બનાસકાંઠા : પાણીના તળ ઊંચા આવે તે માટે 111 તળાવોનું નવનિર્માણ થશે
બનાસ ડેરીમાં યોજાયેલા જળ સંચય બેઠકમાં આજે મોટી સંખ્યામાં સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. સહકારની ભાવના સાથે સરપંચ તેમજ સહકારી આગેવાનો સાથે મળી ગામના વહી જતા પાણીને અટકાવી જળ સંચય થાય તે માટેની કામગીરી કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM MODI) આહ્વાન બાદ હવે બનાસકાંઠાના (Banaskantha)બનાસ ડેરી ભૂગર્ભ જળ (Ground water)ઊંચા આવે અને પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે માટે 111 તળાવોને (Lakes)નવનિર્માણ કરશે. બનાસકાંઠામાં પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આજે જીલ્લાના સરપંચ અને સહકારી આગેવાની બેઠક મળી. જેમાં વરસાદી પાણીના સંગ્રહ માટે નવા તળાવો નિર્માણ તેમજ જુના તળાવોને ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
દિયોદર ખાતે બનાસ ડેરીના નવા સંકુલ લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાને બનાસવાસીઓને વહી જતા વરસાદી પાણીના સંગ્રહ કરવા માટેની સલાહ આપી હતી. જે સલાહને અનુસરી હવે બનાસ ડેરી તળાવ નવા નિર્માણ કરવાનું તેમજ જૂના તળાવોને ઊંડા કરવાનું કામ કરશે. જે માટે આજે બનાસ ડેરીના સાનિધ્યમાં જિલ્લાના સરપંચો સહકારી આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વરસાદી પાણીના વહી જતા અટકાવવા તેમજ જૂના ફેલ થઈ ગયેલા બોરવેલને રિચાર્જ માટે કામ થશે. વરસાદના વહી જતા પાણીને રોકવા માટે તળાવોને વધુ ઊંડા કરવા બાબતે આગામી સમયમાં સ્થાનિક લોકોને સાથે રાખી બનાસ ડેરી જળ સંચય માટે કામ કરશે. જે પૈકી 111 તળાવનું નિર્માણ થશે અને પાણીની સમસ્યાથી છૂટકારો મળશે.
બનાસ ડેરીમાં યોજાયેલા જળ સંચય બેઠકમાં આજે મોટી સંખ્યામાં સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. સહકારની ભાવના સાથે સરપંચ તેમજ સહકારી આગેવાનો સાથે મળી ગામના વહી જતા પાણીને અટકાવી જળ સંચય થાય તે માટેની કામગીરી કરશે. સરપંચો પણ માની રહ્યા છે કે દિન પ્રતિદિન પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે. જળ સંચય કરી ગામડાના ખેતી અને પશુપાલનને બચાવવા માટે તેઓ પ્રયત્ન કરશે.
બનાસ ડેરીએ જળ સંચયનું કામ કરી પાણીના તળ ઊંચા લાવવા માટે કામે કરી રહ્યા છે. વડાપ્રધાનના આહ્વાનના સ્વપ્નને સાકાર કરવા અને પાણીના તળ ઊંચા લાવવા માટે બનાસ ડેરીનું આ જળ સંચય અભિયાન આગામી સમયમાં જીલ્લા માટે સંજીવની સમાન બનશે.
આ પણ વાંચો :Ahmedabad : નરોડામાં હનીટ્રેપની ઘટના સામે આવી, પોલીસે બે યુવક અને યુવતીની ધરપકડ કરી