ કહે છે કે અમને એક વિચાર આવ્યો કે, લાઈબ્રેરીમાં 100થી વધુ બાળકો આવે છે અને હાલના સમયમાં તમામ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને સાચવવા મુશ્કેલ છે તે માટે લાઈબ્રેરીમાં આવતા વિધાર્થીઓ માટે બાયોમેટ્રિક્સ ફેસ સ્કિન આપ્યા બાદ એન્ટ્રી આપવામાં આવે છે જેથી તે મેસેજ વિદ્યાર્થીના પિતાના મોબાઈલ પર જશે જેથી અમારી જવાબદારી પણ ઓછી રહેશે
પંદર ગામના ગામના વિદ્યાર્થીઓ વાંચન કરવા આવે છે
વડગામ તાલુકા ના છાપી, કોટડી, તેનીવાડા , ધારેવાડા, ઉંમરૂ, દેથળી , મેત્રાણા , ડિડરોલ , મામવાડા, માહી , ભરકાવાડા, ચાંગા, ચંગવાડા, સેદ્રાસણ અને મજાદર પીએસઆઇ, બિન સચિવાલય, ફોરેસ્ટ, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જીપીએસસી, ગ્રામસેવકે તેમજ એનડીએની પણ તૈયારીઓ કરવામાં આવે છે.જેમાં હાલમાં 7 પીએસઆઈ, બિન સચિવાલયમાં 9 અને ફોરેસ્ટમાં 4 વિદ્યાર્થીઓ સીલેસ્ટ થયા છે જોકે આ ડિજિટલ અને અધતન લાયબ્રેરી અન્ય સમાજ માટે પણ પ્રેરણા દાયક છે.