Banaskantha: બટાકાનું વાવેતર કરતા ખેડૂતો મુકાયા ચિંતામાં, બટાકાના ભાવ તળીયે બેસી ગયા

બટાકાનું હબ ગણાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ડીસા અને તેની આજુબાજુના વિસ્તારમાં દર વર્ષે લાખો હેકટર જમીનમાં બટાકાનું વાવેતર થાય છે. આ વર્ષે જ્યારે બટાકાનું વાવેતર થયું ત્યારે બટાકાના ભાવ આસમાને હતા.

| Updated on: Mar 09, 2021 | 1:13 PM

બટાકાનું હબ ગણાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ડીસા અને તેની આજુબાજુના વિસ્તારમાં દર વર્ષે લાખો હેકટર જમીનમાં બટાકાનું વાવેતર થાય છે. આ વર્ષે જ્યારે બટાકાનું વાવેતર થયું ત્યારે બટાકાના ભાવ આસમાને હતા. જેના કારણે બિયારણ પણ મોંઘું હતું. તેમ છતાં ખેડૂતોને સારા ભાવ મળશે તે આશાએ મોંઘા ભાવના બિયારણો ખરીદીને બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું. પરંતુ જેવું જ નવા બટાકા નીકળવાની શરૂઆત થઈ ત્યારે ભાવ તળીયે બેસી ગયા છે. બટાકા ચાર મહિના પહેલાં 30 થી 40 રૂપિયે કિલો વેચાતા હતા. તે આજે 10 થી 15 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">